Do A Nice Thing For Your Future Self


Image of the Weekતમારા ભવિષ્ય ના સ્વરૂપ માટે કંઇક સારું કરો


– એલીસાબેથ ગીલબર્ત


હું એક નાની ઘરની વાડી માં મોટી થઈ છું, જ્યાં દરેક દિશા માં છોડ અને પ્રાણીઓ ને કાળજી ની જરૂર હોય, એટલે વેકેશન અમારે માટે જુજ હતા. પણ એક ઉનાળું રજા વખતે મારા માતા પિતા એ પાડોશી ને અમારી બકરીઓ અને મરઘીઓ નું ધ્યાન રાખવા મનાવ્યા એટલે અમે એક અઠવાડિયા માટે રજા લઈને દરિયા કિનારે ફરવા જઈએ. જે દિવસે અમારે જવાનું હતું તે દિવસે સવારે મારી માતા એ પોતાની પથારી ની બધી ચાદર, ઓછાડ કાઢીને, ધોઈને, સુકાવ્યું અને પછી પોતાની પથારી એકદમ ઉત્તમ રીતે પાથરી, જાણે કોઈ મહેમાન માટે કરતી હોય. હું અવાક થઇ ગઈ. અમે રજા માં જઈએ ત્યારે કોઈ ઘેર આવવાનું ન હતું તો આટલો સમય અને આટલી પળોજણ શા માટે? મેં આ પ્રશ્ન પૂછતા મારી માં એ કહ્યું “ઓ, આતો હું મારા ભવિષ્ય ના રૂપ માટે ભેંટ તૈયાર કરું છું. આમ, જયારે તે વેકેશન ને અંતે થાકી ને જીર્ણ થઇ ને ઘેર આવશે, ત્યારે તેને માટે, સુઘડ અને તાજી ચાદર તેની પથારી માં તેને આવકારવા વાટ જોતી હશે.”

“તે”, મારી માં એ કહ્યું હતું- “હું” નહીં.” આ મને અસાધારણ લાગ્યું હતું કે તે પોતાની આવનારી જાત પ્રત્યે કેટલી સ્નેહાળ મૈત્રી નો અનુભવ કરતી હતી. મારી માં આજે એવું ચોક્કસ માનતી કે તેનું અઠવાડિયા પછી આવનારૂ અજાણ સ્વરૂપ પ્રેમ નું હકદાર હતું. આ સુઘડ પથારી ની ભેંટ એ કંઈ નજીવી બાબત ન્હોતી: એ, એક, આ ક્ષણ ની સ્ત્રી એ સમય ની પાર આવનારી ક્ષણ ની સ્ત્રી ને આપેલું, સમજણ અને પ્રેમભર્યું હસ્તધૂનન હતું જે આ બંને ને જોડવા હતું.

આ પાઠ હું ક્યારેય નથી ભૂલી.

આપણી જાત પ્રત્યે આપણ ને ઉદાર અને કૃપાળુ બનવાનું કહેવામાં આવે છે, પણ તે એટલું સહેલું નથી. ક્યારેક આપણે પોતેજ પોતાને તેના હકદાર નથી માનતા. આ ક્ષણ ની ગડબડ માં ક્યારેક આપણે માટે જે સારું હોય તે નથી કરતા અને આપણી જાત ને પ્રેમભરી અનુકંપા થી વંચિત કરીએ છીએ. આપણે અરીસા માં જોઈએ અને આજે આપણે શું મૂર્ખતા ભર્યું કામ કર્યુઁ કે કંઇક કહ્યું તેવો જ વિચાર આવે, અને પછી આપણે મનોમન નક્કી કરીએ, કે જો, આ સામે એક નકામો ઉકરડા જેવો માણસ ઉભો છે. પછી આવે સજા, જે કોઈપણ સ્વરૂપ માં હોય વધું પડતું ખાવું કે બીજાની ગાળો સંભાળવી કે પછી ટેક્ષ માં ગોટાળા કરવા. જયારે તમે તમારી જાત ને આટલી નફરત કરતા હોવ ત્યારે તમે પોતાને માટે ક્યારેય પથારી કરી શકો? તમે મૂળમાં કંઇજ નથી માત્ર એક નકામા કુતરા જેવા જેને થોડા ભેજવાળા ડૂચા ઉપર સુવાથી વધારે કશો હક નથી.

પણ એક અઠવાડિયા પછી તમે જે બનવાના છો તે વ્યક્તિ નું શું? એક મહિના પછીના સ્વરૂપ નું શું? કે એક વરસ પછી? તે નિર્દોષ મહેમાન નું શું? તેને એવું શું ખોટું કર્યુઁ છે? જો તમે તમારા ભવિષ્યમાં આવનાર સ્વરૂપ ને મહેમાન ની જેમ પ્રેમ અને અનુકંપા ના હકદાર માની શકો તો કેવું? જો તમે દરરોજ એક ભેંટ નો વિચાર તેને માટે કરી શકો – જે તેને આવકારતું, સુરક્ષિત અને પ્રેમભર્યું લાગે, જયારે તે ખરેખર આવે, તો કેવું હોય?

આ કોઈ દાંત સાફ કરવા જેવું નાનું (અને કંટાળાજનક,, હું મારી જાત ને આ કામ કરવા તો જ તૈયાર કરી શકું, જયારે હું એમ વિચારું કે, લીઝ આ તારા ભવિષ્ય માટે છે) કામ જ કેમ ન હોય, કે પછી મોટું કંઇક કે ધુમ્રપાન છોડવું કે કોઈક ત્રાસદાયક સંબંધ માંથી મુક્ત થવું જેનાથી તમારા આવતાં સ્વરૂપ ને તમે આજે જેટલું સહન કરો છો તેટલું સહન ન કરવું પડે.


જો તમે તમારે માટે કંઇક સારું ન કરી શકો, તો શું તમારા આવનારા સ્વરૂપ માટે કરી શકશો? તે નિર્દોષ, રહસ્યમયી આગંતુક, એક દિવસ તમે આજે તેને માટે નિર્માણ કરી રહેલા જગત માં રહેશે. બીજા શબ્દો માં કહીએ તો પથારી તમે પાથરો છો, પણ તેના પર તે સુશે. તો આજેજ તેને માટે સારું કરો. રોજ તેને માટે સારું કરો.

યાદ રાખો: તમે તેના પરમ મિત્ર છો.

-એલીસાબેથ ગીલબર્ત -એક અમેરીકન લેખક છે જે તેના કથાનક Eat, Pray, Love માટે ખુબ જાણીતા છે.


મનન ના પ્રશ્નો:
૧.) તમારા ભવિષ્ય ના સ્વરૂપ ના તમેજ પરમ મિત્ર છો તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) આ ભવિષ્ય ના સ્વરૂપ નો વિચાર કરી ને તમે ક્યારેય તેને માટે કંઇક ઉદારતા પુર્વક કર્યું હોય તો વર્ણવો.
૩.) આ સ્વરૂપ માટે હંમેશ તમે પ્રેમ અને અનુકંપા માં સ્થિત કઈ રીતે રહી શકો?
 

Elizabeth Gilbert is an American author best known for her memoir Eat, Pray, Love. Excerpted from here.


Add Your Reflection

28 Past Reflections