Intentions And Effects

Author
Gary Zukav
45 words, 26K views, 10 comments

Image of the Weekભાવ અને પ્રભાવ


-ગેરી ઝુકાવ


તમે ક્યારેય વિચાર્યું છે કે જીવન માં અમુક બીનાઓ કેમ બને છે? તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારા અનુભવો ની રચના, બીજી બધી રચનાઓ ની જેમ કાર્ય-કારણ ના નિયમો ના શાસન માં છે? આ બાબત માટે, અલૌકિક કાર્ય-કારણ ના નિયમો. ભુતિક કાર્ય-કારણ ના નિયમ ભૌતિક બાબત નું શાસન કરે છે, જેમકે એક અંતરીક્ષ યાન ને ઉડાડી ને ચંદ્ર પર તેને ઉતારવું. આ ભૌતિક કાર્ય-કારણ અલૌકિક કાર્ય-કારણ ની સંક્ષિપ્ત આવૃત્તિ છે. અલૌકિક નિયમો તમને અલૌકિક કાર્ય-કારણ રચવામાં મદદ કરે છે અને સાથે સાથે ભૌતિક પણ. તેનો મતલબ એવો નથી કે તમે જેની રચના કરો તેના પર તમારું આધિપત્ય નથી. તેથી તો ઉલટું જ છે! એનો અર્થ એ કે તમારે જેવી રચના કરવી હોય તેવી કરવાની તમને આઝાદી છે, પણ તમને અલૌકિક કાર્ય-કારણ નો નિયમ કેવી રીતે કામ કરે છે તેની ખબર હોવી જોઈએ. જો તમને આ નિયમો કેમ લાગુ પડે છે તેની ખબર નહીં હોય તો, તમે રચના તો કરશો, જેમ તમે હંમેશ કરો છો, પણ જે પરિણામ ઉભું થાય તે તમને જોઇશે નહીં.

અલૌકિક કારણ જેનો તમે હંમેશ તમારા જીવન માં કાર્ય કરવામાં ઉપયોગ કરો છો તે તમારા મનના ભાવ છે! આ (ખરેખર) પાંચ ઇન્દ્રિય (અનુભવસિદ્ધ) માટે નકામું છે, કારણકે પાંચ ઇન્દ્રિય તમારા ભાવ ને નહીં પિછાની શકે, પણ ભાવ એકદમ અસલી હોય છે અને ભૌતિક કાર્ય-કારણ ની જેમ તે અસલી અસર ઉભી કરે છે.


તમારા ભાવ એ અલૌકિક કારણ છે જે શક્તિઓ ને ગતિમાન કરે છે. આ ઘણી બધી વિવિધ અસરો ઉભી કરે છે, અને તેથી, તમારા જીવન ના અનુભવો ઘડાય છે. આ એક મહત્વ ની બાબત છે જે તમે જાણી શકો. અને તમે તમારી રીતે જુઓ કે આ કેટલું સત્ય છે. જીવન ના અનુભવો તમને અલગ રચના કરવાની આઝાદી આપે છે, પણ તમારે તમારા કારણો (મનના ભાવ) ધ્યાનથી નક્કી કરવા જોઈએ. જો તમે વિવિધ ભાવને ધ્યાનથી નથી નક્કી કરતા, તો તમારા વ્યક્તિત્વ ના સુષુપ્ત પાસાઓ (ભયભીત પાસાઓ) તમારા માટે તેની પસંદગી કરશે, અને તે સાથેજ તેના પરિણામો ની રચના તમારે માટે કરશે.
જીવન ના અનુભવ બદલવા (દા.ત., ક્રોધિત માંથી ગુણજ્ઞ થવું, કે ભયભીત માંથી આનંદી થવું) આ ક્ષણે તમે કેવા ભાવ ઘડો છો તે પ્રત્યે સજગ રહેવાની જરૂર પડે, અને પછી જે અનુભવ થાય, તે અનુભવ અને તમારા ભાવ ની સંલગ્નતા સમજવી. જેમ તમે ભાવ અને તેના પ્રભાવ પ્રત્યે સજગતા કેળવશો તેમ તમને તેની વચ્ચે નું જોડાણ સમજાશે, અને તેમ તમે તમારા અનુભવો વધું ધ્યાનપૂર્વક રચશો. આ નિપુણતા ની કેળવણી છે. આજ ખરા પ્રભાવ ની રચના છે.

-ગેરી ઝુકાવ ના Huffington Post article લેખ માંથી ઉદધૃત

મનન ના પ્રશ્નો:
૧.) મનના ભાવ ધ્યાનથી અને સજગતા થી પસંદ કરવા વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે કયારેય એવો અનુભવ કર્યો છે કે ભાવ અને પ્રભાવ વચ્ચે નું સંધાન તમે સમજ્યા હો?
૩.) ક્ષણ-પ્રતિક્ષણ ઉભા થતાં ભાવ પ્રત્યે કેવી રીતે સજગતા કેળવશો?
 

From a Huffington Post article by Gary Zukav.


Add Your Reflection

10 Past Reflections