The Capacity for Successful Solitude

Author
Sherry Turkle
31 words, 32K views, 10 comments

Image of the Weekસફળતાપૂર્વકના એકાંતની શક્તિ

- શેરી ટરકલ

એકલા રેહવાની શક્તિ એટલે પોતાની જાત વિષે પૂરતી જાણકારી મેળવવી,” હું કોણ છું?” અને તેની સાથે શાંતિથી સુખપૂર્વક રેહવું. જાણેકે તમે કોઈ બીજા જ વ્યક્તિ સાથે હો. તમે તે વ્યક્તિને તમારી ઈચ્છા પ્રમાણે તમારી જાત પ્રત્યે કુણા( કોમલ) હો તે રીતે વર્તતા નથી. તમે તે વ્યક્તિને અન્ય તરીકે જ જુઓ છો અને તેની સાથે ખરા સંબંધ બાંધો છો.

પરંતુ જે વ્યક્તિ પોતાની જાત સાથે સંબંધ બાંધી શકતો નથી તે તેમાંની એક વ્યક્તિ બની જાય છે કે જેની સાથે બીજા લોકો પણ સંબંધ બાંધતા નથી કારણકે જયારે તમે તેમને આવતા જુઓ છો, ત્યારે તમે જાણો છો કે તેઓ એકલવાયાપણની ભયંકરતાથી પોતાની જાતને મુક્ત કરવા માંગતા હોય છે. આવા લોકો ખરેખર એકલા હોય છે કારણકે તેઓ સંબંધ બાંધી શકતાજ નથી. તેઓ બીજા લોકોનો ઉપયોગ પોતાની એકલતાને દૂર કરવાના એક ભાગ તરીકે કરવા માંગતા હોય છે.

સંબંધોની જાળવવાની શક્તિ માટે એકાંતની મૂળભૂત શક્તિ હોવી જરૂરી છે. સફળતાપુર્વકના બાળપણની એ એક સુંદર ભેટ છે કે જયારે સફળતાપૂર્વકના એકાંતની શક્તિને તમે વિકસાવી શકો અને તમો તે શીખી શકો છો. તમારી સંભાળ લેનાર કોઈક તમારી સાથે છે છતાં તે તમારે માટે અવકાશ પણ છોડે છે.

મને યાદ છે કે બ્રુક્લીનમાં મેસીઝ્માં હું મારી દાદી સાથે જતો. અમે બંને ચૂપજ રેહતા. અમારા બંને વચ્ચે એકાદ-બે શબ્દોની જ આપલે થતી. આમ અમો પોતપોતાનાં વિચારોમાં ખોવાયલા રેહતા, ક્યારેક જ વિચારોની આપ-લે કરતાં. તમે જયારે વિચારો સાથે હોવ છો ત્યારે કોઈક તમારી રક્ષા કરતું હતું. તે શું હતું તેના અલગ-અલગ નમૂના મળે છે: જેમકે સાથે બેસીને સીવતી, વાંચતી, રમતી કે બાળકને સ્નાન કરાવતી વખતે તેઓને તેઓના વિચારો કરવાનું એકાંત મળે છે. બચપણની આ બધી ક્ષણો કે જેમાં બાળકને જબરદસ્તીથી રોકવામાં નથી આવતા, તેમ છતાં તેઓ પોતાની જાત સાથે એકલા કેમ રેહવું તે શીખે છે, અને આ શક્તિ તેઓ જયારે બીજા સંબંધોની નજીક આવે ત્યારે તે સંબંધોને સફળતાપુર્વક જોડી શકે છે. આના બદલે જો તમે તેઓને આઈ-પેડ કે લેપ-ટોપ સાથે જોડો તો તેઓ હંમેશા બહારની દુનિયાને જ જોશે. તે પોતાના અંતરમાં જોઈ નહી શકે, પોતાનામાં રહેલી શક્તિ, પોતાનું મન કે તેની કલ્પનાઓને નહીં જાણી શકે.

પર્યાવરણમાં જે રસપ્રદ અને આશ્ચર્યજનક વસ્તુ જણાય છે તે આપણા મનની જ ઉપજ છે અને જો તમે તેને ક્યારેય જોતા નહી શીખો તો તે સારું નથી.

મનન માટેના પ્રશ્નો:
“સફળતાપૂર્વકનું એકાંત” તમારી દ્રષ્ટીએ કેવી રીતે મૂલવશો?
અન્યોની સાથે તમે ક્યારેય સફળતાપૂર્વકનું એકાંત અનુભવ્યું હોય તેવો કોઈ પ્રસંગ વર્ણવી શકશો?
સફળતાપૂર્વકનું એકાંત પ્રાપ્ત કરવામાં તમોને શું મદદરૂપ થયું?
 

Excerpted from Sherry Turkle's blog post: Relearning how to talk in the age of Smartphone addiction 


Add Your Reflection

10 Past Reflections