Keeping Nothing Between

Author
Eugene Gendlin
35 words, 23K views, 13 comments

Image of the Weekવચ્ચે કશું જ ના રાખવું


-યુજેન ગેંડલીન

એક નાનકડી બાળકી એક રેસ્ટોરન્ટમાં જતાં જતાં તમારી સામે જુએ છે. તે કેવળ ખુલ્લી દ્રષ્ટિ જ હતી, તેણીની તમારા તરફની. તેણીને તે ખબર નહતી કે અજાણ્યા લોકો સાથે જોડાવવું નહીં. તેથી તેણીએ આ જ્ઞાનનો ઉપયોગ તમારી સાથે ના કર્યો. બંને વચ્ચે કશું જ ન હતું. તમે ફરી જોયું. તેણીના માતા-પિતાએ તેણીને પોતાની સામે બેસાડી દીધી, પરંતુ પછી જયારે તેઓ નીકળ્યા ત્યારે ફરી પાછુ જોવા તે દરવાજેથી પાછળ ફરી. આખરે તો તમે બંને મળ્યા હતા તેથી તે વિદાય લેતી હતી.


પેહલા ધોરણમાં બાળકો શિક્ષક તરફ કૈક જિજ્ઞાશાવૃતિથી, ખુલ્લા મનથી તેઓની પાસે પહોંચવાની દ્રષ્ટિથી જુએ છે. બંને વચ્ચે કશું જ હોતું નથી. શિક્ષક્ને તો બાળકની વાંચવા લખવાની ક્ષમતા જાણવા પુરતોજ રસ હોય છે, અને તેઓ એક વખત એક બાળકને જોયા પછી પાછા ફરીને જોતા પણ નથી.


શું નાના બાળકોજ વચ્ચે કઈ રાખતા નથી? કે યુવાનો પણ તેમ કરી શકે છે? આપણે પણ કરી શકીએ પણ આપણા માટે તે એક વિશેષ વિષય બની જતો હોય છે. અત્યારે જો તમે મને જોવા આવ્યા હોવ તો હું તમારી સામે તે રીતે જોઈ ના શકુ, અને મેં એ પણ જાણ્યું ના હોય કે તમે મારી સામે જોયું કે નહીં. તમે મને મારા અમુક ચોક્કસ મુડમાં અને મારી ખાનગી ગડમથલમાં વ્યસ્ત જોશો. હું આ પેપર લખવામાં પહેલેથીજ વ્યસ્ત છું, એવામાં તમે ઓચિંતા આવો ત્યારે એક ત્રીજું ઝુંડ પણ આવશે. કોઈ વ્યક્તિને યોગ્ય રીતે આવકારવી એક સામાજિક સભ્યતા હોય છે. પરંતુ અત્યારે તે માટે હું માનસિક રીતે તૈયાર નથી, અથવા તો જો તમે જૂના મિત્ર હો તો હું તે પરિચયને કારણે, આપણી બંનેની વચ્ચેના સંબંધોની રીતે તમોને આવકારીશ. જો તમે આ મુલાકાતમાં મને કોઈ તાજા ઊંડા સંબંધો સાથે જોડવા માંગતા હશો તો મને મારા અત્યારના મુડમાંથી બહાર નીકળી સાધારણ સ્થિતિમાં આવતા થોડોક સમય લાગશે, અને પછી હું મારા કામને એક બાજુએ મૂકી દઈશ. પછી મારું મન તેમાં નહીં હોય. હવે કઈ પણ વચ્ચે રાખ્યા વગર હું ફક્ત અહીં જ હોઈશ. પરંતુ આ બધું પાછળ મૂકી અને યાંત્રિક વર્તન કરવું સહેલું છે. જો મારે ખરેખર તમારી સાથે રેહવું જ હોય તો તેની આગળ કશુજ ના આવી શકે. અને મને એ પણ ખબર છે કે મારા સ્વબચાવને અર્થે હું ફરી યાંત્રિક વર્તન તરફ વળું. મારી પાસે આવા ઘણા રસ્તાઓ છે પરંતુ આપણી વચ્ચે હું તેઓને લાવવા નથી માંગતો.


જો હું તમારી અને મારી વચ્ચે કશું જ ના આવવા દઉં તો તમે મારી આંખોમાં આંખો મેળવી શકો છો. તો કદાચ તમે નહીં જુઓ, પણ જો પ્રયત્ન કરશો તો હું કશું પણ છુપાવીશ નહીં. ત્યારે તમે કોઈક ઘણાં જ અધૂરાં વ્યક્તિને જોશો, પણ ખરા સંબંધ માટે કોઈ વિશિષ્ટ વ્યક્તિની જરૂરિયાત હોતી નથી. આ હકીકત મનને શાંત કરે છે.


યુજેન ગેંડલીનના ‘યુ એન્ડ આઈ’ માંથી ઉદ્ઘૃત.


મનન માટેનાં પ્રશ્નો:
૧. ‘વચ્ચે કશુ જ ના રાખવું’ એ બાબતે તમે શું સમજ્યા છો?
૨. તમે કોઈ એવો પ્રસંગ વર્ણવી શકશો જયારે તમે તમરી વચ્ચે કશુજ ના રાખ્યું હોય?
૩. કયા અભ્યાસથી તમે વચ્ચે કશું જ ના રાખવાની ટેવ પાડી શકશો?
 

Extract from You and I - The Person in There by Eugene Gendlin.


Add Your Reflection

13 Past Reflections