Uncomfortable Place Of Uncertainty

Author
Margaret Wheatley
53 words, 19K views, 10 comments

Image of the Weekઅપ્રિય અનિશ્ચિત સ્થાન


-માર્ગરેટ વ્હિટલી


આપણને આપણી નબળાઈ સ્વીકારવાની તાલીમ નથી મળી. મોટાભાગના ને પોતાનો અભિગમ સાચો છે, તેવું પ્રગટ કરવું હોય તો તેને સ્પષ્ટ અને આત્મવિશ્વાસ સભર હોવાની શીખ મળી છે. આપણને મૂઢતા માટે કોઈ ઇનામ નથી મળતું. કે પછી ઝડપથી જવાબ આપવાને બદલે વધુ સવાલો કરવા માટે. આપણે અનેક વર્ષો લોકો ને એટલા માટે સાંભળ્યા કે આપણે તેની સાથે સહમત છીએ કે નહીં તે નક્કી કરીએ. આપણાથી અલગ વિચારધારા ધરાવતા લોકો માટે, આપણી પાસે તેમને સાંભળવા નો રસ કે સમય બંને નથી.


નિશ્ચિતતા છોડવી બહુ અઘરી છે – આપણી સત્તા, આપણી માન્યતા, આપણા વિવેચન. આ બધું આપણી જાત ની ઓળખ ને સ્પષ્ટ કરે છે; આપણા હ્રદય માં પડેલી આપણી છાપ સાથે આ અંકિત છે. તે છતાંય હું માનું છું કે, આપણે આ દુનિયા ને બદલવી હશે તો આપણે નવા વિચાર અને નવા સામુહિક આચાર અપનાવવા જરૂરી છે.


આપણને જીજ્ઞાસા ની જરૂર છે. આપણે જે માનીએ છીએ તેને જતું કરવાની વાત નથી, પણ બીજાઓ શું માને છે તે પ્રત્યે જીજ્ઞાસા જગાડવા ની છે. આપણે એવી પણ પુષ્ટિ નથી કરવાની કે, તેઓ જે કરે છે તે આપણા જીવતા રહેવા અત્યંત જરૂરી છે. બીજા કેવી રીતે બાબતો ને સમજે છે તેના પ્રત્યે જીજ્ઞાસા ઉભી કરવી એટલે એવું કબુલવા તૈયાર રહેવું કે આપણે એકલા બધી સમજણ કેળવવા સમર્થ નથી.


થોડા વખતથી, મને શું અચંબિત કરે છે તે હું સાંભળું છું. મેં એવું શું સાંભળ્યું જેને મને ચકિત કરી? આ સહેલું નથી -હું ત્યાં બેસીને મારું ડોકું ધુણાવવા ટેવાયેલ છું, જ્યાં,મારી માન્યતા પ્રમાણે ની વાત થતી હોય. પણ હું જયારે મને ચકિત કરતી વાત પ્રત્યે ધ્યાન કેળવું, ત્યારે, મને મારો અભિપ્રાય વધું સ્પષ્ટ દેખાઈ છે, સાથે સાથે મારી ધારણાઓ અને માન્યતાઓ.


મને શું ચકિત કરે છે કે વ્યાકુળ, તેના પર ધ્યાન આપવું એ મારી છુપી માન્યતા ને બહાર લાવવા ઘણું મહત્વ નું છે. જો તમે કંઇક એવું કહો કે હું ચકિત થાવ, તો તેનો અર્થ એ કે હું બીજું કંઇક સત્ય છે તેવી ધારણા માં હતી. જો તમે મને વ્યાકુળ કરે તેવું કંઇક કહો, તો હું તમારા વિચાર થી વિરુદ્ધ માન્યતા ધરાવું છું. તમારા દ્રષ્ટિકોણ થી મને લાગતો આઘાત મારો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરે છે. જયારે હું મારી જાતને એવું કહેતા સાંભળું કે, “અરે, કોઈ આવું કેવી રીતે માની શકે?” ત્યારે એક પ્રકાશ મારી પોતાની માન્યતા ઉપર પડે છે. આ ક્ષણો અમુલ્ય ભેંટ હોય છે. જો હું માંરી માન્યતા અને ધારણાઓ ને જોઈ શકું, તો નક્કી કરી શકું, કે મારા માટે તેનું મુલ્ય હજી કેવું છે.


ક્યારેક આપણને ભિન્ન વાત સાંભળવા નો અચકાટ હોય છે કારણકે આપણે બદલવું નથી. ક્યારેક આપણે જીવન માં એટલા સુખકર રીતે જીવતા હોઈએ, કે જો કોઈ તેની સામે પ્રશ્ન કરે અને આપણે તેનું સાંભળીયે, તો, તેનો અર્થ એ કે હવે સ્થિતિ પલટવી પડશે. જો ના સાંભળીયે, તો જેમ છે તેમ ચાલતું રહેશે અને આપણે કોઈ શક્તિ નો ખર્ચ નહીં કરવો પડે. પણ મોટાભાગના આપણે, દુનિયામાં અને આપણા જીવન માં એવી બાબતો જોઈએ છીએ, જેને બદલવા ની આપણી ઈચ્છા છે. જો આ સત્ય હોય તો આપણે વધું સાંભળવું જોઈએ, ઓછું નહીં. અને તે માટે આપણે અપ્રિય અને અનિશ્ચિત સ્થાન માં રહેવા ની તૈયારી રાખવી પડશે.

-માર્ગરેટ વ્હિટલી જાણીતા લેખક છે. તેમના પુસ્તક 'Willing To be Disturbed’ માંથી ઉદધૃત

મનન ના પ્રશ્નો:
૧.) અનિશ્ચિતતા ને તમે કેવી રીતે સમજો છો?
૨.) તમને કયારેય અતિ અપ્રિય અને અનિશ્ચિત સ્થાન માં રહેવાનો અનુભવ થયો છે?
૩.) પોતાની જાત ને બદલવા માટે કેવી રીતે તૈયાર થઇ શકીએ?
 

Margaret Wheatley is a celebrated author of many books. Excerpt above is from 'Willing To be Disturbed.'


Add Your Reflection

10 Past Reflections