Compassion: an Objective Form of Empathy

Author
Jeff Weiner
38 words, 25K views, 8 comments

Image of the Weekકરુણા – સંવેદનાનુ વધારે શ્રેષ્ઠ સ્વરૂપ છે
- જેફ વેઇનર

દલાઇ લામા વર્ણવે છે તે મુજબ, ધારો કે તમે કોઇ પગડંડી પર ચાલતા હો અને એવી વ્યક્તિ ને જુઓ કે જે એક મોટા પત્થર નીચે કચડાઇ રહયો છે. તમે સંવેદનશીલ હશો તો તમે તે વ્યક્તિની કચડાઇ જવાને લીધે થતી મુંઝવણ અનુભવશો અને તેને માટે અસહાય બની જશો. જ્યારે જે વ્યક્તિમાં કરુણાની ભાવના હશે તે પોતાની જાતને દુઃખી વ્યક્તિના રૂપમાં અનુભવશે અને તે વિચારશે કે આ વ્યક્તિ ભયંકર દુઃખ નો સામનો કરી રહયો છે, તેના પ્રતિભાવ રૂપે તમારુ પૂરુ જોર લગાડીને તમે તે મોટા પત્થર ને દૂર કરવાનો અને તેને પીડામાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરશો. બીજી રીતે કહીયે તો સંવેદના કરતા કરૂણા વધારે શ્રેષ્ઠ છે. બીજાનાં દ્રષ્ટિકોણ થી વસ્તુઓ ને સ્પષ્ટ રૂપે જોવી એ એટલુ કીમતી નથી, કે જ્યારે બીજા સાથે તેને સરખાવવાનુ (જોડવાનુ) હોય, મુખ્ય ત્યા જ્યારે ખૂબ ચિંતિત પરિસ્થિતિ માં હોઇએ ત્યારે.

ઉદાહરણ રૂપે જોઇએ તો – બીજા કોઇ નો સખત વિરોધ કરતી વખતે – આપણે એક દ્ર્ષ્ટિકોણથી વિચાર કરી એ છીએ – કેવળ આપણો દ્રષ્ટિકોણ. આવી પરિસ્થિતિમાં કોઇ તુરંતજ એવુ માની લેશે કે અન્ય વ્યક્તિ તદ્દ્ન અજ્ઞાત છે, અથવા તો તેનો ઇરાદો હીન છે. તમારું મન તુરંતજ એમ વિચારવા લાગશે “તે તેઓ કેમ મારી સાથે સહમત થતા નથી”.

આવા સંજોગોમાં – પરિસ્થિતિ ને સાચી રીતે સમજવા શાંતિ થી વિચારીએ કે બીજો વ્યક્તિ આવું વિચારે છે તેની પાછળ કોઇ કારણ હોઇ શકે. દાખલા તરીકે – આવું વિચારવા પાછળ તેનો કોઇ ભૂતકાળ છે? સકારાત્મક યા શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે તેમની પાસે કોઇ યોગ્ય અનુભવ છે? આનું ઉપરછલ્લી રીતે શું પરિણામ આવશે એ બાબતે તેઓ ડરે છે? તમારી જાતને આ પ્રશ્ન પૂછો અને વધુ અગત્યનુ એ પણ છે કે તમો બીજા વ્યક્તિ ને પણ આ પ્રશ્ન પૂછો. અથવા તેઓ આ પરિસ્થિતિ કે પડકાર ને ઝીલવાની ક્ષણ તેને તમે શિક્ષાની ક્ષણમાં બદલી નાખો જે તમારે માટે સહયોગી અનુભવ હશે.

લેખકઃ જેફ વેઇનર એ ‘લિંક્ડ ઇન’ (Linked in) ના સી.ઇ.ઓ (CEO) છે. તેમના ‘Compassionate management’ લેખમાંથી ઉધ્ધ્રુત.

મનન નાં પ્રશ્નોઃ કરુણા – સંવેદના નું શ્રેષ્ઠ રૂપ છે તેને તમે કઇ રીતે મૂલવશો? કોઇ એવો પ્રસંગ કે જ્યારે તમારી શક્તિની પરખ નો સમય આવ્યો હોય તે પરિસ્થિતિ ને તમે જીવનની શિક્ષાપ્રદ ક્ષણ બનાવી હોય? કયા અભ્યાસથી તમારા દ્રષ્ટિકોણથી બહાર રહી અને બીજાના દ્રષ્ટિબિંદુથી પણ વિચારતા શીખીએ.
 

Jeff Weiner is the CEO of Linked In.  This is an excerpt from his article on 'Compassionate Management'.


Add Your Reflection

8 Past Reflections