No Better Place to Meet Yourself

Author
Moussa Ag Assarid
39 words, 69K views, 23 comments

Image of the Weekસ્વને મળવા માટે આનાથી વધુ સુંદર સ્થળ કયું હોઈ શકે?

માઉસા અગ અસારીડ.(માઅઅ)

માઅઅ: મને મારી ઉમર ખબર નથી. હું સહારાના રણમાં જન્મ્યો છું જેનો કોઈ લેખિત પુરાવો નથી. માલીની ઉત્તરે ટીન્બુકરુ અને ગાઓનિ વચ્ચે આવેલા ટોઆરગીસના વણઝારાના કેમ્પમાં મારો જન્મ થયો હતો.
પ: તેઓ પોતાની આજીવિકા માટે શું કરે છે?
માઅઅ: અમે ભરવાડો, ઊંટ. બકરાં, ઘેટાં,ગાયો અને ઘધેડાઓ મૌન અને અનંતતાના સામ્રાજ્યમાં રહીએ છીએ.
પ: શું રણપ્રદેશ ખરેખર એટલો મૌનયુક્ત હોય છે?
માઅઅ: તે શાંતિમાં જો તમે તમારી જાત સાથે હો તો તમારાં હૃદયના ધબકારા પણ સાંભળી શકો. પોતાની જાતને મળવા માટે આનાથી વધુ સારું સ્થળ કયું હોઈ શકે?
પ: રણમાં તમારાં બાળપણની કઈ યાદો યાદગાર છે?
માઅઅ: હું સૂર્યોદય સાથે જાગું છું. મારા પિતાજીની બકરીઓ ત્યાં છે. તે અમને દૂધ અને માંસ આપે છે. અમો તેઓને જ્યાં ઘાસ અને પાણી હોય ત્યાં લઇ જઈએ છીએ. બાપદાદાના વખતથી અમે આ કરીએ છીએ. આના સિવાય આ દુનિયામાં કશુજ નથી. આ સમયમાં હું ખુબજ ખુશ હતો.
પ: ખરેખર આ કઇ અદભુત નથી લાગતું?
માઅઅ: ખરેખા એમજ છે. સાત વર્ષની ઉમરે તમે એકલા કેમ્પથી દૂર જઈ શકો છો અને આની પૂર્વ તૈયારી રૂપે તમને આટલી અગત્યની વસ્તુની જાણ કરાય છે. હવાને સુંઘવી, ધ્યાનપૂર્વક સાંભળવું, કાળજીપૂર્વક જોવું, સૂર્ય, ચંદ્ર અને તારાઓનાં અભિગમને જાણવા વિગેરે. તેમ છતા ક્યાંક ભૂલા પડો તો ઉટ તમારો માર્ગદર્શક બનશે, તે જ્યાં પાણી હશે ત્યાં તમને લઇ જશે.
પ: ખરેખર આ જાણવું બહુજ જરૂરી છે.
માઅઅ: ત્યાં બધુંજ સરળ છે છતાં ગહન(સૂક્ષ્મ) છે. ત્યાં ખુબજ સીમિત વસ્તુઓ હોય છે અને તેથી દરેકની કિંમત પણ અગણિત હોય છે.
પ: એટલે આ અને તે દુનિયા તદ્દન જુદી છે.
માઅઅ: ત્યાં દરેક નાની વસ્તુ ખુશી આપે છે. દરેક સ્પર્શ અમુલ્ય છે. એકબીજાના સાથમાં, એકબીજાનાં સ્પર્શમાં ખુબજ આનંદનો અનુભવ થાય છે. ત્યાં કોઈ કંઈપણ બનવાનું સ્વપ્ન જોતું નથી કારણકે દરેક છે તેવા છે.
પ: યુરોપના તમારા પેહલા પ્રવાસમાં તમને કઇ વસ્તુ આઘાતજનક લાગી?
માંઅઅ: એરપોર્ટપર મેં લોકોને દોડતા જોયા. રણમાં જયારે રેતીનું તોફાન આવતું જણાય ત્યારે જ લોકો દોડે છે, તેથી હું થોડો ડરી પણ ગયો હતો.
