From Being Driven To Being Drawn

Author
Richard Rohr
52 words, 29K views, 10 comments

Image of the Weekદોરવણી થી ખેંચાણ ભણી


– રીચાર્ડ રોર


હું જયારે યુવાન હતો ત્યારે મને વિચારો અને પુસ્તકો ઘણા ગમતાં અને હજુ પણ હું ખુબજ વાંચું છું. પરંતુ દરેક વખતે જયારે હું લાંબા એકાંતવાસ પછી પાછો આવું છું, ત્યારે કેટલાય અઠવાડિયા કે મહિનાઓ સુધી વાંચન ની ઈચ્છા નથી થતી. એ એકાંતવાસ દરમિયાન હ્રદય અને આત્મા ને સ્તરે જે અનુભવ્યું છે તેની તુલનામાં પુસ્તકો કંઈ વધુ સાચું કે ખરેખર દ્રઢ સત્ય હોય તેવું મને નથી લાગ્યું.


તમે મને પૂછશો કે તમે જે જાણ્યું તે શું છે? તો હું તે તમને વર્ણવી શકીશ નહિ, હું એટલુંજ જાણું છું કે ત્યાં જીવનના ઊંડાણમાં એક સલામતી ભર્યું પૂર્ણ જીવન લાગ્યું. એકાંતવાસ દરમિયાન આવતાં બધાં વિરોધ છતાં પણ. જયારે બધુય અસહ્ય લાગે, વિરોધાભાસી, અન્યાયી, અસંતુલીત લાગે ત્યારે નિરાશા અને આનંદ ની ભાવના સાથેજ ઉપસ્થિત હોય છે. આપણા હકારાત્મક વિચારો ને વસ્તુ ઓ ની નકારાત્મક તા પડકારી શકે નહી અથવાતો હકારાત્મક વિચારો નકારાત્મકતા ને નકારી શકે નહિ.


વિશ્વ ને માટે તમારી વ્યક્તિગત ભાવના કે અભિવ્યક્તિ ગમે તેવી હોય પરંતુ તેના પાયા માં જીવન પ્રત્યે નો હકારાત્મક અભિગમ હોવો જરૂરી છે. મૌન દરમિયાન અન્યાય, તિરસ્કાર ના પ્રત્યે ની તમારી “ના” વધું સ્પષ્ટ અને જરૂરી બની જાય છે, અને તમારું કામ અશુદ્ધ ક્રોધ કે મલીન વિચારો ને બદલે પવિત્ર ઉપચાર સ્વરૂપ બની જશે. સામાજિક કાર્યકર્તાઓ જેઓ કામ કરે છે તેમના માં રહેલ ભેદ સ્પષ્ટ થાય છે; કેટલાય સામાજિક કામો અધૂરાં રહી જાય છે કારણકે કર્તા પોતાની સંકુચિત અને ક્રોધિત પરીસ્થિતિ માંથી લડે છે.


જેમ જેમ તમારી પ્રાર્થના ઊંડાણથી થતી જશે ત્યારે ભય કે પ્રતિરોધ ને બદલે સમગ્ર વિશ્વ પ્રત્યે નો તમારો અભિગમ હકારાત્મક ઊંડાણ થી જોડાયેલો હશે, કારણકે હવે તમે તકલાદી કે ક્ષણભંગુર તરીકે જીવતા નથી. ધ્યાન અવસ્થા માં તમે ચેતના ની અહંવૃત્તિ થી આત્માની જાગરૂકતા તરફ આગળ વધો છો . તમે નકારાત્મક વલણ તરફથી આત્મા ની અંદર રહેલી સકારાત્મકતા તરફ ખેંચાઈ રહ્યા છો.


સજકતા પૂર્વક ની પ્રાર્થના કે ધ્યાન ના સતત અભ્યાસ થી તમે બંને પ્રકાર ના વિચારો પર ચિંતન કરી શકશો. આ કારણેજ અવધુતો કે સંતો ક્ષમા, જતું કરવાની વૃત્તિ, જેને તેમને દુભવ્યા હોય તેમના પર કરુણા ભાવ હોવો અને પોતાના શત્રુ ને પણ પ્રેમ કરી શકે છે.


રીચાર્ડ રોર ની, “ Dancing standing Still: Healing the World from a place of Prayer” માંથી ઉદ્ધૃત


મનન ના પ્રશ્નો:

૧.) બધાંજ વિરોધાભાસ છતાંય જીવન માં બધું “બરાબર” છે તે વિશે તમારું શું મંતવ્ય છે.
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જયારે તમે નકારાત્મક વિચારો થી દોરાવા ને બદલે સકારાત્મક આંતરિક શ્રોત ભણી ખેચાંયાં હો.
૩.) ક્રોધ કે મલીન વિચારો ને બદલે પવિત્ર ઉપચાર તરફ જાગરુક રહેવા શું મદદ કરશે?
 

Adapted from Richard Rohr, Dancing Standing Still: Healing the World from a Place of Prayer


Add Your Reflection

10 Past Reflections