Action Without Desire Of Outcomes


Image of the Weekનિરપેક્ષ કર્મ

-વિનોબા ભાવે

પોતાના સ્વાર્થ નું રક્ષણ કરવા વ્યક્તિઓ એકમેકનું શોષણ કરે છે, રાષ્ટ્રો યુદ્ધ આરંભે છે અને ધંધાદારીઓ એકબીજાને કાપે છે, કારણકે આવી પરિસ્થિતિ માં તેઓ પોતાના સ્વાર્થ અને બીજાના સ્વાર્થ વચ્ચે વિરોધ જુએ છે. પણ હકીકતે તેવો કોઈ વિરોધ છે જ નહીં. બધાનું હિત ગુંથાયેલું છે. શાંતિ, સુખ અને સમૃદ્ધિ બધાના હિત માં છે. આ બધા વૈશ્વિક લાભ છે, જે સ્વ-હિત ને ભૂલવાથી મેળવી શકીએ. જયારે સ્વ-હિત માટે જ પ્રયત્ન થાય ત્યારે વૈશ્વિક લાભ ખોવાઈ જાય છે. અને વૈશ્વિક લાભ ખોવાઈ તો પછી સ્વ-હિત નું અસ્તિત્વ જ ક્યાં રહ્યું?

પ્રેમથી કરવામાં આવેલું કર્મ જ પુરસ્કાર બને છે. અને જે કર્મ કોઇપણ ગુહ્ય ઉદ્દેશ વગર કરવામાં આવે, જયારે તે સહજ, આનંદદાયક અને પવિત્ર બને છે, ત્યારે આપણું ધ્યાન પણ વર્તમાનમાં અને અહીં રહે છે. અહીંયા કોઈ ચાલાકી નથી, કોઈ હિસાબ નથી, કોઈ અનુમાન નથી, કોઈ યોજના નથી, કોઈ ભૂતકાળ નથી, કે કોઈ ભવિષ્ય નથી, કોઈ ચિંતા નથી અને કોઈ દબાવ પણ નથી. આપણું કર્મ કોઈપણ ખેંચતાણ વિના નિશ્ચિંત રીતે વહે છે.

દાખલા તરીકે, જયારે કોઈ રસોઈ, માત્ર રસોઈ પકાવવા ના આનંદ માટે કરે, જેમાં મન ની સંપૂર્ણ એકગ્રતા અને હાજરી હોય, ત્યારે તે રસોઈ કુદરતી રીતે ઉત્તમ જ બને. બાગકામ, તેના પોતાના આનંદ માટે, કોઈપણ અધીરાઈ કે બેચેની વિના થાય ત્યારે ફળ, ફુલ અને શાકભાજી આપમેળે જ ઉગી નીકળશે. જે લોકો બાગકામ કે રસોઈ કામ ને સમર્પિત છે તેને તમે એમ કહો કે આવું કામ કરવાની જરૂર નથી, હું તમને બહારથી ભોજન અથવા તો તૈયાર શાકભાજી ની વ્યવસ્થા કરી આપીશ તો તેમને સંતોષ નહીં થાય. એક સાચો માળી કે મહારાજ તેમાં ખુશ નહીં થાય, કારણકે તેવું કરવાથી તેઓ પોતાના નિજાનંદ અને સર્જનાત્મકતા થી વંચિત રહી જશે.


એક માળી, જયારે પ્રેમ રેડીને બાગકામ કરે છે, ત્યારે શાકભાજી સાથે એકાત્મક બને છે. બાગકામ કરીને જ તે સંપૂર્ણ સૃષ્ટી સાથે એકાત્મકતા સાધે છે. આ રીતે બાગકામ એક ઉમદા, દિવ્ય, પ્રાર્થનામય અને લીલા બની રહે છે- જીવન માત્ર જ લીલા છે; એક દૈવિક લીલા. એક બાળક આનંદ ખાતર રમત રમે; આપણે અભિનય કરીએ તેના આનંદ ખાતર. આપણું કર્મ આમ કુદરતી હોવું જોઈએ, પક્ષીના ગાયન જેમ. આપણા સ્વભાવ મુજબ વર્તવા માટે આપણે પુરસ્કાર ની અપેક્ષા ન કરવી જોઈએ. માળી માટે બાગકામ,- ભોજન, પેય કે નિંદ્રા કરવા જેટલું કુદરતી છે. તેમાં કંઈ ખાસ નથી. કોઈ આડંબર નથી. [“જો કંઈપણ મેળવવા નું ન હોય,” મેં પૂછ્યું, “કોઈ લક્ષ્ય નહીં, કોઈ પરિણામ નહીં, તો કોઈ કંઈપણ કર્મ કેમ કરે?”]


આપણે કર્મ નો ત્યાગ ન કરી શકીએ. કર્મ આપની આગળ પાછળ છે. સ્થિર બેસવું પણ કર્મ છે, અને જો લાંબો સમય આપણે સ્થિર બેસી રહીએ તો અકળાઈ જઈશું. એટલે કર્મ નો ત્યાગ કરવાની મહેનત કરવાની જરૂર નથી. જો કંઈ ત્યાગી શકીએ તો તે છે પરિણામ ની મહત્વકાંક્ષા.


કર્મ થી આપણે આપણી જાત ને વ્યક્ત કરીએ છીએ. કર્મ આપણી કલ્પના નું પ્રગટીકરણ છે. કર્મ પ્રેમ નું પ્રગટીકરણ છે. કર્મ દ્વારા આપણે વ્યક્તિ, વસ્તુ સાથે સંબંધ સ્થાપીએ છીએ. એટલે કર્મ પોતેજ સુંદર છે. તેમાં જયારે બીજાને પ્રભાવિત કરવાની, કીર્તિ, સિદ્ધિ કે એશ્વર્ય મેળવવાની વાંછના ભળે છે ત્યારે તે કાર્ય કુરૂપ બને છે. કોઈપણ વળતર મેળવવાની વાંછના જરૂરી નથી. બધું વળતર આડપેદાશ છે. કર્મ ની મુખ્ય પેદાશ તો કર્મ જ છે.


-વિનોબા ભાવે ના સતીષકુમાર સાથેના વાર્તાલાપ, જેની તવારીખ "You Are, Therefore I Am." માંથી ઉધ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧.) કર્મ પોતેજ સુંદર છે બીજાને પ્રભાવિત કરવાની તેમાં ભળતી આકાંક્ષા તેને કૃરૂપ બનાવે છે તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) કર્મ પ્રેમ નું પ્રગટીકરણ છે તેવો તમને અનુભવ થયો હોય તો વર્ણવો.
૩.) પરિણામ નો મોહ છોડીને કર્મ કરતા રહેવામાં શું મદદ કરશે?
 

Vinoba Bhave in conversation with Satish Kumar, as chronicled in the book, "You Are, Therefore I Am."


Add Your Reflection

8 Past Reflections