The Day I Learned The Value of a Smile

Author
Maya Angelou
43 words, 27K views, 13 comments

Image of the Weekતે દિવસે મને સ્મિતની કિમત સમજાઈ

- માયા એન્જીલોઉંએ

મારા દાદી કે જેમણે મને ઉછેરીને મોટી કરી હતી. તેમની વિશેષ નોંધપાત્ર અસરથી મેં દુનિયાને જોઈ અને મારી જાતનું મેં તેમાં સ્થાન બનાવ્યું. તે એક ભવ્યતાની મૂર્તિસમી હતી. તે ધીમેથી બોલતી અને ચાલતી, પાછળ હાથ રાખી આંગળી માં આંગળી પરોવી ચાલતી. હું તેણીનું અનુકરણ એવી રીતે કરતી કે બધા પડોશીઓ મને તેણીના પડછાયા રૂપે બોલાવતા,

“બહેન હેન્ડરસન, તેં તારી છાયા તારી પાસે રાખી છે.” દાદી મારી સામે જોઇને હસીને બોલી, “ સારું, હું ધારું છું કે તમારી વાત સાચી છે. જો હું ઉભી રહું તો તે ઉભી રહે છે, જો હું ચાલું તો તે ચાલે છે.”

હું જ્યારે ૧૩ વર્ષની હતી ત્યારે મારી દાદી મને મારી મા પાસે કેલીફોર્નીયા મુકવા આવી અને તરતજ પાછી આર્કનાસા જતી રહી. હું જ્યાં મોટી થઇ હતી તે આર્કનાસાના ઘરથી કેલીફોર્નીયાના ઘરની દુનિયા બિલકુલ જુદી હતી. મારી માં ફેશનથી વાળ ઓળતી. મારી દાદીને આવા વાંકડિયા વાળની ફેશન ગમતી નહી. તેથી હું તો ચોટલોજ વાળતી હતી. દાદીમા રેડીયો ચાલું કરતી, ફક્ત સમાચાર સાંભળવા માટે અથવા તો ગેંગબસ્ટર કે રેન્જર ને સાંભળવા. જયારે અહીં મારી માં લીપ્સ્ટીક લગાડતી અને તેના રેકોર્ડપ્લેયર પર જાઝ જેવું મ્યુઝીક જોરશોરથી વગાડતી. તેનું ઘર હંમેશા માણસોથી ભર્યું રેહતું. તેઓ ખૂબ હસતાં અને જોરજોરથી વાતો કરતા. મને તે ગમતું નહીં. હું મારા બંને હાથ પાછળ રાખી, ટાઈટ ચોટલા વાળી ક્રિશ્ચિયન ગીતો ગાતી આમતેમ ફરતી રહેતી.

મારી માંએ બે અઠવાડિયા સુધી એ જોયા કર્યું. પછી એક બીજાને જાણવા માટે એક દિવસ બેસીને વાતો કરી. તેણીએ મને કહ્યું, “ માયા, તું મને નાપસંદ કરે છે કારણકે હું તારી દાદી જેવી નથી. આ વાત સાચી છે. હું તેણીના જેવી નથી છતાં હું તારી માં છું. હું મારા સ્વભાવથી વિરુધ્ધ કામ કરું છું કે જેથી હું તારા માટે સારા કપડા ખરીદી શકું, સારું તૈયાર કરેલું ભોજન તને આપી શકું અને તારા માટે આ ઘર રાખી શકું. જયારે તું સ્કુલે જાય છે ત્યારે તારા શિક્ષક તને સ્મિત આપે છે અને તું તેઓને સ્મિત આપે છે, અને બીજા એવીજ રીતે બીજા વિધાર્થીઓ પણ તને સ્મિત આપતા હશે. તું પણ સ્મિતદ્વારા પ્રત્યુતર આપતી હોઈશ. ગમે તે હોય પણ હું તારી માં છું. હું તને હવે કહું છું,” હું તારી પાસે શું અપેક્ષા રાખું છું. કોઈ અજાણી વ્યક્તિ પ્રત્યે પણ તું સ્મિત વેરી શકે તે હું તારી પાસેથી ચાહું છું. - મારે માટે આટલું કરજે. હું તને વચન આપું છું કે તારા એ કાર્યની હું પ્રશંસા કરીશ.”

તેણીએ પોતાનો હાથ મારા ગાલ પર મુકયો અને હસી ને કહ્યું,” આવ અને તારી માં માટે સ્મિત વેર, આવ બેટા આવ.” મારી ઈચ્છાવિરુધ્ધ તેણીએ હાસ્યાસ્પદ મુખમુદ્રા બનાવી, હું હસી. તેણીએ મારા હોઠોને ચૂમ્યા અને રડવાનું શરુ કર્યું.

આજે પેહલી વાર તને મેં હસતી જોઈ. તે હાસ્ય કેટલું સુંદર છે. માની સુંદર દીકરી સ્મિત કરી શકે છે.

મને કોઈએ કદી પણ સુંદર કહી નથી કે મારી દીકરી કહી નથી. જો કદાચ કોઈએ કહ્યું હોય તો મને યાદ નથી. તે દિવસે હું શીખી કે અન્ય વ્યક્તિના મુખ પર હાસ્ય લાવીને હું પણ કંઇક આપી શકું છું. આ અત્યાર સુધી ના વર્ષોએ મને શીખવ્યું- માયાળુ શબ્દ અને કોઈનો કોઈ રીતે આધાર બનવું એજ મોટી દાનરૂપી ભેટ છે. હું આગળ વધી શકું અને બીજાને માટે જગ્યા બનાવી શકું. હું મારું સંગીત ચાલું રાખું જો તેને ગમતું હોય તો. ના ગમતું હોય તો બંધ કરું. હું ક્યારે પણ ફીલાન્થ્રોપિસ્ત ના બની શકું. પણ હું માનવજાતને પ્રેમ તો જરૂર કરીજ શકું. મારી પાસેના દરેક સાધનો હું મુક્તપણે આપી શકું.

મારી જાતને હું સખાવતી કે દાનેશ્વરી કહેવડાવવામાં રાજી થઈશ.

(માયા એન્જીલોઉંએ પુત્રીને લખેલા પત્રમાંથી)

મનન ના પ્રશ્નોઃ ૧. તમે માત્ર સ્મિત આપી ને પણ બીજા ને ઘણુ આપી શકો છો? – આ વાક્યની તમારી સમજણ શુ છે? ૨. એવો કોઇ પ્રસંગ કે અનુભવ જયાં તમને સ્મિત આપી ને ઘણુ આપ્યાની લાગણી થઇ હોઇ? ૩. કઇ સાધના દ્વારા તમે તમારી જાતને અને બધીજ વસ્તુઓ ને મુક્તપણે વહેચી શકો છો?
 

Excerpted from Letter to my Daughter by Maya Angelou.


Add Your Reflection

13 Past Reflections