Song Of The Birds


Image of the Weekપક્ષીઓ નું ગીત


-ડેવિડ જી. હસ્કેલ


હજારો વર્ષોથી પક્ષી ની ભાષા આપણને અલગાવ થી એકતા તરફ પ્રેરે છે. કુરાનમાં સોલોમન ને ઇનામ અને આશિર્વાદ ના રૂપે પક્ષી ની ભાષા મળી હતી. કર્મ આપણને હવામાં રહેલા પક્ષી ના જ્ઞાન ને સાંભળવા માટે પ્રોત્સાહિત કરે છે. માનવજાતિ ના સમાચાર ઈશ્વર ના કાન સુધી પહોંચાડવા નોર્સ ઓડીન કાગડાનો અને પશ્ચિમ ના તાઓ ની રાણી નીલપંખી નો ઉપયોગ કરતાં. પક્ષી ના અવાજમાં આપણને શુકન, પૂર્વસૂચના કે ભવિષ્યકથન સંભળાય છે. આપણે સીમાઓ ને પેલે પાર, અલગ જગાઓ અને સમય માં પહોંચી જઈએ છીએ.


સાંભળો: એક નિમંત્રણ. પણ પક્ષીઓ શું કહે છે તે સમજવું અઘરું છે. તેઓ બહુ નિપુણતાથી તેના શરીર માં વાસ કરે છે. આપણું બેધ્યાનપણું તેમની ભાષા ને વધુ દબાવે છે. આપણે દીવાલો ચણી ને તેમને ઈંટ ની બહાર, અને આપણે અંદર, આપણા બનાવેલા જગત માં, આપણી પૂર્વધારણાઓ સાથે, જે આપણા મન ના દ્વારે સજડતાથી ચોકી કરે છે. આપણે આપણી જાત ને એકલ પટ બનાવી છે, નિશબ્દ.


અવાજ ને અંદર આવવા દો.


આપણે જયારે પક્ષીઓ ના અવાજ ને સમજી શકીશું, ત્યારે મનની બંને નાડી એક તાર થશે અને સંકેત આપશે. આ નાડીઓ એકબીજા સાથે સરતી હવાથી જોડાયેલી છે, જે મગજ ની નાડીઓ ની વચ્ચે રહેલા કોઈપણ રસાયણિક જોડાણ જેટલુજ ગાઢ અને વાસ્તવિક છે. પક્ષીઓ નો અવાજ ધ્વની નો તંત્રિકાસંચારક બની રહે છે, જે જાતિઓ ના સીમાડા ની પાર છલાંગ ભરે છે.


આ છલાંગ રચનાત્મક છે. જયારે મનુષ્ય અને પક્ષી ના મન મળે, ત્યારે એક નવી ભાષા નો ઉદ્ભવ થાય છે. આ બહોળી ભાષા અનેક જાતિઓ ને વણી ને એક બીજા ના સંપર્ક નું સાધન બને છે. એક શ્રવણ અને વકતૃત્વ નું માળખું. ભાષા શીખવી તે બધાને માટે છે. તે આપણને એક બનાવે છે. એટલે આપણે આપણા ઘર ની આસપાસ રહેલા પક્ષીઓ ના આવાહન ને આવકારો આપીએ છીએ. તેમનાં અવાજ માં આપણને ઘણા ઋતુઓ ના તાલ અને વિભિન્ન આવાસો ની ભૌતિકતા સંભળાય છે. દરેક પક્ષી ની એક પોતાની કથા સમજાઈ છે. એવું જ્ઞાત થાય છે કે કેવી રીતે આપણી જમાત બદલાઈ છે અને તે આપણે આ ક્ષણ થી યાદ રાખવાનું છે. આપણે તેનું શ્રવણ કરી ને પૃથ્વી નું સર્વવ્યાપી વ્યાકરણ તૈયાર કરીએ છીએ.


તો ચાલો આપણે પક્ષી ના આમંત્રણ ને સાદ આપીએ, બહાર નીકળી અને આપણા ધ્યાન ની સરળ એવી ભેંટ આપીએ.

સાંભળીયે. જિજ્ઞાસુ બનીએ. એક બનીએ.


ડેવિડ જી. હસ્કેલ લેખક છે. આ તેમની “The Songs of Trees: Stories from Nature’s Great Connectors” માંથી ઉદધૃત


મનન ના પશ્નો:
૧.) જયારે બે જાતિઓ નો મનમેળ થાય ત્યારે નવી ભાષા નો ઉદ્ભવ થાય તે વિષે તમારું શું માનવું છે?
૨.) તમે કયારેય ધ્યાનપૂર્વક સાંભળી અને બીજી જાતી સાથે સંલગ્નતા કેળવી અને પૃથ્વી ના સર્વવ્યાપી વ્યાકરણને તૈયાર કર્યું છે?
૩.) તમારી ભાષા થી અલગ ભાષા ને સાંભળી ને તેમાંથી જ્ઞાન કેવી રીતે મેળવી શકીએ?
 

David George Haskell is author of various books, including The Songs of Trees: Stories from Nature’s Great Connectors. The excerpt above from this podcast.


Add Your Reflection

8 Past Reflections