What Breaks Your Heart?

Author
Maria Shriver
64 words, 36K views, 22 comments

Image of the Weekતમારું હ્રદય શાનાથી તૂટે છે?


- મારિયા શ્રાઈવર


તમારું હ્રદય શાનાથી તૂટે છે? તમારો આત્મા શું ઝંખે છે? અને, આ બધું તમે અત્યારે જે રીતે જીવો છો તેની સાથે કેવી રીતે જોડાયેલું છે?
આ પ્રશ્ન મને પ્રિય છે કારણકે તે મને મારા જોશ અને અર્થ ને નવી રીતે વિચારવાની તક આપે છે. આજે આ તમારી સમક્ષ મુકવાનું મન થયું કારણકે મને લાગ્યું કે આ પ્રશ્ન આપણને બધાને લાગુ પડે છે. અને, હું એ પણ માનું છું કે આનો જવાબ આપણા બધાની અંદર ના ઊંડાણમાં ક્યાંક રહેલો છે.


હું એ પણ દ્રઢતા થી માનું છું કે આપણે બધાં માનવતાને આગળ લાવવા અહિયાં છીએ. હું દ્રઢતાથી માનું છું કે આપણા માં ના દરેક ને બીજાને મદદરૂપ થવાની ઝંખના છે, અને આપણું જીવન સારરૂપ રીતે જીવવાની પણ.


“તમારું હ્રદય શાનાથી તૂટે છે?” તે મેં સાંભળેલો ઉત્તમ પ્રશ્ન છે, જે તમને તમારા આત્મા ની ઝંખના ની નજીક લાવે છે અને તમારા જીવન ની કામના અને અર્થ ની પાસે લાવે છે. પણ આ પ્રશ્ન નો તમે જવાબ આપો તે પહેલાં તમારે એ કબૂલવું પડે કે તમારું હ્રદય તૂટેલ છે અથવા તો તૂટ્યું છે.


મારું માનવું છે કે આપણે એવું માનીએ છીએ કે પ્રેમ માં નિષ્ફળતા મેળવવાથી હ્રદય તૂટે છે. અને આવું સાચે હોય શકે, પરંતુ, હ્રદય એટલે પણ તૂટે જયારે, તમે જેને અમૂલ્ય માનો છો, તેને તમારો વર્ગ, તમારો સમાજ કે બીજાઓ જરાપણ મહત્વ નથી આપતાં.
દાખલા તરીકે મારી મા નું હ્રદય માનસિક બીમારી થી પીડાતા લોકો પ્રત્યે સમાજના વલણ ને લઇ ને તૂટતું, અને એટલે તેઓ એ સ્પેશીયલ ઓલમ્પિક નું સર્જન કર્યું. મારા પિતાનું હ્રદય દરિદ્રતા જોઇને તૂટતું – આર્થીક અને અધ્યાત્મિક દરિદ્રતા –અને એટલે તેમને દરિદ્રતા સામે યુદ્ધ આદર્યું. મારી દીકરી નું હ્રદય તૂટે છે જયારે તે પ્રાણીઓ ને થતી ક્રૂરતા અને પછી તેને રસ્તે ફેંકી દેતાં જુએ છે, તેથી તેને આ બાબત ને વર્ણવતા પુસ્તક લખ્યું, “મેવરિક એન્ડ મી .” મારી બીજી દીકરી નું હ્રદય માનસિક બીમારી થી પીડાતા લોકો તરફ બીજાઓ નું વલણ કેવું અમાનવીય અને બેફિકરું હોય છે તે જોઇને દ્રવિત થઈ જાય છે, અને તેથી તે આ વિષે સમજ વધે તેટલે લેખો લખે છે. અને આમ ચાલે છે....


