We Were Made for These Times

Author
Clarissa Pinkola Estes
66 words, 140K views, 47 comments

Image of the Weekઆપણને આજ સમય માટે બનાવવામાં આવ્યા હતા

-ક્લેરિસા પિનકોલા એસ્ટેસ


મારા મિત્રો. હૃદય ના ગુમાવશો. આપણને આજ સમય માટે બનાવવામાં આવ્યા હતા. હાલમાં મેં એવા કેટલાય લોકો કે જેઓ ઊંડી મૂંઝવણ માં હતા તેમની પાસેથી સાંભળ્યું છે - કે તેઓ હાલમાં દુનિયા માં જે પણ થઇ રહ્યું છે તેનાથી બહુજ ચિંતિત છે. આ સમયમાં આપણે રોજરોજ કોઈક આશ્ચર્ય, ક્રોધ અને અધ:પતન માં જીવીએ છીએ.

તમે તમારા મૂલ્યાંકન માં સાચા છો. સમાજમાં બાળકો, વૃદ્ધો, ગરીબો, સામાન્ય માણસો, અસુરક્ષિત, લાચાર વ્યક્તિઓ જોડે ઘણા ઘૃણાજનક કાર્યો થાય છે. આમ છતાં હું તમને વિનંતી કરું છું, માંગણી કરું છું કે આ ખરાબ સમયની મૂંઝવણ માં તમે તમારા મનોભાવ ને ચલિત ના થવા દો. ખાસ કરીને આશાને ક્યારેય ના છોડશો. અને એ એટલાં માટે કે આપણને આ જ સમય માટે બનાવવામાં આવ્યા છે. હા - વર્ષો થી આપણે શીખીએ છીએ, અમલ માં મૂકીએ છીએ અને જેની તૈયારી કરીએ છીએ - એ આ જ સમય માટેની છે.

હું વિશાળ તળાવ પાસે મોટો થયો છું. અને જયારે હું તળાવ ને જોઉં છું ત્યારે મને એક યોગ્ય રીતે તરતું વહાણ દેખાય છે. મને લાગે છે કે હાલમાં દુનિયા માં જેટલા આવા વહાણ છે એવા પહેલા ક્યારેય ન હતા. આ વહાણો ને હું જાગૃત આત્મા તરીકે જોઉં છું. આ બધા વહાણો એટલા બધા સજ્જ છે અને એક બીજાની જોડે એવી રીતે સંદેશા ની આપ લે કરી શકે છે કે આવું આખા માનવ જાતના ઇતિહાસ માં પહેલા ક્યારેય નહોતું થતું.

વહાણ ના આગળ ના ભાગને જુઓ. તમારી સાથે લાખોની સંખ્યામાં પ્રામાણિક આત્માઓ ની જેમ બોટ દેખાશે. તમે ભલે આ તોફાની દરિયાઈ મોજાઓ થી ગભરાઓ પણ હું તમને આશ્વાસન આપું છું કે તમારા બોટનું લાકડું એક મજબૂત જંગલ માંથી આવ્યું છે. આ લાંબી લાટી એના તોફાન સામેની ટકવા માટેની ક્ષમતા માટે અને આગળ વધવા માટે જાણીતી છે.

કોઈપણ અંધકારના સમય માં સામાન્ય રીતે આપણે દુનિયા માં ચાલતા ખોટા કાર્યો અંગે વધું વિચાર કરતા હોય છીએ. એના ઉપર ધ્યાન કેન્દ્રિત ના કરશો. આવી પરિસ્થિતિ માં સામાન્ય રીતે આપણે નબળા પડી જતા હોઈએ છીએ અને જે આપણા હાથમાં નથી ત્યાં વધુ જવાની કોશિશ કરતા રહીએ છીએ. ત્યાં ધ્યાન કેન્દ્રિત ના કરશો . એ તો સઢ ચઢાવ્યા વિના પવન નો સામનો કરવા જેવું થયું.

આ સમય ને આપણી જરૂર છે - આપણે બસ એ જ જાણીએ છીએ. આપણને પ્રતિકાર મળશે પણ સાથે સાથે એવા લોકો પણ મળશે કે જેઓ આપણી જોડે ચાલે,આપણને પ્રેમ કરે, દિશા સૂચવે અને જયારે તેઓ આવશે ત્યારે આપણને ખબર પડશે જ. તમે એવું ન હતું કીધું કે તમે વિશ્વાસ રાખનાર વ્યક્તિ છો? શું તમે એક વિશાળ અવાજ ને સાંભળવાની પ્રતિજ્ઞા નહોતી લીધી? શું તમે ક્ષમા માટે નહોતું પૂછ્યું? શું તમને યાદ નથી કે ક્ષમા માં રેહવું એટલે પોતાની જાતને એ વિશાળ અવાજમાં સમર્પિત કરી દેવું?

