I Awaken Before Dawn

Author
Helen Moore
34 words, 14K views, 8 comments

Image of the Weekપ્રથમ દર્શનેજ મારી ચેતના જાગી ઉઠી. પ્રભાત પેહલાજ હું જાગી ગયો

- હેલન મુર

હું મળસ્કે ઉઠ્યો, રસોડામાં ગયો અને મારે માટે ચાનો એક કપ તૈયાર કર્યો.
મીણબત્તી સળગાવી અને તેના આછા
પ્રકાશમાં હું ધ્યાન માટેની ગાદી પર બેઠો.
મારા બંને હાથમાં મેં કપ લીધો અને તેને ઈશ્વરને અર્પણ કરી આભાર માન્યો.

હથેળીમાં સ્પર્શી રહેલ કપે મને કુંભારની યાદ અપાવી અને કપના સર્જક એ હાથોનો મેં આભાર માન્યો. મેં કપમાં વપરાયેલ માટી, તેની ચમક અને એ ભઠ્ઠી કે જેમાં આ કપ તપીને તૈયાર થયો હશે તે બધ્ધાનો આભાર માન્યો.
ચાના એક ઘુટડાએ મારા શરીરમાં ગરમાવો લાવી દીધો. મારા ઘર સુધી વિજળી લાવનારનો મેં આભાર માન્યો. આ લાઈનો નાંખવા માટે કોણે ખાડા ખોદ્યા હશે? કોણે મારું ઘર બાંધ્યું હશે અને કોણે ઇલેક્ટ્રિકનાં તાર ફીટ કર્યા હશે. કોણે આ ચાની કીટલી બનાવી હશે અને તેમાં ભરવા પાણી કોણ લાવ્યું હશે?

મેં ચાનો એક ઘુટડો ભર્યો અને ભારત, ચીન વિગેરે દેશોના જે દેશવાસીઓએ આ ચાની ખેતી કરી, તેના પાંદડાઓ ચુંટી, સુકવી બજાર સુધી પહોચાડ્યા તેઓનો મેં આભાર માન્યો. બજારથી ઘર સુધી આ ચાની પત્તી આવી તેમાં પણ ઘણાં લોકો સંકળાયા હશે તે સહુનો પણ મેં આભાર માન્યો.

મેં ચાનો વધુ એક ઘુટડો પીતાં ટેબલ પર પડેલ લીંબુને જોતાં ફ્લોરીડા, કેલિફોર્નિયા અને સેન્ટ્રલ અમેરિકાના જે લોકોએ આ વૃક્ષ વાવ્યું હશે અને તેમાંથી પુષ્પો પાંગર્યા હશે તેઓને યાદ કરી તેઓને ધન્યવાદ આપ્યા. સૂર્યની ગરમી અને વરસાદને કારણે તે પુષ્પો ફળ (લીંબુ )માં પરિણમ્યા તેઓનો આભાર માન્યો. આ ફળોને ચુંટી, ભેગા કરી વાડીએથી આ ટેબલ સુધી પહોચાડ્યા તે હાથોનો મેં આભાર માંન્યો

ચાનો ઘુટડો લેતાં તેમાંની મીઠાસને યાદ કરી તેમાં નાંખેલ ખાંડવિષે વિચારતાં જેઓએ શેરડી વાવી અને અનેક પ્રક્રિયાઓ પછી આ ખાંડ મને પ્રાપ્ત કરાવી એ પ્રક્રિયા કરનાર બધ્ધા હાથો પ્રત્યે મેં કૃતજ્ઞતા વ્યક્ત કરી. હું ધન્યતાની લાગણી સાથે ચાના કપને ઉંચો કરું છું અને હું મારા શરીરનું આંતરિક જોડાણ તેઓની સાથે અનુભવું છું. મારું લોહી અને મારાં હાડકાં હવે તેઓની સાથે છે અને આ સમગ્ર સર્જન માટે મારું હૃદય પ્રેમથી ભરાઈ જાય છે. હું સહુનો આભાર માનું છું.

હેલન મુર કૃતજ્ઞતાની લાગણીથી મન,બુધ્ધી અને આત્માથી યોગાભ્યાસ કરાવે છે. વરજીનીયાના લેક્ષિંગટનમાં તેઓ પોતાના બે કુતરાઓ સાથે રહે છે. કુતરાઓ પણ તેઓના પ્રેમ અને કરુણાને આદરયુક્ત ભીતિ સાથે માણતાં માણતાં હેલન મુર સાથે રહે છે.

મનન માટેનાં પ્રશ્નો:
૧. તમે કઇ વાત માટે આભારી છો?
૨. કોઈ વ્યક્તિગત વાત કહી શકશો કે જયારે તમે અનુભવ્યું હોય કે તમારી જિંદગી કેટલા બધાં લોકોનાં સહકારથી ચાલે છે?
૩. કયા અભ્યાસથી તમે આ કૃતજ્ઞતાની ભાવનાને વિકસાવી શકશો?

 

Helen Moore teaches yoga with mind, body, and spirit, with an attitude of gratitude. She lives a simple life in Lexington, Virginia with her two small dogs, who awe her with their capacity for love and compassion every day.


Add Your Reflection

8 Past Reflections