The Practice Of Soft Eyes


Image of the Weekઋજુ દ્રષ્ટી કેળવવા ની સાધના


– પાર્કર પામર


એક વિશુદ્ધ ભુદ્ર્શ્ય પર, તેની જટિલતા અને પેચ સાથે, આશ્ચર્ય એક સતત સહભાગી છે: તે કંઇક નજીક ના વણાંક માં કે કંદરાઓમાં છુપાયું છે, ક્યારેક તે આપણને ચોંકાવે છે, પણ ઘણી વખત તે ઉમંગ પેદા કરે છે. પણ દુનિયા ના સપાટ અપવિત્ર મેદાન પર, આ આશ્ચર્ય ની કોઈ રાહ નથી કે નથી કોઈ આવકાર. અને જયારે તે અચાનક પ્રગટ થાય છે, જાણે કે કોઈ પૂર્વઅસ્તિત્વ વગર, ત્યારે આપણે ભય અથવા હિંસા થી તેને પ્રતિસાદ આપીએ છીએ.


આવા આશ્ચર્ય ને અલગ રીતે પ્રતિસાદ આપી શકીએ તેમ છીએ, આપણા મનમાં એક નવા ખ્યાલ ને ખીલવા દેવો અને પછી બીજો – જે ક્રિયા ને આપણે વિચારવું કહીએ છીએ. પણ સપાટ અપવિત્ર સભ્યતામાં, આશ્ચર્ય કે આંચ આવવા ની ક્ષણો આવે ત્યારે આપણે વિચાર નથી કરી શક્તા. તેના બદલે, આપણે, પરાવર્ત વશ આપણું સંરક્ષણ કરવા આપણા જુના હથિયાર તરફ વળીએ છીએ, જે વાપરવાની કળા આપણામાં છે, એક જુનો ખ્યાલ જેમાં આપણે વર્ષો થી નિપુણ છીએ.


આ પરાવર્ત અબજો પૂર્વે ની ઉત્ક્રાંતિ ના મૂળમાં રહેલ છે, એટલે તે કદાચ નિષ્ઠૂર ભાસે છે. પણ તોય તેવા શારીરિક પ્રમાણ મળ્યા છે, કે, તેવું નથી. સામાન્ય રીતે જયારે આપણે આશ્ચર્યચકિત થઈએ, ત્યારે અચાનક આપણી દ્રષ્ટી નું પરિઘ સંકીર્ણ બને છે, જેથી લડવું કે ભાગવું એવી પ્રવૃત્તિ નો પ્રતિસાદ ઉભો થાય છે-એક ઉત્કટ, ભયભીત, આત્મરક્ષણ માટે તાકતી, “શારડી જેવી આંખ” જે આપણા તન-મન બંનેના સંઘર્ષ સાથે સંલગ્ન હોય છે. પણ જાપાનીઝ સંરક્ષણ ની વિદ્યા આઇકિદો, માં આ દ્રષ્ટી સંકીર્ણ થવાને બદલે, “ઋજુ દ્રષ્ટી” ની સાધના શીખવાડાઈ છે, જ્યાં સાધક પોતાની પરિઘ ને વિકસાવી ને, દુનિયામાંથી વધુ ગ્રહણ કરવાનો પ્રયાસ કરે છે.


જો તમે બેખબર વ્યક્તિ ને અચાનક ઉત્તેજન આપો, તો તેની દ્રષ્ટી સંકીર્ણ બનશે અને લડવું કે ભાગવું ના લક્ષણો તત્કાલ ઉભા થશે. પણ જો તમે વ્યક્તિ ને ઋજુ દ્રષ્ટી કેળવવાનું શીખવો, અને પછી તેજ પ્રકારે ઉત્તેજન આપો, તો તેનો પરાવર્ત ઉત્ક્રુષ્ટ બને છે. આ વ્યક્તિ, તે ઉત્તેજન તરફ વળે છે, તેને સમજે છે, અને પછી તેના તરફ વધારે નક્કર પ્રતિસાદ આપે છે-જેમકે એક નવા વિચાર ને વિચારવો.


ઋજુ દ્રષ્ટી, મારા મત પ્રમાણે, જયારે આપણે વિશુદ્ધ સત્ય તરફ એકટક નજર કરીએ ત્યારે ઉભું થતું ભાવ ચિત્ર છે. હવે આપણી દ્રષ્ટી ખુલ્લી અને ગ્રહણશીલ છે, તે દુનિયા નું મહાત્મ્ય, વસ્તુ ની પ્રભુતા અને તેની અનુકંપા ને ગ્રહણ કરી શકે છે. અચરજ અને વિલક્ષણ થી પહોળી થયેલી દ્રષ્ટી ને કારણે, જયારે ચકિત બનીએ ત્યારે, આપણે લડવાની કે ભાગવાની જરૂર નથી,. હવે આપણે સવાયા રહસ્યો માટે આપણી જાત ને મોકળી કરી શકીએ છીએ.પાર્કર પામર ના The Courage to Teach” માંથી ઉદધૃત

મનન ના પ્રશ્નો:
૧.) “ઋજુ દ્રષ્ટી” હોવી તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે કયારેય દ્રષ્ટી સંકીર્ણ થવાને બદલે દ્રષ્ટીની પરિઘ વિકસી હોય તેવો અનુભવ કર્યો હોય તો વર્ણવો.
૩.) ઋજુ દ્રષ્ટી કેવી રીતે કેળવશો?
 

 Parker Palmer from The Courage to Teach.


Add Your Reflection

19 Past Reflections