Simplicity of the Heart

Author
J. Krishnamurti
30 words, 20K views, 12 comments

Image of the Weekહૃદયની સરળતા

જે. કૃષ્ણમૂર્તિ

માલીકીની ભાવના ની સરળતા કરતાં હૃદયની સરળતા ક્યાંય ચઢિયાતી છે. ઓછી વસ્તુઓથી ચલાવી લેવું તે પ્રમાણમાં સરળ છે. સુખ સગવડ કે ધુમ્રપાન કે એવી બીજી આદતોનો ત્યાગ કરવો હૃદયની સરળતા તરફ ઈગિત કરતાં નથી. દુન્યવી કપડા, આરામ આપતી વસ્તુઓથી વિમુખ થઇને કૌપીનધારી બનવાથી મુક્તાવસ્થા છે તેવો સંકેત મળતો નથી. કોઈ માણસ દુનિયા અને તેના માર્ગોનો ત્યાગ કરે પણ જો તેની ઈચ્છાઓ અને આશાઓ જેમની તેમ રહે તો ભલે તેણે/ તેણીએ સન્યાસીનો અંચળો ઓઢી લીધો હોય પણ તેણે માટે શાંતિનો પથ જાણવો અશક્ય છે. તેની આંખો હંમેશા ચકરાવે ચડશે અને તેનું મન સંદેહો અને આશાઓથી ફાટફાટ થતું રેહશે.

એક પછી એક પગથીયું અંત સુધી પહોંચવા માટે તમે ત્યાગ અને અનુશાશનની કેડીઓ કંડારી તમારો માર્ગ નક્કી કરો, તમે કેટલા સહનશીલ અને માયાળુ બન્યા અને એવા બીજા બધાં ગુણોને ધ્યાનમાં લઈને તમારી સિદ્ધિની પ્રગતિનું માપ કાઢો. તમે જંગલમાં ભાગી જઈને કે એકાંત મંદિરમાં કે અંધારા ઓરડામાં દિવસો સુધી ધ્યાન અને ભજન કરતાં એકાગ્રતા સાધવાની કળા શીખી લીધી હોય, બાહ્ય રીતે તમે તમારી જિંદગી સાદી બનાવી લીધી હોય અને આ વિચારપૂર્વકની અને ગણતરીપૂર્વકની વ્યવસ્થાથી તમે પરમાનંદ (મુક્તિ) સુધી આ દુનિયામાં પહોંચવા ઈચ્છતા હો તો તે શક્ય નથી.

શું સત્ય સુધી બાહ્ય નિયંત્રણ કે મંજુરી વડે પંહોચી શકાય? શું સત્યના દ્વાર બાહ્ય સાદગી અને સુખ સગવડના ત્યાગ જે દેખીતી રીતે જરૂરી લાગે છે તેના અભિગમ દ્વારા ખુલી શકે? મન અને હૃદય પર આરામદેહિતા અને સફળતા ભારરૂપ થઇ જાય તેનાં કરતાં યાત્રા સરળ રહે તે માટે આપણે બાહ્યાચારને કેમ મહત્વ આપીએ છીએ? આપણા ઈરાદાઓની બહાર જાણ થાય તે માટે આપણે આટલાં આતુરતાથી શા માટે નિશ્ચય કરીએ છીએ? શું એ આત્મવંચના છે કે બીજા શું કહેશે એની બીક છે? આપણે આપણી પોતાની સમગ્રતાથી આપણી જાતને સમજાવવા માટે શા માટે ઈચ્છીએ છીએ? શું આખો કોયડો આપણી પ્રાપ્તિ માટેની મહત્તાથી વાકેફ થવાનો, તે માટેની ચોક્કસ ઈચ્છાની પ્રાપ્તિમાં પડેલો નથી?

ઈચ્છાતૃપ્તિ હોવી તે ગુંચવાડાની શરૂઆત છે. ઈચ્છાઓની સતત વણઝારથી અંદર અને બહારથી ભોગ અને ત્યાગ, હકાર અને નકારથી દોરવાયા કરીએ છીએ. સમયપર બધી વસ્તુઓ નાશ પામે છે તેમ છતાં અથાગ રીતે આપણે તેણે વળગી રહીએ છીએ. પરંતુ આ સંગ્રામ હકારાત્મકતા કે નકારાત્મકતા, વળગણ કે ત્યાગ કે કોઈ પણ બીજા બાહ્યાચારકે અનુશાશનથી સમાપ્ત થવાનો નથી. પણ આ લડાઈ કુદરતી રીતે અને આપોઆપ બાહ્યભ્યંતર રીતે એકત્ર થયેલાં દ્વંદ્વમાંથી મુક્તિ આપનારી સમજણ લાવી શકે છે. પરમ સત્ય ત્યાગ કે બીજા કોઈ પણ રીતે પ્રાપ્ત કરવું શક્ય નથી. પરમ સત્યની પ્રાપ્તિ માટે જે વસ્તુથી અંતિમ સ્વરૂપે રાગ ઉત્પન્ન થતો હોય તે બધી વસ્તુઓની સમાપ્તિ થવી જોઈએ. વિતરાગી થવું જોઈએ.

મનન નાં પ્રશ્નો:
૧.”કોઈ પણ સાધના દ્વારા સત્યને પામવાનું શક્ય નથી.” આ વાત તમે કેવી રીતે મૂલવશો?
૨: આંતરિક કે બાહ્ય ઈચ્છાઓથી પર થઇને તમે ક્યારેય હૃદયની સરળતાનો અનુભવ કર્યો હોય તો તેવો કોઈ વ્યક્તિગત પ્રસંગ વર્ણવી શકશો?
૩: ઉપરોક્ત સંદેશથી તમે કઈ રીતે શીખશો કે કોઈ પણ પ્રકારની ઈચ્છા આપણને સત્યથી હંમેશા દૂર રાખે છે? (માટે નિસ્પૃહી બનો)

J. Krishnamurti નાં Commentaries on Living માંથી ઉધ્ધ્રુત
 

Excerpted from J. Krishnamurti's Commentaries on Living.


Add Your Reflection

12 Past Reflections