Perception Is A Mirror


Image of the Weekસમજણ એક અરિસો છે


- ફ્રાંસીસ વોગન અને રોજર વાલ્શ દ્વારા સંપાદિત


તમારી પ્રતિક્રિયા તમારી સમજણ પ્રમાણે હોય છે, અને જેવી તમારી સમજણ તેવું તમારું વર્તન.
બધા પ્રત્યે ની પ્રતિક્રિયા અને તે પ્રત્યે ની સમજણ તમારા ઉપર છે,
કારણકે આ સમજણ તમારું મન નક્કી કરે છે.

તમે વિવેચના ની સભાનતા વગર એ નહીં સમજી શકો કે તમારી સમજણ તમારા વિવેચન માંથી ઉત્પન્ન થાય છે.

એ સમજો કે તમારી પ્રતિક્રિયા, ક્યારેય, સીધી, બાબત પ્રત્યે નથી હોતી
પરંતુ તમારા તે બાબત ના વિવેચન પ્રત્યે હોય છે.
તેથી તમારું વિવેચન એ તમારી પ્રતિક્રિયા નું સમર્થન બને છે.

વિવેચન ચયન કરી ને તમે જે જગત જુઓ છો તેનું નિર્માણ કરે છે.
મનના નિર્દેશ મુજબ તે ખરેખર ચુનાવ કરે છે.
રંગ, રૂપ, ગુણ અને કેવો પ્રકાશ પડશે તેના વિધાન, અને જો બીજી સમ્યક વસ્તુ હોય તો.
પણ તે સમ્યક નથી.
કારણકે તમે જેના માટે શોધ કરો છો, તે તમને મળવાનો અવકાશ, તમે જેને અવગણો છો
તેના કરતાં વધારે છે.
જગત તમને તમારી છાપ વિષે નહીં શીખવાડી શકે
જો તમે તેને માટે તૈયાર નહીં હો તો.

સત્ય ને સ્થાપિત થવામાં તમારા સાથ ની કોઈ જરૂર નથી.
પણ તમારા, તે માટેના જ્ઞાન પ્રાગટ્ય ને તમારી જરૂર છે.

સમજણ એક ચુનાવ છે કે તમારે શું બનવું છે;
કેવા જગત માં રહેવું છે, અને કેવી પરિસ્થિતિ તમારા મનને સંતોષ અને તૃપ્તિ આપી શકશે.
તમે નક્કી કરો, તેવી સુરક્ષાનો તે ચુનાવ કરશે.
તમારે જેવા બનવું છે, તેવી રીતે તમને તમારી સમક્ષ પ્રગટ કરશે.
અને હંમેશ તમારા ઉદેશ્ય ને વફાદાર રહેશે.

તો આપણે તેમાં રાજી રહીએ કે તમે જે જુઓ તેનો વિશ્વાસ કરશો,
અને તે (સમજણ), તમે જેમાં વિશ્વાસ કરો છો તેને બદલવા માટે છે.

જો તમે સાચી સમજણ ઉભી કરો તો તમે ખોટા અર્થઘટનો ને રદ્દ કરશો, તમારા પોતાનામાં અને સાથે બીજામાં પણ. કારણકે તમે, તેઓ જેવા છે તેવા તેમને જુઓ છો, તેમના સત્ય ને સ્વીકારવાની તમારી તૈયારી છે,
જેને કારણે તેઓ પણ પોતાને સ્વીકારી શકે.
તો ચાલો તૃપ્ત બની ન વિરમીએ
જ્યાં સુધી આખું જગત આ બદલાયેલ સમજણ ને ઓળખે.
ત્યાં સુધી, જ્યાં સુધી ક્ષમા પૂર્ણ ન બને.

હું આ શાંતિ સંદેશ મારા ભાઈઓ સાથે વહેચું, તેજ ક્ષણે,
હું એ સમજવાનું શરૂ કરું છું કે આ
શાંતિ મારા હ્રદયના ઊંડાણમાંથી આવે છે.

"Gifts from a Course in Miracles" માંથી ફ્રાંસીસ વોગન અને રોજર વાલ્શ દ્વારા સંપાદિત

મનન ના પ્રશ્નો:
૧.) આપણને આપણે જે જોઈએ છીએ, માનીએ છીએ કે શું જોવું છે, તે બદલવા ની આઝાદી આપણને છે, તે વિશે તમારું શું મંતવ્ય છે?
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જયારે તમે તમારી સમજણ થી વાકેફ થયા હોવ અને પછી તેને બદલી હોય.
૩.) તમારી માન્યતાઓ જે તમારી સમજણ ને ઉત્પન્ન કરે છે તેના પ્રત્યે કેવી રીતે જાગૃતિ કેળવશો?
 

Excerpted from "Gifts from a Course in Miracles". Edited by Frances Vaughan and Roger Walsh.


Add Your Reflection

7 Past Reflections