Seven Stages Of The Ego


Image of the Weekઅહંકાર ના સાત ચરણ –


રૂમી અલીફ શફાક કથિત


પહેલું ચરણ છે પતિત અહંકારી જાત (નફ્સ), જે મનુષ્ય ની પ્રાથમિક અને સાધારણ પરિસ્થિતિ છે, જયારે આત્મા દુન્યવી ખ્યાલો માં રચ્યોપચ્યો છે. મોટાભાગના મનુષ્યો અહીં અટકેલા હોય છે, મુશ્કેલીઓ થી ઘેરાઈ ને સહન કરતા, પોતાના જ અહંકાર ને પોષવામાં અને હંમેશ પોતાની નાખુશી નો દોષ બીજાને દેતા હોય છે. જયારે માણસ પોતાના આ તિરસ્કાર સ્વરૂપ અહંકાર વિષે સજગ બને છે, ત્યારે પોતાના પર કામ કરવાનું શરૂ કરે છે, ત્યારે તે આગલા ચરણ માં પ્રવેશ કરે, જે આ પહેલાં કરતા ઘણું વિપરિત છે. બીજાને હંમેશ દોષ દેવાને બદલે, તે એવી સ્થિતિમાં પ્રવેશ કરે છે જ્યાં તે પોતાને જ દોષ દીધા કરે છે, ક્યારેક આત્મવિલોપન ની હદ સુધી.

અહિયાં, અહંકાર, દોષ દેનારી નફ્સ (જાત) બને છે અને ત્યાંથી અંતર શુદ્ધિ ની શરૂઆત થાય છે.


ત્રીજા ચરણ માં, માણસ થોડો સમજદાર બને છે અને ત્યાં, અહંકાર, પ્રેરણાદાયી નફ્સ (જાત) બને છે. આજ ચરણ માં, આની પહેલાં ક્યારેય ન કર્યો હોય તેવો “સમર્પણ” શબ્દ નો સાચો અર્થ અનુભવ માં ઉતરે છે અને માણસ જ્ઞાન ની કંદરા માં વિહાર કરે છે. જે પણ અહિયાં સુધી પહોંચી જાય છે તેઓ ધીરજ, દ્રઢતા , પ્રજ્ઞા અને નમ્રતા ને ધારણ અને પ્રદર્શિત કરે છે. દુનિયા તેને નવી અને પ્રેરણા થી ભરપુર લાગે છે. પણ તે છતાંય, ઘણા એવા હોય છે, જે આ ત્રીજા ચરણ માં પહોચ્યાં બાદ અહીયાજ રહેવા ની ઈચ્છા કરે છે, અને પોતાની હિંમત અને આગળ ધપવાની હામ ખોઈ બેસે છે. આથીજ, આ સુંદર અને આશીવાર્દ સમું ત્રીજું ચરણ, આગળ વધવાવાળા માટે એક જાળ બની જાય છે.


જેઓ આગળ વધે છે, તે પ્રજ્ઞા ની કંદરા માં પ્રવેશ કરે છે અને નિર્મળ નફ્સ (જાત) નો અનુભવ કરે છે. અહિયાં, અહંકાર, પોતાનું સ્વરૂપ પલટે છે અને ઉચ્ચ ચેતનામાં રાચે છે. ઉદારતા, કૃતજ્ઞતા, જીવન ની મુશ્કેલીઓ વચ્ચે પણ અસીમ સંતોષ, આ બધા ગુણો આ માણસ માં આવે છે, જે અહિયાં પહોંચી ગયો છે.


અહીંથી પાર છે એકત્વ ની કંદરા. અહિયાં જે હોય તે ઈશ્વર જેમ રાખે તેમાં પ્રસન્ન રહે છે. મામુલી બાબત તેમને પરેશાન નથી કરતી, તેઓ પ્રસન્નચિત નફ્સ (જાત)બન્યા.


ત્યારબાદ ના ચરણ માં, પ્રસન્નચિત નફ્સ, માનવ જાત માટે દીવાસ્વરૂપ બની રહે છે, સતત બીજાઓ જેને જરૂર છે, તેને પ્રકાશ આપતા રહે છે, શિખવતા અને ઝળહળતા સાચા ગુરુ જેવા. ક્યારેક આવા લોકો માં ચમત્કારિક શક્તિઓ હોય છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં બીજાના જીવનમાં ખુબ પરિવર્તન લાવે. અને તેઓ જે પણ વિચારે કે કરવાની ખેવના કરે, તેનો મુખ્ય આશય હંમેશ ઈશ્વર ની સેવા કરવાનો હોય છે.


આખરે, સાતમાં ચરણ માં, તે શુદ્ધ નફ્સ બને છે અને ઇન્સાન-એ-કામિલ બને છે, એક નિપુણ માનવ. પણ કોઇ ને પણ આ ચરણ વિષે વધું ખબર નથી, અને ખબર પડે તો પણ ગુપ્ત રાખે .
આ માર્ગ ના બધા ચરણો નો સારાંશ કરવો સહેલો છે, પણ અનુભવ પર ઉતારવો કપરો . અને તેમાં આવતી બાધાઓ ને જો ગણતરી માં લઇએ તો રસ્તે આગળ વધવાની કોઈ ખાત્રી નથી. અને પહેલાં થી છેલ્લાં ચરણ સુધી નો રસ્તો, કંઈ સીધી લીટી નો નથી. હંમેશ તેમાં આગલા ચરણ માં લપસી જવાનો ભય રહે છે, ક્યારેક તો ઉચ્ચ કક્ષા થી સીધા પહેલાં પર. આવી બધી જાળો ના હોવાને કારણેજ, કંઈ નવાઈ નથી કે સદીઓ માં કોઈ થોડા લોકો આખરી મુકામ પર પહોંચે છે.


- એલીફ શફાક ના Forty Rules of Love માંથી ઉધ્ધૃત


મનન ના પ્રશ્નો:
૧.) જાત (નફ્સ) વિષે ના સાત ચરણો વિષે તમારું શું મંતવ્ય છે.
૨.) કોઈ એવો અનુભવ વર્ણવો જયારે તમે કોઈ એક ચરણ માં થી પસાર થવાની જાણકારી નો અનુભવ કર્યો હોય.
૩.) તમને આ જાણકારી રહે કે, તમે ક્યાં ચરણ માં છો અને તમને ત્યાંથી કેવી રીતે આગળ વધવું, તેને માટે શું મદદ કરશે?
 

Excerpted from Elif Shafak's Forty Rules of Love.


Add Your Reflection

15 Past Reflections