Returning the Gift

Author
Robin Wall Kimmerer
51 words, 26K views, 5 comments

Image of the Weekભેંટ પાછી વાળવી


રોબીન વોલ કીમેર્રેર


મારા પોતાવોતોમી પૂર્વજો ની શિખામણ પ્રમાણે ભેંટ અને જવાબદારી એકજ સિક્કા ની બે બાજુ છે. ભેટ નું તમારી પાસે હોવું, તેને સૌના કલ્યાણ માટે વાપરવાની જવાબદારી સાથે આવે છે. જેમ ગીત ની ભેટ ને મહત્વ આપવામાં આવે છે -તેવુજ દરેક દિવસ ને સંગીત થી આવકારવા માટે છે. સલમોન માછલી ને સફર કરવાની ભેટ મળેલી હોય છે, તો તેની સાથે તેઓ નદી ના ઉપર્યાળ માં ભોજન લઇ જવાની જવાબદારી ને સ્વીકારે છે. તો જ્યારે આપણે સવાલ કરીએ, કે મારી જવાબદારી આ દુનિયા પ્રત્યે શું ત્યારે આપણે એ પણ સવાલ કરીએ છીએ કે, “મારી પાસે શું ભેટ છે?”

માણસ જાત તરીકે હાલમાં જ આપણો ઉદભવ થયો હોવાને કારણે આપણે બીજી સહ જાતિઓ માં ઉપલબ્ધ અમુક ભેટ થી વંચિત છીએ, જેમકે નાઇટ્રોજન ના પ્રમાણ ને સરખું રાખવું, પરાગ નયન ની ક્રિયા કરવી કે ચુંબકીય માર્ગદર્શન મુજબ ૩૦૦૦ માઈલ નું સ્થળાંતર કરવું. આપણે તો પ્રકાશસંશ્લેષણ પણ કરી શકીએ તેમ નથી. પણ આપણી પાસે આપણી પોતાની ભેટ છે, જેની પૃથ્વી ને તાતી જરૂર છે. જેમાંની એક સમર્થ શક્તિ કૃતજ્ઞતા છે .

આપણી સામે રહેલ અસાધ્ય પડકારો સામે કૃતજ્ઞતા એક નબળી ચા જેવી લાગે છે, પણ એ એક શક્તિશાળી દવા જેવી છે, જે ખાલી આભાર માનવા થી ઘણું વધારે છે. આભાર માનવો એ માત્ર ભેટ ની જ નહિ પરંતુ આપનાર ની સ્વીકૃતિ સૂચિત કરે છે. જયારે હું સફરજન ખાઉં ત્યારે મારી કૃતજ્ઞતા એ વિશાળ-બાહુ વૃક્ષ તરફ નિર્દિષ્ટ હોય છે જેનો એક ખટ્ટમીઠો ટુકડો મારા મોંમાં હોય છે, જેમાં રહેલ જીવન હવે મારું બની ગયું . કૃતજ્ઞતા એ સમજણ માંથી પ્રગટ થાય છે કે આપણું અસ્તિત્વ પ્રકાશસંશ્લેષણ કરી શકતા જીવો ની ભેટ ને આધારિત છે. કૃતજ્ઞતા દરેક જીવ ના વ્યક્તિત્વ ની ઓળખ ને વેગ આપે છે અને માત્ર માનવ નુ જ વ્યક્તિત્વ હોય તેવા ભૂલ ભરેલા ખ્યાલ ને પડકારે છે- એક ખ્યાલ કે આપણે બીજા કરતા ઉત્તમ, અને પૃથ્વી પરના બીજા જીવો કરતા વધુ સંપતિ અને સગવડ ના હકદાર છીએ.

