Death Connects Us To Life


Image of the Weekમૃત્યુ આપણને જીવન સાથે જોડે છે


– સૌમિક રહા


હું આશ્રમ શિક્ષણ પદ્ધતિ માં મોટો થયો છું એટલે જીવન ની અનિત્યતા ના પાઠ ભણ્યો છું, જયારે મારા દાદા અને દાદી એક પછી એક ઝડપથી દેવ થયા ત્યારે આ શિક્ષણ અમલ માં મુકવાનો વારો આવ્યો. મેં મારી જાત ને કહ્યું કે માત્ર દેહાવસાન થયું છે. તેમની આત્મા અમર છે અને એટલે શોક કરવાનું કોઈ કારણ નથી.


વર્ષો પછી મને ભાન થયું કે મેં મારા દાદા-દાદી પ્રત્યે ની મારી પ્રેમ ની લાગણીઓ ને ક્યાંક ટૂંકાવી દીધી હતી. અને મારે આ લાગણીઓ ને નક્કર અર્થ માં પ્રદર્શિત કરવા ની જરૂર હતી. મારી જાત ને તે અવકાશ ન આપતાં, મેં તે લાગણીઓ તરફ બધિરતા કેળવી હતી.


મને વર્ષો ની મહેનત બાદ જ્ઞાન થયું કે મૃત્યુ આપણને જીવન સાથે જોડે છે. આપણા પોતાના જીવન સાથે. તે માત્ર અનિત્યતા નો બોધ મેળવવા નો મોકો જ નથી પણ આપણા જીવવાના ખરા અર્થ નું ચિંતન થાય તેનો પણ મોકો છે. અને શોક દ્વારા પ્રેમ અને કૃતજ્ઞતા ની લાગણીઓ ના ફુવારા ને તેની સમગ્રતા થી અનુભવવા નો મોકો છે.


એટલેજ જુના જમાનામાં જયારે કોઈનું અવસાન થાય ત્યારે થોડો સમય નિયત કામ માં વિરામ આપી ને શોક પાળવાનો રીવાજ હતો, તે સમય તે સંબંધી ની સાથે ના ઊંડાણ ના સંબંધ ના પ્રમાણ માં રહેતો. તે સમયે આપણને સમાજ તરફથી પૂરો અવકાશ મળતો કે આપણે આપની લાગણીઓ ની સાથે જોડાઈએ. એટલે ખરા અર્થ માં સ્વિકાર કરવાનો મોકો મળતો, માત્ર બૌદ્ધિક સ્તરે નહિ, સ્વિકાર આપણા વહાલા ની સંક્રમણ ગતિ નો.


તે સ્વિકાર માં પહોંચવાની સંજ્ઞા એ કે આપણે આ ગુમાવી દેવાથી શું મહેસુસ કરીએ છીએ સંપૂર્ણતા કે વિભાજીતતા. સંપૂર્ણતા તેમાંથી પ્રગટે જેમાં છોડી જનાર ના સંબંધ થી ઉભી થતી બધી લાગણીઓ નો સ્વિકાર હોય. વિભાજીતતા ત્યારે પ્રગટે જયારે આપણે જનાર પાછળ દુઃખ અનુભવ કરતા ડરીએ. વિભાજીતતા આપણને એવા ચક્કર માં ફસાવે છે કે આપણે પ્રેમ ને બધે શોધ્યા કરીએ પણ તે જગ્યાએ ના શોધીએ જ્યાં તે હોય -આપણા હ્રદય માં.


સંપૂર્ણતા, બીજી બાજુ, છોડી જનાર વ્હાલા પ્રત્યે જે પ્રેમ અનુભવ્યો હોય તેનું સત્વ આત્મસાત કરવા માં મદદ કરે છે અને તેને આપણી અંદર કાયમી બનાવે છે. તે સત્વ નું આત્મસાત થવું આપણને આપણી લાગણીઓ ના ભય માંથી મુક્ત કરે છે અને આપણને આનંદ અને કૃતજ્ઞતા માં સ્થાપિત કરે છે, તે માટે કે આપણે કોઈ જીવન ની નજીક ગયા અને કેટલું પણ ટુકું કેમ ન હોય તેનાથી કશુંક પામ્યાં.


મનન ના પ્રશ્નો:
૧.) શોક એ પોતાની લાગણીઓ સાથે જોડવાનો અવકાશ છે તે વિષે તમારું શું માનવું છે?
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જયારે તમે ખરો શોક કર્યાથી સંપૂર્ણતા અને આનંદ મેળવ્યો હોય.
૩.) જયારે તમે શોક ની લાગણીઓ નો સંપૂર્ણ સ્વિકાર કરો ત્યારે તમને શું શોકાતુર થઇ ને તૂટી જતા અટકાવશે?
 

by Somik Raha.


Add Your Reflection

18 Past Reflections