The Messiah Is One Of Us

Author
Megan McKenna
50 words, 24K views, 11 comments

Image of the Weekમસીહા આપણા માં નો એક છે–મેગન મેકાના


એક વખત એક મઠ માં પ્રબુધ્ધ મઠાધિપતિ હતા જેઓ ના એક સંત મિત્ર પણ તેટલાંજ પ્રબુધ્ધ હતાં. આ એક જુના જમાના ની વાત છે જયારે એક પૌરાણિક પ્રદેશ માં કાયમ મુસીબત રહેતી અને, ક્યારેક ખુબ કપરો કાળ આવતો. આ મઠાધિપતિ ની જમાત પણ ક્ષીણ બની રહી હતી અને તેમના અનુયાયી મુનીઓ ની શ્રદ્ધા પણ ડગુમગુ હતી અને તેઓ ભયભીત, નબળા અને અધીર બની ગયા હતાં. તેઓ એક દિવસ પોતાના મિત્ર પાસ જઈ ને રડી પડ્યા. તે સંત એ તેમને આશ્વાસન આપ્યું અને કહ્યું “ભાઈ તારે એક વાત સમજવાની જરૂર છે. આપણે ઘણા વખત થી જાણીએ છીએ કે યહુદીઓ પ્રમાણે મસીહા તમારા માનો એક છે.”
“શું?” , આશ્ચર્યપૂર્વક તે મઠાધિપતિ બોલી ઉઠ્યા, “અમારામાંનો એક મસીહા છે? એ કેવી રીતે બની શકે?”


પણ સંતે તો આ વાત ને આગ્રહ પૂર્વક પકડી રાખી, તેથી મઠાધિપતિ આશ્ચર્યસભર અને પ્રાર્થનામય બની, શાંતિ અને ઉત્સાહપૂર્વક પોતાના આશ્રમ માં પરત ફર્યા. પાછા ફરી ને તેઓ જયારે પણ કોઈ મુની ની બાજુ માંથી પસાર થાય ત્યારે ઊંડી દ્રષ્ટી થી મનમાં વિચારે કે, આ હશે આપણો મસીહા. પ્રાર્થના ગૃહ માં બેસી ને પ્રાર્થના કરતી વેળા કઈક અવાજ આવે કે તરત તે બાજુ ફરી ને તે ચેહરા માં મસીહા છે કે તે ઊંડાણ થી જોવાનો પ્રયત્ન કરે. તે ગુરુ હંમેશ ખુબ ઉદાર હતાં પરંતુ હવે તે પોતાના ને બંધુ ઓ તરફ વધુ ઉદારતા, આદર, માન અને ક્યારેક તો ભક્તિભાવ થી વર્તન કરવા લાગ્યા . થોડા સમય માં બધાં નું ધ્યાન આ તરફ ગયું. તેમનાં એક મુની ભાઈ એ આવી ને પૂછ્યું કે તેમના આ બદલાયેલ વર્તન વિશે અચંબિત થઇ ને , શું થયું હતું? તેવી પુચ્છા કરી.


થોડું પૂછ્યા બાદ, ગુરુ એ તેમને સંત એ જે કહ્યું હતું તે વાત કરી. આ સાંભળી ને આ બીજા મુની ભાઈ ની દ્રષ્ટી બધાં પ્રત્યે બદલાણી અને તે પણ વધું માન અને અચંબિત થઇ ને બીજા સાથે વર્તન કરવા લાગ્યો. ધીમે ધીમે વાત ફેલાઈ: મસીહા આપણામાં નો એક છે. આશ્રમ ના વાતાવરણ માં જીવ આવી ગયો, ભક્તિ, પ્રેમ અને કૃપા સભર બની ગયું. પ્રાર્થના મય જીવન હવે ઉત્કટ ભક્તિ, સેવા થી જીવંત અને પ્રગાઢ દ્રષ્ટી થી સભર બન્યું. આજુ બાજુ ના ગામના લોકો જયારે પ્રાર્થના માટે આવવા લાગ્યા અને જોઈ, સાંભળી ને કેટલાક તો મુનીઓ ની ટોળી માં સામેલ થયા. શરૂઆત ના તેમના શીખાઉ સમય બાદ જયારે તેમને સંન્યાસ ધારણ કર્યો ત્યારે તેમને પણ ગર્ભિત વાત ની જાણ કરવામાં આવી, અને તેમનું જીવન જે સત્ય પર ટકેલું હતું, જે શક્તિ નો શ્રોત હતો અને તેમના સહિયારા જીવન ની પ્રચુરતા નું કારણ : કે મસીહા આપણા માં નો કોઈ છે.


આ રીતે આશ્રમ વૃદ્ધિ પામ્યો અને ઘરો ઘર ફેલાયો, મુનિઓ ઈશ્વર ની સમક્ષ અને એકબીજા સાથે આગળ વધી ને પ્રબુદ્ધ અને કૃપાળુ બનવા લાગ્યા. અને તેઓ હજી પણ કહે છે, કે તમે તેવી કોઈ પણ જગ્યા પર પહોંચી જાવ જ્યાં વાતાવરણ જીવંત, આશાભર્યું, સેવા અને અનુકંપા સભર હોય, તો તેનું કારણ એજ કે: મસીહા આપણા માં નો એક છે.


મેગન મેકાના ના Mary: Shadow of Grace માંથી ઉદ્ધૃત


મનન ના પ્રશ્નો
૧.) આપણે એક બીજાને કેટલાં ઊંડાણ પૂર્વક ની દ્રષ્ટી થી જોઈ શકીએ છીએ તેના પર ઉદારતા અને આશા ભર્યા વાતાવરણ ના નિર્માણ નો આધાર છે, આ વિશે તમારું શું માનવું છે?
૨.) તમે ક્યારેય કોઈ ને આવી દ્રષ્ટી થી જોઈ શક્યા હો અથવાતો કોઈ એ તમને તેવી દ્રષ્ટી થી જોયા હોય તો તેવો પ્રસંગ વર્ણવો
૩.) બીજાઓ ને ઊંડાણથી જોવાં માં શું મદદ કરશે?
 

Excerpted from Mary: Shadow of Grace by Megan McKenna.


Add Your Reflection

11 Past Reflections