Dropping Out, Like The Buddha


Image of the Weekબુદ્ધ ની જેમ ત્યાગ કરવો


-જેન બૃનેત


આ જમાનામાં જ્યાં અતિ વ્યસ્ત હોવું એ નામદાર હોવાનો બિલ્લો છે અને કામ પૂર્ણ કરવું એ અતિ મહાન ગુણ, જ્યાં અમુક ચળવળકારો પ્રચાર કરવા રેલીઓ કાઢે છે, અને માર્ટીન લુથર કિંગ ને ટાંકીને કહે છે, “બુરાઈનો જય કરવા માટે એટલીજ જરૂર છે કે સારા લોકો કંઈ ન કરે,”. મેં કંઇક અવિચારી કર્યું. મેં બધું છોડી દીધું.


મને ઝગડો કરવો ગમતો જ નહીં; અને હું નિરાશ થતો હતો. એક દિવસ મને આ જ્ઞાન પ્રગટ થયું; જો મારે શાંતિ જોઈતી હોય, તો મારે દુશ્મનો બનાવવાનું બંધ કરવું જોઈએ. તો મેં ત્યાગ કર્યો.


હું સારા લોકો સાથે રહું છું. બુદ્ધે પણ ત્યાગ કર્યો. એ અસલી હિપ્પી હતાં.


બુદ્ધ એક રાજકુમાર હતાં, જેની પાસે બધું હતું: સત્તા, પ્રતિષ્ઠા, પૈસો, ભોગ વિલાસ, પણ આ બધી દુનિયા ની લોભામણી વસ્તુઓ તેમને નજીવી લાગી, જયારે તેમને દુઃખ, મૃત્યુ અને અસ્થાયી સ્વરૂપો નો હકીકત માં સામનો કર્યો. તેથી જ તેમને તેમના કીંમતી પોશાકો નો ત્યાગ કર્યો અને સત્ય ની શોધ માં જંગલમાં વિહાર કરવા નીકળી ગયા.


મને ખાત્રી છે કે તેમની રાજધાની માં અનેક લોકો હશે જેમને તેનું ન્યાયીકરણ કર્યું હશે, જેઓએ એવું વિચાર્યું હશે કે તેમનું આમ ત્યાગ કરવું અતિ સ્વાર્થીપણું કહેવાય. તે ફરતા સાધુ ને બદલે જો રાજા બનત તો કેટલું ભલું કરી શક્યા હોત? કેટલું નકામું. પરંતુ બુદ્ધ લોકો નું ક્ષણિક ભલું કરવાને બદલે કંઇક ક્રાંતિકારી ખોજમાં હતા. મારી જેમ, તે પણ દુઃખ નો અંત આણવા માંગતા હતાં.


તેથી તેઓએ ત્યાગ કર્યો અને નીકળી પડ્યા. તેમને સત્ય ની શોધ કરવા માટે બધું કર્યું. તે પોતાની ખોજ માટે એટલા જોશ માં હતા, કે તેમને અતિ સંયમ નું પાલન કરવાની કોશિશ કરી, ત્યાં સુધી ઉપવાસ, જ્યાં સુધી તેઓ હાડપિંજર જેવા થઇ ગયા, એવા વિચારે કે આ તેમને પ્રજ્ઞા સુધી લઇ જશે. આખરે, તેઓ ભૂખથી બેહોશ થવા લાગ્યા, ત્યારે, એક દુઘવાળી આવી અને તેમને કહ્યું: “તમે તમારી જાત નું નુકસાન કરો છો. થોડું દુધ પીવો.”

મને ક્યારેક એમ થાય છે કે એ દુધવાળી ને તો ખબર પણ નહીં હોય કે તેની આવી સાદગી ભરી પણ સુખકારક માવજત અને પોષણ એ બુદ્ધ ની પ્રજ્ઞા જગાડવાની મુખ્ય ચાવી બનશે. તે તો તરત આ ભૂલી પણ ગઈ હોય – એક અજાણ્યા વ્યક્તિ તરફ દાખવેલી કરુણા, અને ફરી પાછી તેની ગાયો નું ધ્યાન રાખવા ચાલી ગઈ. મને નથી લાગતું કે તેને કોઈ શ્રેય મળતો હોય. જો તે પોતના દ્રષ્ટીકોણ માં મક્કમ ન રહી હોત અને તેને પોતાનું નમ્ર સત્ય સામે ન મુક્યું હોત, તો બુદ્ધ, હઠીલા, ઉચ્ચ સત્ય ની ખોજ માં, કદાચ બીજા હિપ્પીઓ ની માફક અંત ને વર્યા હોત, અતિ ની મર્ત ગતિ.

પણ આપણા સદનસીબે, બુદ્ધ ને થોડો આત્મસંદેહ હતો. જયારે દુધવાળીએ કહ્યું ત્યારે તેમને ધ્યાનથી સાંભળ્યું, એવું વિચારી ને, કે, તેને કંઇક એવું જ્ઞાન છે જે પોતાની પાસે નથી. અને તેમને દુધ નો સ્વીકાર કર્યો. તેવું કરતા, તેમને મધ્ય માર્ગ ની ફિલસુફી વિશે ની આ પ્રજ્ઞા પ્રગટી: અતિ તરફ જવાનો કોઈ ખાસ લાભ નથી. માટે સમતા કેળવવી જરૂરી છે.

મને આત્મસંદેહ નથી ગમતો, પરંતુ હું એમ માનું છું કે એ સારી બાબત છે કારણકે તે ખોજ ને જીવંત રાખે છે: મને ખબર છે કે હું કદાચ ખોટો હોવ. આજ એક સિદ્ધિ છે, એ બાબત ને નજર માં રાખીને કે હું કેટલું ખાતરીપૂર્વક એમ માનતો કે મારો જ દ્રષ્ટિકોણ સાચો અને હું જ નૈતિકતા ના ધોરણો માં સૌથી સાચો. જો કે, હવે, હું ચોકકસપણે માનું છું કે, અંતર ના ઊંડાણમાં થી, આપણામાનું કોઈ એ નથી જાણતું કે આપણે જે કરીએ છીએ તેનાથી આખરે ભલું થશે કે બુરું. શું આપણે આ હકીકત નો સ્વીકાર કરીને પણ, આપણાથી બનતું ઉત્તમ જ કરીયે તેવું બને ?

મનન ના પ્રશ્નો:
૧.) બુદ્ધ ની જેમ “ત્યાગ” કરવા વિષે તમે શું માનો છો?
૨.) તમે ક્યારેય અતિ નો ત્યાગ કરી ને શાંતિ નો અનુભવ કર્યો હોય તો તે વર્ણવો.
૩.) સમતા કેળવવા માટે શું મદદ કરશે?
 

Excerpted from article here.


Add Your Reflection

17 Past Reflections