We Want Relief. Cure Is Painful


Image of the Weekઆપણને આરામ જોઈએ છે. ઉપાય દુઃખદાયક છે


- એન્થોની દે મેલો

આધ્યાત્મ એટલે જાગૃત થવું. મોટાભાગના લોકો, તેઓની જાણ બહાર, સુષુપ્ત હોય છે. તેઓ સુષુપ્ત અવસ્થામાં જન્મ લે છે, સુષુપ્ત રીતે જીવે છે, લગ્ન કરે છે, પોતાના બાળકો નું પાલન પણ સુષુપ્તિ માં કરે છે, અને કયારેય જાગૃત થયા વગર સુષુપ્તિ માં મૃત્યુ પામે છે. તેઓ કયારેય આ માનવ જન્મ ની અદભુત સુંદરતા સમજી જ નથી શક્તા. તમે બધા સૂફીઓ ને જાણો છો- ખ્રિસ્તી, યહૂદી, ખ્રિસ્તી ન હોય તેવા, અને, જે પણ તેઓ નું શાસ્ત્ર હોય, જે પણ તેમનો સંપ્રદાય હોય – બધા એક વાત ને એકી અવાજે સ્વિકારે છે- બધું બરાબર છે, બધું બરાબર છે. બધુજ ગરબડ માં હોય, તોય, બધુજ બરાબર છે. અજબ વિરોધાભાસ, પણ, છે તો. પણ, દુઃખ ની વાત તો એ છે કે, મોટાભાગના લોકો ક્યારેય આ બધુજ બરાબર જોઈ નહીં શકે કારણકે તેઓ સુષુપ્ત છે. તેઓ એક દુસ્વપ્ન માં છે.


ગયે વર્ષે સ્પેનિશ ટેલીવીઝન પર મેં એક વાર્તા સાંભળી હતી, તેમાં એક સજ્જન તેના પુત્ર ના રૂમ નું બારણું ખખડાવે છે. “જેમી,” તે કહે છે, “ઉઠી જા!”, જેમી નો પ્રતિઉત્તર, “મારે નથી ઉઠવું, પપ્પા.”
તેના પિતા ફરી સાદ પાડે છે, “ ઉઠ, તારે નિશાળે જવાનું છે.” જેમી કહે છે, “મારે નિશાળે નથી જવું.” “કેમ નહીં”? પિતા પૂછે છે. “ત્રણ કારણે,” જેમી એ કહ્યું. એક, કારણકે તે અતિશય કંટાળાજનક છે; બીજું બાળકો મારી મશ્કરી કરે છે; અને ત્રીજું હું નિશાળ ને નફરત કરું છું. ત્યારે પિતા કહે છે, “અચ્છા, તો હું પણ તને ત્રણ કારણ આપીશ, કે તારે કેમ નિશાળે જવું જ જોઈએ. પેહલું, કારણકે એ તારી ફરજ છે; બીજું કે તું હવે ૪૫ વર્ષ નો થયો, અને ત્રીજું, કે તું તેનો હેડમાસ્તર છો.” ઉઠ! ઉઠ! તું હવે મોટો થઇ ગયો છો. સુતાં રહેવા માટે, તું હવે ખુબ મોટો છો. ઉઠ! તારા રમકડાં સાથે રમવાનું હવે બંધ કર.”

મોટાભાગના લોકો એવું કહેશે કે તેઓ ને બાલમંદિર માંથી બહાર નીકળવું છે, પણ તેઓ નો ભરોસો નહીં કરતા! તેઓ ને એટલુજ જોઈએ છે કે કોઈ તેમના તૂટેલા રમકડાં સાંધી આપે. “મારી પત્ની પાછી આપો, મારી નોકરી પાછી આપો. મારા પૈસા પાછા આપો. મારો માન મરતબો, પાછો આપો.” આ તેમને જોઈએ છે; તેઓ ના આ રમકડાં કોઈ પરત કરે. બસ આટલુજ. સારા માં સારા મનોવૈજ્ઞાનિક આ કહેશે, કે લોકો ને ખરેખર ઉપાય નથી કરવો . તેઓ ને માત્ર આરામ જોઈએ છે; ઉપાય દુઃખદાયક છે.

જાગવું કંટાળાજનક છે, ખબર છે તમને. તમે પથારી માં શાંત અને સુખી છો. ઉઠવું અત્યંત ચીડ ઉત્તપન કરે. એટલેજ સમજું ગુરુઓ કયારેય સુષુપ્ત વ્યક્તિઓ ને જાગૃત કરવાની કોશિશ નહીં કરે. અહિયાં હું પણ ડાહ્યો થઈને તમને જાગૃત કરવાની જરા સરખી પણ કોશિશ નહીં કરું, જો તમે સુષુપ્ત હો તો. આ ખરેખર મારું કામ છે જ નહીં, છતાંય કયારેક હું કહીશ, “ઉઠો !” મારું કામ મારી પોતાની સાધના કરવાનું છે, મારો પોતાનો નાચ નાચવાનું છે. તમને તેમાંથી લાભ થાય તો ભલે; ના થાય, તો ભલે! જેમ આરબ કહે છે, “વરસાદ નો સ્વભાવ એકસરખો છે, પણ તે કિચડમાં કાંટા અને બગીચામાં ફૂલો ઉગાડે છે.”

-ફાદર એન્થોની દે મેલો એક લેખક છે.

મનન ના પ્રશ્નો:
૧.) આપણને ઉપાય નથી જોઈતો પણ આરામ જ જોઈએ છે, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય ક્ષણિક આરામ ને છોડી ને દુખદ ઉપાય કર્યો છે?
૩.) ઉપાય અને આરામ ના આ ભેદ પ્રત્યે કેમ જાગૃત રહી શકીએ.
 

Father Anthony de Mello was author of many books. Excerpt above was taken from here.


Add Your Reflection

10 Past Reflections