Choosing Suffering over Safety

Author
Bonnie Rose
34 words, 21K views, 14 comments

Image of the Weekસલામતી કે દુઃખ – તમે કોને પસંદ કરશો

વ્હાલી, તું ચાલી શકીશ? મારી કુતરી સ્ટેલા જે મરણ પથારીએ હતી તેને હું આ શબ્દો કહી રહયો હતો. સવારના નાસ્તાનો સમય થઇ રહયો હતો. જો તે અમારી પથારી થી રસોડા સુધી ચાલી શકે તો તેના સાજા થવાની નિશાની છે. તેથી મેં ફરીથી પુછ્યું “તું ચાલી શકીશ”?

તે કુતરી સરસ નિંદર માણી શકે એટલે છેલ્લા અગિયાર વર્ષ થી હું ટુટીયું વાળીને સુતી હતી. દરરોજ મળસ્કે તે પોતાના આગલા પગ ગાદલા પર પછાડીને મને ઉઠાડવા માટે કોશિશો કરતી. અત્યારે સવારના ૯ વાગ્યા છે. તે પથારી પાસે બેસી પરંતુ તેના શ્વાસોસ્છવાસ ખૂબ ઝડપથી ચાલી રહયા છે.

જ્યારે મારી માતા મરણ પથારીએ હતા ત્યારે હું આ પ્રશ્ન તેમને પુછી શકી નહોતી, કારણકે મારે તે નો ઉત્તર જાણવો નહો તો. મને ભય હતો કે તેનો જવાબ મારા અસ્તિત્વના પાયાને હચમચાવી નાખશે. કેન્સર વિશે અમે કોઇ પણ જાતની વાત નહોતા કરતા. કેવી રીતે આ ભયાનક રોગો તેન શરીર ને ભરડો લીધો હતો અને જે ધીરે ધીરે અંદરથી તેના દેહને કોરી રહયો હતો – તે ચર્ચા અમે ન કરતા. અમે લાગણીઓ કે કશું ખોવાયાની, કે મારી ખીલતી જીંદગી ને જોવાની તેની ઇચ્છા વિશે વાત ન કરતા. મ્રત્યુ તેના એ આનંદનું ખૂન કેવી રીતે કરી નાખશે એ વિશે પણ વાત ન કરતા. હું જ્યારે રજામા ઘેર આવતી અને રસોડાની બારીમાં તેનો મારી આતુરતાથી રાહ જોતા ચેહરો જોઇને જે આનંદ મળતો – તે મારો આનંદ હવે છીનવાઇ જશે તેની વાત અમે ન કરતા. તેને મારી જીંદગીની પળેપળ વિશે જાણવાની ઉત્કંઠા રહેતી. તેના મ્રૂત્યુ સાથે આ બધું નાશ પામવાનું હતું આથી અમે તેની વાત જ ન કરતા.

હું હતપ્રભ થઇ ગઇ હતી તેની જીંદગીની છેલ્લી સવારે અમારા એક વખતના સુરક્ષિત ઘરમાં મારી માતા બોલી નહોતી શક્તી. તેને મારી પાસેથી કંઇક જોઇતું હતું. તેને મારી મદદની જરૂર હતી. હું ૧૭ વર્ષ ની હતી, શું કરવું તેની મને ખબર નહોતી પડતી. રૂમમાં કશુંક અનિષ્ટ હતું. મને મારો ડર પણ બતાડતા બીક લાગતી હતી. મારે બધુ સરખુ કરવું હતું પણ શું તે ખબર નહોતી પડતી. આથે મેં તેનો હાથ પકડયો. મારી આંખોમાંથી અશ્રૂધારા વહી રહી હતે. મ્રૂતયુની સામે હું ગભરાઇ ગઇ હતી તેણે મારી સામે જોયું અને કહયું – “ તારો ખૂબ ખૂબ આભાર”. આ તેના છેલ્લા શબ્દો હતા. ૩૬ કલાક પછી તનું મ્રુત્યુ થયું.