પ: તેઓ પોતપોતાનાં સમાન માટે દોડતા હતા. હા..હા..હા....(હાસ્ય)
માઅઅ: હા, ખરેખર એમજ હતું.
પ: અહીં તમોને કઇ વસ્તુથી અણગમો છે?
માઅઅ: અહીં ઘણાં લોકો પાસે બધુંજ છે છતાં તે તેમને મન પુરતું નથી. તેઓ ફરિયાદ કરે છે. આધુનિક જગતમાં ઘણાં લોકો આની ફરિયાદ કરે છે. તેઓ પોતાની જાતને બેંક સાથે બાંધી રાખે છે, કેટલાક થોડાક લોકો વસ્તુઓ પર કબજો મેળવવા તલપાપડ હોય છે. રણપ્રદેશમાં આ પ્રકારનો કોઈ ટ્રાફિક જામ નથી. જાણો છો કેમ? કારણકે ત્યાં કોઈ વ્યક્તિ બીજાથી આગળ વધવાની હોડમાં નથી.
પ: રણમાં અત્યંત ખુશીની કોઈ ક્ષણ વિષે જણાવશો?
માઅઅ: સુર્યાસ્ત પેહલાનાં બે કલાક રણમાં અતિ ખુશી આપનારા હોય છે. ગરમી ઘટે છે અને ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે ત્યારે લોકો ધીમેધીમે કેમ્પમાં પાછા ફરે છે. આ વખતે તેઓના ચેહરાઓની રૂપરેખાઓ આકાશનાં ગુલાબી, ભુરા,લાલ,પીળા અને લીલા રંગોથી જાણે રંગાઈ જાય છે.
પ: આ વાત તો રસપ્રદ છે.
માંઅઅ: આ અદભૂત ક્ષણો છે. અમે બધાં તંબુઓમાં જઈએ છીએ અને ચા ઉકાળીએ છીએ. શાંતિથી મૌનમાં બેઠાબેઠા ઉકળતા પાણીના અવાજને માણીએ છીએ. હૃદયના ધબકારા જાણે ઉકળતા પાણીના અવાજ સાથે તાલ મિલાવી રહયા હોય તેમ, પટ..પટ..પટ..
પ: કેવું શાંતિપ્રદ!
માઅઅ: હા, અહીં તમારી પાસે ઘડિયાળો હોય છે, ત્યાં અમારી પાસે સમય.

માઉસા અગ અસરિદ વણઝારા કોમનાં ટોઉંરેગ પરિવારનાં ૧૩ બાળકોમાં સૌથી મોટા છે. ૧૯૭૫માં ઉત્તર માલીમાં જન્મ. ૧૯૯૯માં મેનેજમેન્ટના અભ્યાસ માટે ફ્રાંસ મોન્ટપેલીયર યુનિવરસીટીમાં ગયા. પત્રકાર વિક્ટર અમેલા સાથેના ઈન્ટરવ્યુમાંથી.

મનન માટે પ્રશ્નો: ૧. કુદરત સાથે અતિ આનંદમાં ક્યારેય પણ સમય વિતાવ્યો હોય તેઓ કોઈ અનુભવ?
૨. એવો કોઈ અભ્યાસ કે જેનાથી તમો તમારી જાતને સંપૂર્ણ શાંતિમાં સ્થિર કરો-કે જ્યાં તમો તમારી જાતને મળી શકો?
 

Moussa Ag Assarid is the oldest of thirteen children in a nomadic Touareg family. Born in northern Mali in 1975, he moved to France in 1999 to study Management at the University of Montpellier. The above is excerpted from an interview with Víctor Amela.


Add Your Reflection

23 Past Reflections