The Poisoned Tree


Image of the Weekઝેરી વૃક્ષ


-જેક કોર્નફિલ્ડ

આપણી મુસીબતો નો સામનો કરવાની પરિપક્વતા કેળવવા માટે પ્રાચીન સમય ની એક ઝેરી વૃક્ષ ની કથા ઉદારહણ તરીકે આપવામાં આવે છે. ઝેરી વૃક્ષ પહેલીવાર જોતાની સાથેજ, અમુક માણસો તેને ખતરા તરીકે જુએ છે. તેઓનો પહેલો પ્રતિભાવ એવો કે, “ચાલો, આને કાપી નાખીએ, તે આપણને નુકસાન કરે તે પહેલાં. બીજું કોઇપણ આનું ઝેરી ફળ ખાય તે પહેલાં તેને કાપવું જોઈએ.” આ જીવનમાં આવતી મુશ્કેલ પરિસ્થિતિ જેમકે, જયારે આક્રમકતા, નિરાશા કે સંતાપ આપણા કે અન્ય ના જીવન માં જોઈએ, તેની સામેની આપણી પહેલી પ્રતિક્રિયા દર્શાવે છે. આપણી પહેલી પ્રતિક્રિયા તેને ટાળીને, એમ કહેવાની છે, “આ ઝેર આપણા પર ત્રાસદાયક છે. તેને ઉખાડી નાખીએ; તેનો નિકાલ કરી દઈએ. તેને કાપી ને પાડી દઈએ.“

જેઓ ની આધ્યાત્મિક માર્ગ માં થોડી ઉન્નતી થઇ છે તેવા બીજા લોકો, જયારે, આ ઝેરી વૃક્ષ સન્મુખ હોય છે, ત્યારે તેવી દ્વેષદ્રષ્ટી નથી કરતા. તેઓ સમજ્યા છે કે જીવંત તત્વ પ્રત્યે ઉજાગર થવા આપણી આસપાસ જે બધું છે તેના તરફ હ્રદય ના ઊંડાણથી કરુણામય થવું અનિવાર્ય છે. એવું જાણીને કે આ ઝેરી વૃક્ષ પણ આપણોજ એક ભાગ છે, તેઓ કહે છે, “તેને કાપવું નથી. તેને બદલે તેના માટે પણ કરુણામય બનીએ.“ એટલે ઝેરી વૃક્ષ ની આસપાસ તેઓ વાડ બાંધે, જેથી બીજા તેના ઝેરી ફળ ના શિકાર ના બને અને વૃક્ષ પણ જીવી જાય. આ બીજી પ્રકાર નો પ્રતિસાદ ગહન બદલાવ બતાવે છે ન્યાયીકરણ અને ભયમાંથી કરુણા તરફ નો.

ત્રીજા પ્રકાર ના લોકો, જેઓ અધ્યાત્મ જીવન માં હજી ઊંડા છે, તે એજ વૃક્ષ ને જુએ છે. આ વ્યક્તિ, જેને ઘણું જ્ઞાન મેળવ્યું છે, જુએ અને કહે, “ અરે, ઝેરી વૃક્ષ. ઉત્તમ! હું આજ શોધી રહ્યો હતો.“ આ વ્યક્તિ ઝેરી ફળ તોડશે, તેના ગુણધર્મો નો અભ્યાસ કરશે, તેને બીજા પદાર્થ સાથે ભેળવશે, અને તેના ઝેર નો ઉપયોગ કોઈ ઉત્તમ દવા બનાવવા માં કરશે જે માંદા ને સાજા કરે અને દુનિયા ના દુઃખો ને પલટાવશે. સમજણ અને આદર દ્વારા આ વ્યક્તિ બીજાઓ કરતા અલગ દ્રષ્ટી કેળવી અને સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ અમુલ્ય સાર શોધે છે.
[...]

જીવન ના દરેક ક્ષેત્ર માં, આ રીતે આપણા હ્રદય માં ભૂસું ખસેડી ને સોનું શોધવાનો મોકો છે. આપણી પાસેથી માત્ર આદરપૂર્ણ સંભાળ, અને મુશ્કેલીમાંથી શીખવા ની તૈયારી માગી લે છે. લડવા ને બદલે, જયારે આપણે જ્ઞાનચક્ષુ થી જોઈએ, મુશ્કેલીઓ સારા નસીબ માં પલટાય.
જયારે આપણું શરીર માંદુ પડે, ત્યારે રોગ સામે લડવા ને બદલે, જો આપણે તેમાં રહેલી માહિતી તરફ ધ્યાન દઈએ તો તેનો ઉપયોગ સાજા થવામાં કરી શકીએ. જયારે આપણા બાળકો રડે કે ફરિયાદ કરે, ત્યારે તેમને અટકાવવા ને બદલે તેમની ઊંડી જરૂરિયાત ને સાંભળીયે. આપણા પ્રેમી કે સાથીની કોઈક બાબત તરફ આપણને તકલીફ હોય, ત્યારે આપણે આપણી અંદર આ બાબત સાથે કેવો વ્યવહાર છે તેનો અભ્યાસ કરીએ. નબળાઈઓ અને મુશ્કેલીઓ આપણને જે શીખવાનું છે તે તરફ દોરી જશે.

જેક કોર્નફિલ્ડ ના “A Path with Heart માંથી ઉદધૃત

મનન ના પ્રશ્નો:
૧.) આદર અને સમજણ દ્વારા કેવી રીતે સૌથી મુશ્કેલ પરિસ્થિતિ માં પણ મુલ્ય શોધવું- તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) અંદર નું ભૂસું પલટાવી ને સોનું શોધવા નો તમને અનુભવ થયો છે?
૩.) મુશ્કેલી માંથી શીખવા માં શું મદદ કરશે?
 

Excerpted from A Path with Heart by Jack Kornfield.


Add Your Reflection

18 Past Reflections