How Is Your Heart Doing?

Author
Omid Safi
49 words, 73K views, 16 comments

Image of the Weekતમારું હૃદય શું કહી રહ્યું છે?

- ઓમીડ સાફી

ઘણી મુસ્લિમ સંસ્કૃતિમાં, તમે જયારે કોઈને પૂછવા માંગતા હોવ કે તમે કેમ છો? તો અરબીભાષામાં ‘કયાફ-હલ-ઈક’ અથવા પર્શીયન ભાષામાં ‘હાલ-એ-શોમાં ચેટો રેહ?’ એટલે તમારા હાલ કેવા/કેમ છે?

તમે તેઓનો હાલ/સ્થિતિ જાણવાનો પ્રયત્ન કરો છો. પરંતુ વાસ્તવિક રીતે આપણે એમ પૂછીએ છીએ કે અત્યારે આ ક્ષણે તમારા હૃદયની પરિસ્થિતિ કેવી છે તે અમને કહો. હું જયારે પૂછું કે તમે કેમ છો, મતલબકે હું તમારા હૃદયનો હલ પૂછવાનો પ્રયત્ન કરુ છું,

તમારા કામકાજના લીસ્ટમાં કેટલી વસ્તુ છે ટે હું નથી પૂછવા માંગતો કે તમારા ઇનબોક્સમાં હજી કેટલી આઈટેમો છે. હું તમારા હૃદયની ગતિવિધિને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મને કહો અત્યારે તમારું હૃદય કોઈ માનવ-સ્પર્શ ઝંખી રહ્યું છે. તમારા પોતાના હૃદયને તપાસો, તમારા આત્માને ઢંઢોળો અને પછી તમે તમારા હૃદય અને આત્મા વિષે કંઇક કહો.

મને કહો કે તમને યાદ છે કે તમે મનુષ્ય છો કેવળ કામ કરનાર નથી. તમે મશીન કરતાં કંઇક વધુ છો, તમારે કરવાના કામોમાંથી કેટલાંક કામો કાઢી નાખી વાતચીત ચાલુ રાખવાની છે. તેને સ્પર્શ કરો, તેની આંખમાં આંખ મિલાવો અને સાંત્વના સાથે વાતો કરો. આમ કરવાથી થોડીક પળોમાંજ ટે વ્યક્તિ કૃતજ્ઞતા અને તેના હોવાપણાથી ભરાઈ જશે.

મારાં ખભા પર તમારો હાથ મૂકો, મારી આંખોમાં જુઓ, અને એક મીનીત્મતે મારી સાથે જોડાઈ જાવ. તમારા હૃદયની હાલત વિષે મને કહો અને મારાં હૃદયને પણ જગાડો. મને એ યાદ કરાવવામાં સહાયતા કરો કે હું પૂર્ણ માનવ છું અને તેણે માનવીય સ્પર્શની ઝંખના છે.

હું જે યુનિવર્સીટીમાં ભણવું છું ત્યાના વિદ્યાર્થીઓ ખુબ મેહનત કરો, ખુબ અભ્યાસ કરો અને ખુબ મઝા કરો એવું જીવન જીવવામાં ગૌરવ અનુભવતા હોય છે. આપણામાંના ઘણાંની જીવન પદ્ધતિનું આ પ્રતિબિંબ છે અને એટલે આપણે કાયમ કામમાં ને કામમાંજ હોઈએ છીએ. આપણા આરામની પળોમાં પણ અતિ ઉતેજીત દુનિયાનું પ્રતીબિંબ દેખાય છે. આપણી વિશ્રાંતિની પળોમાં પણ આપણે મારામારી કે હિંસક ફિલ્મો જોઈએ છીએ અથવા એવી રમતોમાં વ્યસ્ત રહીએ છીએ કે જેમાં બધુંજ ઘણીજ તીવ્રતાથી/ઝડપથી થઇ રહ્યું હોય.
મારી પાસે કોઈ જાદુઈ ઉપાય નથી. હું ફક્ત એટલુંજ જાણું છું કે સાચી રીતે જીવવાના મનુષ્ય જીવનની શક્યતાઓને આપણે ઘુમાવી રહ્યા છીએ. આપણને ખબર છે કે આપણને શું જોઈએ છીએ, એક અર્થસભર જીવન, સંઘ ભાવના અને સમ્યક જીવન.

W. B. Yeats લખે છે: આપણા પોતાના અંતરમા રહેલ અંધારાને ઓળખવા સૈનિકને યુધ્ધ ભૂમિમાં જોઈએ ટે કરતાં પણ વધારે હિમત જોઈએ.

જયારે આપણે આપણા કામમાં હોઈએ ત્યારે આપણા હૃદયનાં એ અંધારા ખુણાને આપણે કેવી રીતે શોધી શકીએ? પરીક્ષણ કરેલી આપણી આ જિંદગીને આપણે કેવી રીતે જીવી શકીએ?

હું એવા પ્રકારના અસ્તિત્વની અપેક્ષા રાખું છું કે જ્યાં આપણે થોડી ક્ષણો થંભી જઈએ, એક-બીજાની આંખમાં આંખ મિલાવીએ અને સાથે શોધીએ –અત્યારે મારું હૃદય શું કરી/કહી રહ્યું છે, તેનો આજે હાલ કેવો છે? એક માનવના બીજા માનવ સાથેના સંબંધોનું જોડાણ એવું હોવું જોઈએ કે હું તમને જાણતો હોઉં, તમને પ્રેમ પણ કરતો હોઉં અને હું મારાં કામમાં ખુબજ વ્યસ્ત પણ હોઉં છતાં અત્યારે તમારું હૃદય કેમ છે તેનો હાલ કેવા છે તે જાણવા આ ક્ષણે પણ ઈચ્છતો હોઉં.


મનન માટેનાં પ્રશ્નો:
૧. તમારું હૃદય અત્યારે શું કહી રહ્યું છે- જયારે તમે તેના પર ધ્યાન આપો છો?
૨. તમે કોઈ એવી વાત કહી શકશો જયારે તમે કામથી પર થઈને તમારા હૃદયની સ્થિતિને જાણવાનો પ્રયત્ન કર્યો હોય?
૩. તમારા અંતરના અંધારા ખૂણાને નિહાળવા શું અભ્યાસ કરશો?
 

Omid Safi is Director of Duke University's Islamic Studies Center. He is the past Chair for the Study of Islam, and the current Chair for Islamic Mysticism Group at the American Academy of Religion. Reading above is excerpted from the OnBeing blog.


Add Your Reflection

16 Past Reflections