Advice From A Tree

Author
Ilan Shamir
39 words, 62K views, 22 comments

Image of the Weekવૃક્ષ ની શિખામણ


ઈલન શમીર


પ્રિય મિત્ર ગર્વ સહીત ઉંચે મસ્તકે ઉભો રહે
પરંતુ તારા મૂળ ને પૃથ્વી માં ઉંડે સુધી ડુબાડી દે
તેના મૂળ ના પ્રકાશ નો પ્રતિબિંબ બન
દીર્ઘ દ્રષ્ટિ થી વિચાર
અવયવો થી પર થઈ જા
જીવંત પ્રાણિયો માં તારું સ્થાન ક્યાં છે તે યાદ રાખ
ઋતુ ઓ ની બદલતી ધારા ઓ ને આનંદ થી સ્વીકારી લે
પ્રત્યેક ઋતુ વિપુલતા આપે છે
વસંત નું આગમન નવી સ્ફૂર્તિ પ્રદાન કરે છે
ગ્રીષ્મ ઋતુ, વિકાસ અને સંતોષ
પાનખર ઋતુ, ત્યાગી દેવાનું જ્ઞાન પ્રદાન કરે છે
શિયાળા ની શાંન્તિ માં પવન અને સુર્ય ને અનુંભવો
અને તેમની ઉપસ્થિતિ માં આનંદ માણીએ
તમારી ઉપર પડતા ચંદ્ર ના પ્રકાશ ને નિહાળો
અને રાત્રે તારાઓ ના ગૂઢ રહસ્ય ને જાણો
જીવન ની સુંદર વસ્તુઓ માંથી પોષક તત્ત્વ ને શોધો
પૃથ્વી, શુદ્ધ હવા અને પ્રકાશ
કુદરતી સોંદર્ય થી સંતુષ્ટ રહો
ખુબ પાણી પીવો
પવન ની લહેરખીયો માં મુક્ત રીતે નાચવા દયો
અનુકૂળ બનો, તમારા મૂળ ને જાણો
આ દ્રશ્ય ની મજા માણો


મનન ના પશ્નો
૧. વૃક્ષ આપણ ને કેવા પ્રકાર નું જ્ઞાન આપે છે, તે કેવી રીતે જોશો?
૨. માનવેતરમાંથી તમને કોઈ જ્ઞાન પ્રાપ્ત થયો હોઈ એવો કોઈ પ્રત્યક્ષ અનુભવ વર્ણવી શકશો ?
૩. પ્રકૃતિ ના દ્રશ્ય માંથી આનંદ માણવા માં કઈ વસ્તુ તમને સહાયક થાય છે ?
 

by Ilan Shamir.


Add Your Reflection

22 Past Reflections