કૃતજ્ઞતા ની પરંપરા થી થતો વિકાસ શીલ ફાયદો તેમાં જકડી રાખનાર છે. આ માનવીય સંવેદના માં યોગ્ય રીતે ....ગુણો છે, કારણકે તે જીવન ટકાવવા માટે વાસ્તવિક પરિણામો ની દ્યોતક છે. કૃતજ્ઞતા ની સાધના, ખરી રીતે કરવામાં આવે તો, આત્મ સંયમ તરફ લઇ જાય કે આપણે જરૂરિયાત પૂરતું જ લઈએ . આપણી આસપાસ રહેલી ભેટ ના આવકાર થી સંતોષ ની લાગણી ઉત્પન થાય છે, બધું જ પૂરતું છે એવો ભાવ પ્રગટાવે જે સમાજ માંથી મળતા સંદેશા, જે હંમેશા આપણી અંદર એવું ઠોકી બેસાડે છે કે વધુ જોઈએ તેની સામે પ્રતિકારક હોય છે. સંતોષ ની સાધના એ ઉપભોક્તા પરસ્ત સમાજ માટે નિવારક કાર્ય બની રહે .

પારંપરિક કથા ઓ માં કૃતજ્ઞતા ના અભાવ ની ચેતવણી થી ભરપૂર હોય છે. જ્યારે લોકો આ ભેટ ને સત્કારવા નું ચૂકી જાય છે ત્યારે હંમેશા ભૌતિક અને આધ્યાત્મિક પરિણામો ભોગવવાનો વારો આવે છે. વાવ સૂકાઈ જાય , પાક ઊગે નહિ, ધણ પાછાં ન ફરે, પ્રાણીઓ અને છોડ ની નારાજગી ની કથાઓ અને જે લોકો એ કૃતજ્ઞતા ને નકારી તેની સામે નદી માં આવતી ભરતી. પશ્ચિમ વાર્તાઓ ની પરંપરા આ બાબતે મુક છે તે એક વિચિત્ર હકીકત છે , તેને લીધે આપણે એવા યુગ માં છીએ જે પોતે જ ઊભા કરેલા વાતાવરણ થી ભીતિ પામે.

આપણે માણસો ને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ના પણ રિવાજ હોય છે. આપણે આભાર માની એ. આપણે ભેટ ને પાછી વાળવી જોઈએ એવું પણ સમજીએ. હવે જો આપણે આ સુંદર પૃથ્વી પર એક ઉભરતી જાતિ તરીકે જીવવું હશે તો આપણી પારંપરિક ઉત્ક્રાંતિ માં કૃતજ્ઞતા નો રિવાજ જીવંત પૃથ્વી સુધી પોહોંચતો કરવો પડશે . કૃતજ્ઞતા પ્રતિધ્વનિ ના દ્વાર ઉઘાડે છે તેથી તે પૃથ્વી પ્રત્યે નો સૌથી શક્તિશાળી પ્રતિભાવ બની રહે છે.

“Returning the Gift “માંથી ઉદધૃત. ડો. રોબીન વોલ કીમેરેર એક માતા, લેખક, વૈજ્ઞાનિક, અને જાણીતા પ્રોફેસર છે જે ન્યુ યોર્ક ના સયરક્સ માં સની કોલેજ માં વન અને પર્યાવરણ વિજ્ઞાન ભણાવે છે. તેઓ સીટીઝન બેંડ પોતાવાતોમી ના સભ્ય છે. તેઓ ન્યુયોર્ક માં એક વાડી માં રહે છે અને ખેતી કરે છે.


મનન ના પ્રશ્નો :
૧.) કૃતજ્ઞતા એક અકસીર દવા છે તે વિશે તમારો મત શું છે ?
૨.) જીવંત પૃથ્વી પ્રત્યે કૃતજ્ઞતા દાખવ્યા થી તેની સુશ્રુત શક્તિ નો અનુભવ થયો હોય તો વર્ણવો.
૩.) કેવી રીતે આ જીવંત પૃથ્વી તરફ કૃતજ્ઞતા દાખવી શકીએ?
 

Excerpted from Returning the Gift. Dr. Robin Wall Kimmerer is a mother, scientist, writer, and Distinguished Teaching Professor of Environmental Biology at the SUNY College of Environmental Science and Forestry in Syracuse, New York. Kimmerer is an enrolled member of the Citizen Band Potawatomi. She lives on an old farm in upstate New York, tending gardens both cultivated and wild.


Add Your Reflection

5 Past Reflections