Small Graces

Author
Kent Neburn
63 words, 26K views, 16 comments

Image of the Weekનાની કૃપા

કેંટ નેબેર્ન

રાત પડી. સુવા નો સમય થયો.

આજે મેં ઘણો પલ્લો કાપ્યો છે. મેં કોઈ મહાન સારું કામ નથી કર્યું કે ના કોઈ નુકસાન. મેં કદાચ વધું માટે ઇચ્છા કરી હોય –કોઈક યાદગાર અનુભવ કે કોઈ નાટકીય બનાવ. પણ આવું કંઈ ન હતું. આવો દિવસ મને મળ્યો, તેનો મેં નમ્ર હૃદયે સ્વીકાર કર્યો.


આ કેવું ન્યૂન લાગે છે. આપણે આપણા દિવસો માં પૂર્ણતા ચાહી+યે છીએ, હંમેશ આપણા જીવનમાં અને આપણે માટે વધું ઈચ્છતા, અને ન મેળવી શકીયે તેવા લક્ષ તરફ ભાગતા. આપણે ગઈકાલ અને આવતીકાલ ની અનંતતા વચ્ચે, જેને આપણે “આજ “ તરીકે ઓળખીએ છીએ તેવી પાતળી પ્રકાશિત રેખા પર જીવીએ છીએ. અને તોય આ આજ પુરતી નથી. આ “વધું” મેળવવા ની અખૂટ તૃષ્ણા આશિર્વાદ અને શ્રાપ બંને બને છે, તે માનવ ની અંદર ક્યાંથી પ્રગટ થાય છે? તેને આપણને સ્વર્ગ તરફ આંખ ઉંચી કરી ને, બ્રહ્માંડ ના ટુકડાઓ ને, ત્યાં સુધી એક તાર જોડવા, કે જ્યાં સુધી તે અલૌકિક સર્જક ના પડછાયા ની ઝાંખી ન થાય, તેવું કરતાં કર્યા છે. તે છતાંય આપણે આ જ્ઞાન મેળવવા જતાં ક્યારેક વાદળ માં રહેલ રહસ્ય, કે બગીચા ની સુંદરતા, કે એક પગલું આગળ વધવા ના આનંદ ને વિસરી ગયા છીએ.


આપણે જેમ મહાન કે મોટી બાબત ને મૂલવીએ છીએ તેવી રીતે ન્યૂન અને નજીવી બાબત ને પણ મૂલવવા નું શીખવું જોઈએ.


“ક્ન્ફ્યુસીસએ તેના અનુયાયીઓ ને કહ્યું, “જુના ને શાંતિ આપો, મિત્રો માં વિશ્વાસ રાખો અને, નવા ને ઉમંગથી આવકારો”


“આપણને શું આના કરતાં વધું ની આવશ્યકતા છે? પરોઢ ને આવકારવી. બગીચા માં ફરવા જવું. મિત્ર જોડે વાત કરવી. વાદળ વિશે વિચારવું. એક ટંક ના કોળિયા નો આનંદ લેવો. દિવસ ના રહસ્યો ને માથું નમાવી ને વંદન કરવું. શું આ પુરતું નથી?”


જે જગત નું આપણે નિર્માણ કરીએ છીએ- તે એ છે, જેને આપણે આપણા શબ્દો, કાર્યો અને સ્વપ્નાઓ દ્વારા સ્પર્શ કરીએ છીએ.


જો ઘણા બધાં ના જીવન નો સ્પર્શ કરવા નો મોકો મળે તેવા આપણે નસીબદાર હોઈએ તો, તેમજ ખરું. પણ જો આપણે નસીબ માં કદાચ માત્ર ટેબલ ગોઠવવું, કે બાગકામ કરવું, કે એક બાળક ને માર્ગ દર્શન આપવું, તેવું હોય તો પણ આપણે કંઈ નકામાં નથી.


હું મારા પલંગ માં હળવેકથી મારા ગોદડાં ની હુંફ માં ઘુસું છું, અને મારી પત્ની ના ઝીણા શ્વાસ ના સંગીત ને સાંભળું છું.


બહાર હળવો પવન વાય છે, ઘર ને અડી ને ઉભેલા એક વૃક્ષ ની ડાળ ને સ્હેજ અડીને.
ન્યાય કરવો, ન્યાય ને પ્રેમ કરવો, ઈશ્વર સાથે નમ્રતા થી ચાલવું.


જુના ને શાંતિ આપવી , મિત્રો માં વિશ્વાસ રાખો અને, નવા ને ઉમંગથી આવકારવા.
ક્યારેક એવું લાગે છે કે આપણે વધું પડતું માંગીએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે નાની કૃપા ઓ પણ પુરતી છે.


-કેંટ નેબેર્ન ની Small Graces માંથી ઉદ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧.) નાની કૃપા એ તમારે માટે શું છે?
૨.) તમારા જીવન માં ક્યારેય આવી નાની કૃપાઓ ને કારણે તમને પૂર્ણતા નો અનુભવ થયો હોય તો વર્ણવો
૩.) મહાન ની જેમ ન્યૂનતા ને પણ મૂલવવા માં શું મદદ કરશે?
 

Excerpted from Kent Neburn's book, Small Graces.


Add Your Reflection

16 Past Reflections