Where We Are Is Our Temple

Author
Jack Kornfield
43 words, 25K views, 8 comments

Image of the Weekઆપણે જ્યાં છીએ તે આપણું મંદિર


– જેક કોર્નફિલ્ડ


આપણી આધ્યાત્મિક સાધના ને વધારવી તે હકીકત માં તો આપણા હ્રદય ને વિશાળ બનાવવું, આપણી દ્રષ્ટી અને કરુણા નો વ્યાપ બહોળો કરવો અને હળવે થી આપણા સમગ્ર જીવનને તેમાં સામેલ કરવા ની પ્રક્રિયા છે. આ સમયે, આ વર્ષે માનવ શરીરમાં આપણો વાસ આ પૃથ્વી પર હોવો તે એક આધ્યાત્મિક સાધના છે.

પૂર્વ ની સંસ્કૃતિ માં મોટાભાગની સાધના સાધુઓ અને સાધ્વીઓ દ્વારા મંદિરમાં અને મઠો માં સચવાતી. અનેક સદીઓ સુધી પશ્ચિમી આત્માભિમુખ રહેવાની સાધના વિહારો માં થતી. આધુનિક સમય માં આ મઠો અને મંદિરો આખા જગત માં વિસ્તૃત થયા છે. આપણા માં ના મોટાભાગના લોકો કંઈ ભિક્ષુ નું જીવન નથી જીવવાના, છતાંય આપણે સામાન્ય માણસો ગહન અધ્યાત્મિક જીવન ની શોધ કરીએ છીએ. આ ત્યારે શક્ય બને જયારે આપણે એવું પીછાનીયે કે આપણે જ્યાં સ્થિત છીએ ત્યાંજ મંદિર છે, અને અહીંજ જ્યાં આપણે જીવન ગુજારીએ છીએ ત્યાંજ આપણે આપણી સાધના ને જીવંત કરી શકીશું.

મુંબઈ સ્થિત મારા જુના ગુરુ અમને આમ શીખવતા. તે વિદ્યાર્થી ને એટલોજ સમય રહેવા દે જ્યાં સુધી સાધક જીવન ના અને પ્રેમ વિષે ની કોઈ ખરી સમજ કેળવી લે અને તેમાં પણ કેમ મુક્ત રહેવું તે જાણી લે. પછી તેઓ તેને ઘેર મોકલતી વખતે કહેતા, “પડોશ ની છોકરી કે છોકરા સાથે લગ્ન કર, સમુદાય માં નોકરી કર, અને તારા જીવન ને સાધના ની જેમ જીવ.” મુંબઈ થી ભારત ને સામે કાંઠે મધર ટેરેસા (ઘેર મોકલતા) હજારો સ્વયંસેવકો ને જે (કલકતામાં) મદદ કરવા આવ્યા હોય, અને કહેતા, “હવે તમે ભારત ના ગરીબો માં ઇસુ ને જોવાનું શીખ્યા છો, તો જાવ અને તમારા ઘરમાં રહેતા તેની સેવા કરો, તમારી ગલી માં તમારા પડોશમાં.”

આપણે બધા એક પરિવાર છીએ. આ સીધો અનુભવ અવિચ્છિન્ન હ્રદય ના મૌનમાં થઈ શકે છે. જયારે મન સ્થિર હોય અને હ્રદય ખુલ્લું હોય ત્યારે જગત આપણા માટે અવિચ્છિન્ન બની જાય. સીયેટેલ ના એક વડા એ જયારે પોતાની જમીન સમર્પિત કરી ત્યારે તેમને વડવાઓ ને યાદ દેવડાવ્યું કે:

“પૃથ્વી આપણી મા છે. જે પૃથ્વી પર બને છે તે તેના પુત્ર અને પુત્રીઓ સાથે પણ બનશે. આ આપણને ખબર છે. બધી વસ્તુઓ પરિવાર ના લોહી ની જેમ સંકળાયેલી છે. આપણે આ જીવન ના તંતુઓ નથી વણ્યા, આપણે માત્ર તેમાં ઉભા છીએ. આ તંતુઓ ને આપણે જે કરીએ તે આપણે આપણી સાથે કરીએ છીએ. “

હ્રદય અવિચ્છિન્ન બને ત્યારે જેનો ભેટો થાય તે આપણી સાધના છે.

- જેક કોર્નફિલ્ડ ના પુસ્તક - A Path with Heart માંથી ઉદ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧.) આપણે જ્યાં છીએ તે આપણું મંદિર તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે જયારે -જેની સાથે તમારો ભેટો થયો તે તમારી સાધના બની હોય તો વર્ણવો.
૩.) તમે કેવી રીતે અવિચ્છિન્ન હ્રદય બની શકશો?
 

Excerpted from Jack Kornfield's book, A Path with Heart


Add Your Reflection

8 Past Reflections