To Know Your Mind, Pay Close Attention To It

Author
Sam Harris
74 words, 23K views, 4 comments

Image of the Weekમન ને જાણવા માટે, તેના તરફ ખુબ ધ્યાન આપો


સેમ હેરીસ


કેટલાક અતુલ્ય અને અદ્ભુત અનુભવો શક્ય છે. પણ આ માટે આપણે એક મહત્વ નું કામ કરવું પડે, “આધ્યાત્મ” ( જે આ આંતરિક માટે નો અનિવાર્ય શબ્દ છે ) ને ગંભીરતા થી લેવું....


આપણે આપણું જીવન વિચારો માં ગુમાવીયે છીએ. જે સંવેદના ને આપણે “હું “ કહીએ છીએ – આ સમજ કે શરીર માં કોઈક નો વાસ છે –તે એવું છે જાણે વિચાર્યા કે જાણ્યા વગર વિચારવું. જે ક્ષણે આ વિચાર માળા તૂટે, કે તમે વિચાર વચ્ચે રહેલી સજકતા ને જાણી શકો- જે બીજો વિચાર શરુ થાય તેની પહેલાં ઉદ્ભવે છે. અને આ સજકતા પોતાની જાત જેવી નથી ભાસતી. તે “હું” જેવી નથી લાગતી. ખરેખર તો, આ શરીર માં “જાત” નું હોવું એ સજકતા માં થતો ઉદ્ભવ છે (નહીં તો આ તમે કેવી રીતે અનુભવી શકો?).


હું તર્ક કરું છું કે અધ્યાત્મ ને કોઈ એવી માન્યતા ના આધાર ની જરૂર નથી કે આપણા અનુભવ ની પરે પણ કંઇક રહેલું છે. અને તે એજ પ્રમાણિક સમીક્ષા ના ધૈર્ય માંથી ઉદ્ભવે છે જેમાંથી વિજ્ઞાન નું પ્રગટીકરણ છે.


સજકતા રહેલી છે (તેનો સ્થૂળ જગત સાથે જે પણ સંબંધ હોય), અને તે પરખાયેલ કે જેની પરખ નથી થયી તેવા જીવન માટે અનુભવલક્ષી છે. જો તમે સજકતા ને આ ક્ષણે અંતરમુખ કરો તો તમે પામશો કે મન વિચારો માં જકડાઈ છે. જો તમે વિચાર ને ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે તેઓ નો સતત ઉત્પાદ –વ્યય થાય છે. જો તમે વિચાર કરનાર ની શોધ કરશો તો કોઈજ નહિ મળે. અને પછી જે સમજ છે – “હેરી તું શું કહેવા માગે છે? હું જ વિચારક છું !”- એ પણ ચિત્ત પર પ્રગટ થતો એક વિચાર જ છે.


આ રીતે તમે સજકતા ને ચિત્ત તરફ વારંવાર વાળો ત્યારે તમે પોતાની જાત છે તે વિશે ની સંવેદના લુપ્ત થતી જાણશો. આમાં કંઈ નથી (સાંપ્રદાયિક કે ખાસ કશું ) બૌધવાદી પણ આ સમીક્ષા બાબત, અને કોઈ અધુરી પ્રમાણ વગર ની માન્યતા પણ નહિ જેને અનુસરવા ની જરૂર પડે. વ્યક્તિ એ માત્ર એકજ આધાર નો સ્વીકાર કરવાનો છે કે: જો મન ને જાણવું હોય, તો તેના પ્રત્યે ખુબ ધ્યાન આપવામાં જ અક્કલમંદી છે.


-----સેમ હેરીસ અમેરિકી લેખક, ફિલસૂફ અને ન્યુરોવિજ્ઞાની છે. તેમના ન્યુયોર્ક ટાઈમ્સ ની મુલાકાત માંથી ઉદ્ધૃત.


મનન ના પ્રશ્નો:
૧.) પોતાની જાતનું હોવું –એ વિશે ની સંવેદના તે પણ ચિત્ત પર નો એક ઉદ્ભવ છે તે વિશે તમારું શું માનવું છે?
૨.) કોઈ એવો પ્રસંગ વર્ણવો જયારે તમે એવી ચિત્ત ની સજાગતા નો અનુભવ કર્યો હોય જ્યાં પોતાની જાત નો અનુભવ લુપ્ત થયો હોય.
૩.) સજકતા ને ચિત્ત ની માંહે વારંવાર સ્થપતિ કરવા માં શું મદદ કરશે?
 

Excerpted from a NY Times interview with Sam Harris, an American author, philosopher and neuroscientist.


Add Your Reflection

4 Past Reflections