Keeping Quiet


Image of the Weekમૌન રહેવું


– પાબ્લો નેરુદા


હવે આપણે ૧૨ સુધી ગણીએ
અને આપણે બધા સ્થિર રહીએ
એક વખત આ પૃથ્વી પર,
કોઇપણ ભાષા બોલ્યા વગર;
એક ઘડી થોભીએ
અને આપણા હાથ પણ ન હલાવીએ

આ એક અનોખી ઘડી હશે
કોઈ ઉતાવળ વગર, કોઈ ઈંજન વગર;
આપણે બધા સાથે હશું
એક અચાનક ઉભી થતી વિચિત્રતા માં.

માછીમાર સાગરમાં રહેલ
વ્હેલ ને નુકસાન નહીં કરે,
અને મીઠું બનાવનાર,
પોતાના ઘા પડેલા હાથ સામું નહીં જુએ .

જેઓ નવા યુદ્ધો તૈયાર કરે છે,
ગેસ વાપરી ને, આગ ઓકીને,
જેમાં જીત પછી કોઈ જીવંત નથી,
તેઓ સ્વચ્છ કપડાં પહેરીને
પોતાનાં ભાઈઓ સાથે,
છાયામાં ચાલશે, કંઈપણ કર્યા વગર.

જે હું ઇચ્છુ છું તેને સદંતર નિરર્થકતા સાથે
ન સરખાવી જોઈએ.

જીવન જેવું છે તેવું છે....

જો આપણે આટલા જડ બુધ્ધિ ના ન હોત,
કે આપણે જીવન ચલાવવું છે,
અને એકવાર જો આપણે સ્થિર થઈએ, કંઈપણ કર્યા વગર,
અને માત્ર મૌન જ કદાચ
આ આપણે પોતાની જાત ને ન સમજી શકવાના દુઃખ ને ભેદી શકે,
અને સતત પોતાને મૃત્યુ ની ધાકમાં રાખતા.

હવે હું બાર સુધી ગણીશ
તમે શાંત રહેજો અને હું જઈશ.


-ચીલી ના કવિ પાબ્લો નેરુદા


મનન ના પ્રશ્નો:
૧.) “કંઈ ન કરવું” એ વિષે તમારી શું સમજણ છે?
૨.) કયારેય એવો પ્રસંગ આવ્યો છે કે તમે થોભી ગયા હો અને જીવનને ભેદતા દુઃખ નો અનુભવ થયો હોય?
૩.) એક લોકોક્તિ “આગળ વધો” ને તમે કવિ ની સમીક્ષા કે આપણે સતત આપણા જીવનને આગળ ધપાવવા માટે એકનિષ્ઠ બનીએ છીએ આ બે વચ્ચે કઈ રીતે સંધી સ્થાપિત કરી શકશો.
 

Pablo Neruda is a Chilean poet, who started writings poems at the age of 13. He won the Nobel Prize in Literature in 1971.


Add Your Reflection

76 Past Reflections