Blessings for Earth-Healers

Author
Starhawk
51 words, 20K views, 13 comments

Image of the Weekપૃથ્વીને શાતા આપનાર પ્રત્યે આશીર્વાદ વરસો

સ્ટાર હોક

અમે એ બધા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ, જેઓએ મોટા કે નાના પાયા પર પૃથ્વીને શાતા આપવાનું કે સંરક્ષણ કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હોય. ખાતર બનાવનાર, માળી, જીવડા અને મશરૂમને ઉછેરનાર, જમીનને ફળદ્રુપ બનાવનાર, જેઓ પાણીનું શુદ્ધિકારણ કરીને હવાને શુદ્ધ કરે છે, બીજાઓએ કરેલ ગંદકી ને જેઓ સાફ કરે છે, તે બધા પ્રત્યે અમે આશીર્વાદ વરસાવીએ છીએ. જેઓ વૃક્ષોને રક્ષે છે અને વૃક્ષો વાવે છે, જેઓ વન રક્ષણ કરે છે અને નવા જંગલો બનાવે છે, તે બધાને અમારા આશીર્વાદ છે. જેઓ જમીનના ઘસારાને રોકે છે, જેઓ માછીમારીને પૂર્વસ્થિતિમાં લાવે છે, જેઓ ઔષધીય વનસ્પતિની રક્ષા કરે છે અને જેઓ જંગલી વૃક્ષોનાં મૂલ્યને જાણે છે તે બધા પ્રત્યે અમે આશીર્વાદ વરસાવીએ છીએ, જેઓ શહેરોને શાતા આપે છે( અને તેને ફરી જીવંત બનાવે છે) તેમના ઉત્સાહ, રચનાત્મક શક્તિ અને જે પ્રેમથી તેમને ફરીથી જીવંત બનાવે છે તેઓના અમે આભારી છીએ. જેઓ લોભનો વિરોધ પોતાનાં જીવના જોખમે કરે છે આમ કરતાં જેઓ ઘવાય છે અને જેઓએ પોતાનું જીવન ધરતીમાતાની સેવામ સમર્પિત કર્યું હોય તેઓ પ્રત્યે અમો આશીર્વાદ વરસાવીએ છીએ.


ધરતીને શાતા આપનાર દરેકને જીવનમાં શાતા મળો. ધરતીમા પ્રત્યેનો અગાધ પ્રેમનો જુસ્સો પ્રતિદિન વધતો રહો. ભલે તેઓ ભયનું કારણ જાણતા હોય છતાં ભયથી અટકતા ના હોય, તેઓ પોતાનાં ગુસ્સાને જાણતા હોય છતાં ગુસ્સો તેમના ઉપર સવાર ના થાઓ. તેઓ દુઃખને આવકારે પણ દુઃખને લીધે પાંગળા(લાચાર) ના બની જાઓ. તેઓનો ગુસ્સો, ભય અને દુઃખ તેઓ જે વસ્તુ કરવા માંગતા હોય તેમાં કરુણા પ્રેમ અને પ્રેરણા રૂપે પરિવર્તિત બની રહો. તેઓ જે કાર્ય કરવા માંગતા હોય તે માટે તેઓને સહાયતા, આધાર, હિમત, નશીબ, શક્તિ, પ્રેમ, તંદુરસ્તી અને આનંદ મળી રહો. તેઓ યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને યોગ્ય માર્ગે ચાલો. તેઓ મહાન જાગૃતિ લાવો. ધર્તીમાંતાનો અવાજ સાંભળવા તેઓના કાન ખુલ્લા હોય, અસમતોલ પણાને તેઓ સમતોલપણામાં પરિવર્તિત કરી દે, તિરસ્કાર અને લોભને પ્રેમમાં પરિવર્તિત કરી દે. ધરતીને શાતા આપનાર સૌ પર આશીર્વાદ વરસો.


મનન માટેનાં પ્રશ્નો: ધરતીને શાતા આપનારને શાતા મળી જ જાય છે એ વાત તમે કેવી રીતે સમજાવી શકશો? તમે કોઈ એવી હકીકત બતાવી શકશો જયારે તમે ધરતીને શાતા આપનાર પણ હો અને તમને પણ શાતાની (healing) જરૂર હોય? ધરતીને શાતા આપનાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાથી તમને શું સહાયતા મળે છે?


સ્ટારહોક નાં ‘ The Earth Path’ માંથી ઉદધૃત

 

Excerpted from The Earth Path by Starhawk.


Add Your Reflection

13 Past Reflections