Organic Gift

Author
Parker Palmer
67 words, 22K views, 23 comments

Image of the Weekહ્રુદયનાં ખરા ભાવથી અપાયેલ ભેટ

- પારકર પાર્મર


કેથોલીક વર્કર્સ મુવમેન્ટના સ્થાપક ડૉરોથી ડે એ કેટલાય વર્ષો પહેલા કહેલું – જે ઓ ન્યુયોર્ક ના લોઅર ઇસ્ટ સાઇડમાં ગરીબોની વચ્ચે લાંબા સમય સુધી રહેલા – અને તેઓ મારે માટે એક હીરો (નાયક) બન્યા. તેઓના એક વખતનાં ભાષણમાં તેઓ એ ‘આભારહીન ગરીબો’ વિશે ચિંતન કરવાનું કહયું એ વાત જાણી મને આઘાત લાગ્યો.

મને એ સમજમાં ન આવ્યું કે એક સંત જેવી વ્યક્તિનાં મુખમાંથી આવા વિચારો કેવી રીતે વ્યક્ત થઇ શકે?
ડૉરોથી કહે છે કે ગરીબોની કૃતજ્ઞતા મેળવવાની આશા રાખી અથવા તેનાથી તમારી જાત માટે સારાપણા નો ભાવ અનુભવી શકો તેવા ભાવથી કયારે પણ ન આપો, નહીંતો તમારું આપેલું વજૂદ વિનાનું અને અલ્પજીવી નીવડશે, જેની ગરીબોને કંઇ જરૂર નથી – તે તો તેમને વધુ ગરીબ બનાવશે. તમારી પાસે જે કંઇ હોય તે જરૂર આપો, આપવું એજ જેમને માટે મોટો પુરસ્કાર હોય.

મારી પાસે મારી માલીકીનું જે ન હોય તે હું કોઇ ને આપુ તો તે જુઠ્ઠી અને ભયંકર ભેટ હશે. ભેટ કે પ્રેમથી અપાયેલ હોય તેવું લાગે પરંતુ વાસ્તવિકતામાં એ ભેટ મારી જરૂરિયાત તે સંતોષવા માટે અપાયેલ છે નહીં કે બીજાની જરૂરિયાતની ચિંતા કરીને આ પ્રકારની ભેટ-પ્રેમ અને શ્રધ્ધા વગર અપાયેલ – આપણી ઉધ્ધત અને ભૂલ ભરેલી ધારણાથી ઉદ્ભવે છે. આપણે ધારીયે છીએ કે ઇશ્વરે અન્ય કોઇની પાસે નહીં ફક્ત મારા દ્વારા જ પ્રેમ વિતરણ કરાવવું હશે. (ફક્ત હું જે તેને માટે યોગ્ય હોઇશ). હા, આપણે સમુદાયમાં જન્મયા છીએ અને સમાજ માટે પરસ્પર પ્રેમ આપવા ને મેળવવા માટે, ‘સમાજ ‘ એટલે એટલો વિશ્વાસ કે જરૂરિયાત મંદો ને હું નહીં તો અન્ય વ્યક્તિ જરૂર મદદ કરશેજ.

ઉદારતાના નામે જો હું મારા મૂળ સ્વભાવનો ભંગ કરતો હોઉં તો તેને બળીગયેલો સમજવો (નિશ્ચેતન).
બર્ન આઉટ એટલે ખાલી થઇ જવું, એનો અર્થ એવો નથી કે મારી પાસે જે હોય તે બધુંજ આપી દેવું. એનો અર્થ એટલો જ કે મારી પાસે જે છે તેમાથી આપવાનું પ્રથમ પસંદ કરું.
મે સેરેટોન પોતાની કવિતા, “Now I become myself” માં જુદા જ પ્રકારની આપવાની વાત કરે છે. જે તેના સ્વભાવમાં જડાઇ ગયેલી હોય જેના પરિણામે burnout (ખાલી થવું) ને બદલે આપવાથી વિપુલતા અને ફ્ળદૃપતા (વૈભવ) વધે.
“પાકું ફળ જે રીતે આપોઆપ જ ખરી પડે પરંતુ તેના મૂળને કોઇ નુકસાન થતું નથી".
હું જ્યારે બીજા કોઇને ભેટ આપું ત્યારે મારાં પોતાનાં મૂળ સ્વભાવથી અભિન્ન હોવું જોઇએ, જે સહજ રીતે મારાં હ્રુદયની સ્ફૂરણા હોય – એ પોતાની જાતેજ દ્વિગુણિત બનતી જાય છે – જેમ જેમ હું આપતો જ રહું. જ્યારે હું ખાલી કરવાની કે ખુટાડવાની ભાવનાથી કંઇક આપું તો તે મને વિકસિત કરતું નથી પરુંતુ કેવળ હાનિ જ કરે છે. જે ભેટ હ્રુદયપૂર્વકના ભાવથી, પરાણે કે ખોટી (unreal) હોય તેનાથી કેવળ નુકશાન જ થાય છે.

લેખકઃ પારકર પાર્મર ની પુસ્તક “let your life peak” – listening for the voice of vocation માથીં ઉધ્ધૃત.

મનન નાં પ્રશ્નોઃ આપણી માલિકીનું ન હોય તેનું પરિણામ burnout હોય તે ધારણા કઇ રીતે મૂલવશો? કોઇવાર હૃદયનાં ભાવ વગર કંઇ આપ્યું હોય તેવો પ્રસંગ વર્ણવી શકશો? Organic gifting (હૃદયની ભાવનાથી આપેલી ભેટ) માટે તમે શું પ્રયત્ન કરશો.
 

Excerpted from Parker Palmer's book "Let Your Life Speak: Listening for the Voice of Vocation"


Add Your Reflection

23 Past Reflections