આટલા વર્ષોની જીંદગીમાં મે ઘણા અંગત લોકોના મ્રુત્યુ જોયા, ઘણાં પાલતુ પ્રાણીઓ ગુમાવ્યા, અને ઘણાં નો પ્રેમ પણ ગુમાવ્યો. તેમાં હવે હું પૂછતા શીખી છું, “શું તું ચાલી શકીશ”? બીજા પણ આવા અઘરા પ્રશ્નો પૂછતા શીખી છું. હું દુઃખ સહન કરવાનુ શીખી રહી છું. દુઃખ સાથેનો મારો પેહલો મેળાપ અનાયાસ જ એક નાટક કંપની માં જ્યારે ૮ અઠવાડિયા માટેની તાલીમ હતી ત્યારે મને થયો. તે નાટકમાં સી. એસ. લ્યુઇસ નું બુધ્ધિવાદ થી અનુભવ તરફ નું પરિવર્તન નું નિરૂપણ કરવામાં આવ્યું હતુ. જ્યારે લ્યુઇસ બાળક હતો ત્યારે તેની માતાનું મ્રુત્યુ થયુ હતું. તે કયારેય રડયો નહીં, ક્યારેય પોતાની જાત ને આ ખોટનો એહસાસ ન થવા દીધો. ઘણી મોટી ઉમરે લ્યુઇસ ને તેનો સાચો પ્રેમ જોય ગ્રીસામ રૂપે મળ્યો. તેમના લગ્ન પછી ટુંક સમયમાંજ જોય ને કેન્સર થયું. અને તે મ્રુત્યુ પામી. તેના મ્રુત્યુ પર લ્યુઇસે તેની જાતને ઉંડા દુઃખમાં ડુબી જવા દીધી. ત્યારે તેમણે કહયું કે કિશોર સ્વરૂપે મેં સુરક્ષિતતા ચાહી પણ પુરુષ સ્વરૂપે મેં દુઃખનો સ્વીકાર કર્યો.

આ નાટક ના અઠવાડિયામાં આઠ શો થયા હતાં અને મારી તાલીમના ભાગ રૂપે સતત આજ શબ્દો મને સાંભળવા મળતા હતા. હવે હું સુરક્ષિતતા અને દુઃખ વચ્ચે રોજ ચયન કરૂં છું. શું મારી પાસે જે થાય તે સહન કરવાનું બળ છે? કારણકે મને ખબર નથી કે હું ચાલી શકીશ કે નહી? મને ખબર નથી કે હું ઉભી રહી શકીશ કે નહીં. મારી જીંદગીમા ઘણાં દિવસો મેં આ નાટ્ય મંચ રૂપી પ્રથ્વી પર પગ ઢસડતા કાઢયૂ છે. સતત બદલાતી આ જીંદગીમા મ્રૂત્યુ, પ્રેમ ગુમાવવો વગેરે ઘણાં દુઃખો જે એક માનવીને સહન કરવા પડે તે મેં કર્યા છે. પણ ઘણીવાર દુઃખ એ દુઃખ નથી હતું.

સ્ટેલા સાથેના એ છેલ્લા દિવસો હું ખુશીથી ફરીવાર અનુભવવા માગુ છું. તેના મ્રુત્યુ સમયે તેને ખોળામાં રાખવી તે એક સન્માન જનક હતું. તેનું ધ્યાન રાખવામાં મને ખુશી થતી હતી. ભલે તે એક પ્રાણીજ હતું પણ તેને પ્રેમ કરવો અને તેનું ધ્યાન રાખવું તેમાં મને આનંદ આવતો હતો. મ્રૂત્યુ, તું પ્રેમ્ને કયારેય મારી શકીશ નહીં. દુઃખ એ કેવળ દુઃખ જ નથી. સહન કરવામાં પણ એક આનંદ છૂપાયેલો હોય છે.

લેખકઃ બોની રોઝ ના લખેલ બ્લોગ માથી લીધેલ છે.

મનનનાં પ્રશ્નોઃ શું તમે સુરક્ષિતતા પસંદ કરશો કે દુઃખ? તમારો કોઇ વ્યક્તિગત અનુભવ વર્ણાવી શક્શો કે જ્યારે તમારે આ કઠિન પસંદગી કરવાની હતી? તમને દુઃખમાં પણ આનંદનો અનુભવ થાય એ માટે તમે તમારી જાતને કઇ રીતે તૈયાર કરશો?
 

Bonnie Rose is a minister with Ventura's Center for Spiritual Living. Above reading was excerpted from her blog.


Add Your Reflection

14 Past Reflections