Hard Times Require Furious Dancing

Author
Alice Walker
30 words, 23K views, 11 comments

Image of the Weekમુશ્કેલ સમય, ઉત્કટતા ભર્યું નૃત્ય માંગે છે – એલીસ વોકર


હું મારા આઠ ભાઈ બહેનો માં સૌથી નાની. અમારામાંના પાંચ નો દેહાંત થઈ ગયો. હું આવી ઘણી ખોટ, બીમારીઓ અને બીજી સાધારણ માનવીય પરિસ્થિતિઓ માંથી પસાર થાવ છું, અને આવા સમયે જયારે યુદ્ધ, ગરીબી, પર્યાવરણ નો ખાત્મો, અને લાલસા એ અનુમાન પણ ન કરી શકીએ તેવી હદો વટાવી છે. ક્યારેક આ બધું સહન કરવું અતિશય અઘરું લાગે છે. મારા પરિવાર માં એક વ્યક્તિ ને માનસિક રોગ હતો, જેથી વારંવાર તે હતાશામાં જાય, આની અસર બધાં બાંધવો પર અલગ અલગ થઇ. હું સ્વપ્ને ન વિચારી શકીએ તેવી રીતે પુખ્ત બની: એક હઠીલી આશાવાદી જેને હંમેશ ગ્લાસ ભરેલો દેખાય છે. જો એ પાણીથી અડધો ભરેલો છે, જે પણ ખુબ કીંમતી છે, તો બીજા અડધામાં એક ઇન્દ્રધનુષ છે જે માત્ર આવી ખાલી જગ્યાએ જ હોવાની શક્યતા છે. હું નૃત્ય કરતાં શીખી છું.


એવું નથી કે પહેલાં મને નૃત્ય કરતાં ન્હોતું આવડતું; અમારા સમાજ માં બધાંને આવડે છે, એવા પણ જેના બંને પગ ડાબે પડે છે. મને માત્ર એ ખબર ન હતી કે આ સંતુલન બનાવી રાખવા કેટલું જરૂરી છે. આફ્રિકી લોકો હંમેશ નૃત્ય કરે (તેઓ ના તહેવારો અને કર્મકાંડમાં) જે આના પ્રત્યે ની જાગરૂકતા બતાવે છે. એક વખત નૃત્ય કરતાં મને જ્ઞાન થયું, કે નાચતી વખતે આફ્રીકી-અમેરિકી જે અદભુત રીતે અંગો હલાવે અને જેને માટે તેઓ નુત્ય પટ પર ખુબ પ્રખ્યાત છે, તે, એટલે કે નૃત્યકારો, ખાસ કરીને જુના સમયમાં, તેવે વખતે અંદર પડેલી સંઘર્ષ ની ગાંઠો ઉકેલતા હતાં. કમર ની નીચેના ભાગ નું હલનચલન ઉન્માદક જરૂર લાગે, પણ તે સંશય વિના, આખો દિવસ વાંકા વળીને, ખેતરમાં ચાસ પાડી અથવા તો ગુલામ તરીકે માલિક ના બાગ માં કોદાળીથી ખોદીને, પરત આવીને તેને હળવી કરવા માટે હતી.



આવા નૃત્યો ને, તેની, પરિવારો, સમાજો અને દેશો ને સાજા કરવાની શક્તિ માટે માન અને સ્થાન આપવા, મેં થેંક્સગિવીંગ નિમિત્તે, એક હોલ ભાડે રાખી અને દેશી કલાકારો ને બોલાવ્યા, અને મારા પરિવાર, મિત્રો, તેના પરિવારો અને એવા અનેક ને આમંત્રિત કરી અને પોતાના દુઃખો ને નુત્ય દ્વારા હળવા કરવાનું અથવા તો રોજબરોજ ને ઘટમાળ માં તેને વણી લેવાનું આવ્હાન આપ્યું. અમારી આગલી પેઢી જે મારી માતા અને મારી નણંદ ના મૃત્યુ ના શોકાતુર હતાં, તેઓ એ એક જુસ્સાદાર નૃત્ય તૈયાર કર્યું જેને મને ખાત્રી આપી કે, ભલે આપણે બધાં આપણા ભાગે આવેલ શોક કે દુઃખો નો સામનો કરીએ છીએ, પણ તે છતાંય આપણે સુંદરતા, રૂપ અને તાલ નો છેડો પકડી શકીએ- અને આ, દુનિયામાં રહેલા સંઘર્ષ સામે કોઈ ન્યૂન જીત નથી.

સંઘર્ષના સમયે ઉત્કટ નૃત્ય જરૂરી છે. આપણે બધાં આના પ્રમાણ છીએ.

એલીસ વોકર પલીત્ઝર વિજેતા કવિ, લેખક અને ચળવળકાર છે. આ તેમની કવિતાના પુસ્તક "Hard Times Require Furious Dancing" માંથી ઉદધૃત.

મનન ના પ્રશ્નો:

૧.) નૃત્ય નો અર્થ તમારે માટે શું છે?
૨.) શોક અને સંઘર્ષ ના સમય માં તમે ક્યારેય રૂપ, તાલ અને સુંદરતા નો છેડો પકડી રાખ્યો હોય તો વર્ણવો?
૩.) તમારા સંતુલન પ્રત્યે સતત જાગરૂકતા કેવી રીતે કેળવશો?
 

Alice Walker is a Pulitzer-winning author, poet, novelist, and activist. The passage above is from the preface of her book of poems: "Hard Times Require Furious Dancing".


Add Your Reflection

11 Past Reflections