The Gift of New Eyes

Author
Rachel Naomi Remen
28 words, 29K views, 5 comments

Image of the Weekનવી દ્રષ્ટિની ભેંટ
રેચલ નાઓમી રેમેન

ઘણાં વષો પહેલા સકારાત્મક અને નકારાત્મક સંદેશાઓ પર મેં ભાષણ આપ્યું હતુ. અજાણતામાંજ જે આપણે આપણા દર્દિઓને પોંહચાડતા હોઇએ છીએ, કોઇવાર શબ્દોથી કે કોઇવાર બોલવાના લ્હેકાથી કે આપણાં સ્પર્શથી કે પછી આપણા મોઢાના હાવભાવથી કે જે રીતે આપણે તેની વાત તરફ ધ્યાન આપીએ છીએ, ભાષણના અંતે જેઓ મારી સાથે વિચારોની આપલે કરવા કે તેને વધારે સમજવાની ઇચ્છાથી મારી સાથે ચર્ચા કરવા માગતા હતા તેમની સાથે હું ઉભો હતો, ત્યારે એક વિધ્યાર્થી મારી પાસે આવ્યો અને મારા સફેદકોટના ખીસ્સામાં એક કાગળ સરકાવીને ચાલ્યો ગયો. હું તો એક અઠવાડિયા સુઘી આ વાત ભુલીજ ગયો હતો. હું કઇક બીજું શોઘી રહયો હતો (જેમ હમેશ મારા જીવનમાં બન્તુ આવ્યુ તેમ) ત્યારે આ કાગળ મારા હાથમાં આવ્યો. તેમાં બે જુદી જુદી કવિતાની પંક્તિઓ હતી -

“મને સ્વપ્ન આવ્યુ હતુ
કે મધમાખીઓ મારી જુની નિષ્ફ્ળતાઓ માંથી મારા હ્રુદયમાં મધપૂડો બનાવી રહી હતી.
સાચું કે ખોટુ એવું કશુજ નથી.
સાચા ને ખોટાની પેલે પાર એક ક્ષેત્ર છે.
હું તમને ત્યાં મળીશ”.

મને દ્રષ્ટિ આપનાર, મારી આંખ ખોલનાર, શાંતિ દેનાર પ્રત્યે આભાર વ્યક્ત કરવાની પણ મને તક ન મળી. એક દર્દી તરીકે હું જાણું છુ કે આવા સહજ મિલન ઘણીવાર શક્તિ આપનાર અને જીવનની દિશા બદલનાર બની શકે છે. નવી શક્યતાઓના દ્વાર તે કેવી રીતે ખોલે છે, આ કવિતા દ્વારા કદાચ એવોજ સંદેશો અપાયો છે. કદાચ આ કવિતા આ સંદેશ છે જે શીક્ષણ દ્વારા દરેક વિધ્યાર્થી ને પોંહ્ચ્વો જોઇએ. અને આપણા બધા માટે પણ આજ સંદેશો છે.

લેખકઃ રેચલ નાઓમીના બ્લોગ માંથી લીધેલુ છે. તેણોએ તૈયાર કરેલ નવી દિશા સૂચન કરનાર અભ્યાસ ક્ર્મ ‘હીલર્સ આર્ટ’ હવે દરવર્ષે અમેરિકાની ઘણી બધી મેડિકલ સ્કુલોમાં શીખવવામાં આવે છે અને અન્ય સાત દેશોની મેડિકલ સ્કુલોએ પણ તે અપનાવ્યો છે.

મનન ન પ્રશ્નોઃ ખરું અને ખોટું એનાથી પર શું છે? તે તમે સમજાવી શકશો? તમે તમારા જીવનનો એવો કોઇ અનુભવ વર્ણાવી શકશો જ્યારે તમે ખરા અને ખોટાથી પર થયા હો? ખરા અને ખોટાની પેલેપાર જોવા માટેની દ્રષ્ટિ કેળવવા તમે શું પ્રયત્ન કરશો?
 

Excerpted from Rachel Naomi Remen's blog. â€‹Her groundbreaking curriculumn, the Healer’s Art is now taught yearly in more than half of American medical schools and in medical schools in seven countries abroad.


Add Your Reflection

5 Past Reflections