આખી દુનિયા માં એક સાથે બધું સારું કરી દેવું એ આપણું કાર્ય નથી, પણ આપણી ક્ષમતા માં જેટલું છે તેને ઠીક કરવું જ આપણું કાર્ય છે. કોઈપણ નાનું કાર્ય કે જે બીજાને મદદ રૂપ થઇ શકે , જેઓ આ દુનિયા માં દુઃખ અનુભવી રહ્યાં છે તેમને થોડા શાંત કરી શકે , એટલું પણ ખુબજ મદદ રૂપ છે. આખી દુનિયા ને સારા બનવા તરફ કોણ અને કેવી રીતે લઇ જશે તેની આપણને ખબર નથી.
એક મોટા પરિવર્તન માટે જરૂર છે, નાના નાના કાર્યોની - કે જેને એક બીજા સાથે જોડી શકાય, વધારો કરી શકાય, હજુ વધારો કરી શકાય. આપણે જાણીએ છીએ કે દુનિયા માં શાંતિ અને ન્યાય માટે બધા લોકો મદદ ના કરી શકે પણ ફક્ત નાના અને પ્રારબ્ધ સમૂહો કે જેઓ પ્રથમ બીજા કે સો મી મુસીબતે પણ હાર ના માને એવા સમૂહો ની આપણને જરૂર છે.

આ મુશ્કેલ ભર્યા સમય માં એક શક્તિશાળી કાર્ય તમે એ કરી શકો - કે ઉભા થાઓ અને પોતાના સાચા આત્મા ને દર્શાવો. તમારા આત્મા ને સોનાની જેમ ચમકાવો. તમારા આત્મા ની ઉર્જા ને જ્વાળાઓ દ્વારા આગને પકડવાનું કહો. આવા કપરા સમય માં તમારા આત્માની ઉર્જા દર્શાવવી , બીજાઓ પ્રત્યે ક્ષમાભાવ દર્શાવવો એ બંને અત્યંત જરુર અને બહાદુરીં ના કર્યો છે.

સંઘર્ષ કરતી આત્મા - અન્ય ઉર્જા ફેંકતી આત્મા પાસેથી પોતાની ઉર્જા લઇ શકે છે. જો તમે તેઓને શાંત પાડવામાં મદદ કરી શકો તો એ એક ઉમદા કાર્ય હશે.

એવો સમય તો હંમેશ માટે રહેશે જયારે કદાચ તમે થોડા હતોત્સાહિત રહેશો. મેં પણ આવું મારા જીવનમાં ઘણી વાર અનુભવ્યું છે. પણ હું એના તરફ બહુ ધ્યાન નથી આપતો. એને મારા થાળી માંથી ખાવાની પરવાનગી નથી.

એનું કારણ આ છે - મારા ઊંડાણ માં હું કંઈક જાણું છું - કે જે તમે પણ જાણો છો. એ વસ્તુ એ છે કે જયારે તમે એ યાદ રાખો કે તમે દુનિયા માં કેમ આવ્યા છો, તમે કોને મદદ કરો છો અને કોણે તમને અહીંયાં મોકલ્યા છે ત્યારે નિરાશા ને કોઈ અવકાશ રહેતો નથી. આપણે જે સારા શબ્દો બોલીએ છીએ કે સારા કર્યો કરીએ છીએ તે આપણા નથી. એ તો જેઓ એ આપણને અહીંયાં મોકલ્યા છીએ તેઓના છે. એ ભાવના સાથે હું આશા રાખું કે તમે તમારી દીવાલ ઉપર આ લખી રાખશો - જયારે એક વિશાળ વહાણ કિનારા પાર ઉભું હોય છે ત્યારે એ સુરક્ષિત હોય છે એમાં કોઈ શંકા નથી - પણ એ વિશાળ વહાણ ને કિનારા પર ઊભા રહેવા માટે બનાવવામાં નથી આવ્યું .


મનન ના પ્રશ્નો:

૧. એક વિશાળ જહાજ અને સેવા ના રૂપક ને તમે કઈ રીતે સમજો છો?
૨. શું તમે કોઈ પ્રસંગ વર્ણવી શકો કે જે આત્મા કે જે ખરાબ સમય માં સોનાની જેમ ચમકે - આ શબ્દ સમૂહ ને સબંધિત હોય ?
૩. એવું શું છે કે જે તમને નિરાશા માં તૂટી જવાને બદલે ચમકવામાં મદદ કરે ?
 

Excerpted from here. Dr. Clarissa Pinkola is an American poet, Jungian psychoanalyst, post-trauma recovery specialist, author and spoken word artist. Estés grew up in the now vanished oral tradition of her immigrant, refugee families who could not read nor write, or did so haltingly, and for whom English was their third language overlying their ancient natal languages. 


Add Your Reflection

47 Past Reflections