આજે પણ અનેક બાબત થી મારું હ્રદય તૂટે છે. હજી પણ આપણે અલ્ઝાઈમરની દવા નથી શોધી શક્યા તે હકીકત થી મારું હ્રદય તૂટે છે. કેટલાંય લોકો ખુબ મહેનત કરવા છતાંય પગાર અને આખર તારીખ વચ્ચે જીવે છે તેમને થતાં આ અન્યાય ને કારણે મારું હ્રદય તૂટે છે. આપણા પ્રાંત ની અપરાધ સમક્ષ ન્યાયીકરણ ની વ્યવસ્થા ને કારણે હ્રદય તૂટે છે. વર્ષો સુધી અન્યાય સહન કરતી આવતી સ્ત્રી જયારે તેની આપવીતી કહે તેને સાંભળીને હ્રદય તૂટે છે.

પણ, ખરેખર જે વાત છે, જેને કારણે અત્યારે હ્રદય તૂટે છે, તે એ છે કે આપણે કેટલાં વિછિન્ન થઇ ગયા છીએ. એક બીજા તરફ કેટલું નીચ વલણ છે આપણું. એક બીજા ના કેવા ટીકાકાર બની ગયા છીએ. એક બીજાના ના વિવેચક બની અને કેટલો ક્રોધ કરીએ છીએ એકબીજા પ્રત્યે. અને, કેટલાં એકલાં લાગીએ છીએ આપણે બધાં.



તે છતાંય, ઊંડાણ માં એક દ્રઢ વિશ્વાસ છે કે આપણે બધા એકજ ખોજ માં છીએ. આપણા બધાં ની ઝંખના છે સ્વીકૃતિની, કોઈના આપણ ને જોવાની અને સમજવાની, અને એવી જગા માં આમંત્રિત થવાની જ્યાં આપણે એક થઇ શકીએ.


આ જગા, હું માનું છું, એક મોટું ખુલ્લું મેદાન છે જે સ્વપ્નદર્શીઓ અને અન્વેષકો થી ભરાયેલું છે. જે શિક્ષકો અને તબીબો, માતાઓ અને પિતાઓ, અને નાના મોટા બધાં થી ભરાયેલું છે.


જે બાબત મારું હ્રદય તોડે છે, તે, તેવે વખતે મારા હ્રદય ને ભરી ને ઇંધણ પણ પૂરું પાડે છે. તે એવો દ્રઢ વિશ્વાસ કે આપણે એકમેક કરતાં જુદાં ને બદલે વધું સમાન છીએ. તે વિશ્વાસ કે આપણી ઝંખના અલગ થવાને બદલે એક થવાની છે. એ વિશ્વાસ કે આપણે દુઃખીને, તૂટીને ફરી ટુકડાઓ ને એક કરવા છે, અને આ સાથે મળીને કરવું છે.


મારું કહેવાનું એમ નથી કે આપણા માં ના ઘણાને જે ક્રોધ ઉપજે છે તે વ્યાજબી નથી. પણ, આપણા આ ક્રોધ ને કર્મ ની બાજી માં પલટાવીએ અને આપણા અર્થ ને ઇંધણ આપીએ. હું એવી કલ્પના કરું છું કે આપણે બધાં હ્રદય ભગ્ન લોકો સાથે મળીને કામે લાગીએ અને રૂઝ લાવીએ, આપણી વચ્ચે ના ભેદ ની તિરાડ ની મરમ્મત કરીએ.


આ મારું હ્રદય તોડે છે, તમારું શાનાથી તૂટે છે? મને જાણવું ગમશે.
- મારિયા શ્રાઈવર


મનન ના પ્રશ્નો:
૧.) તમારું હ્રદય શાનાથી તૂટે છે?
૨.) તમે એવો અનુભવ કર્યો છે કે જે બાબત તમારું હ્રદય તોડે તે જ તેને ભરી ને ઇંધણ પૂરું પાડે?
૩.) એ સ્વીકારવા કે હ્રદય તૂટેલ છે અથવા તૂટ્યું હતું તમને શું મદદ કરશે?
 

by Maria Shriver, excerpted from here.


Add Your Reflection

22 Past Reflections