The Way of the Water

Author
Ursula LeGuin
54 words, 71K views, 19 comments

Image of the Weekપાણીનું વહેણ

- ઉર્સુલા લેગુઈન


માનવ સ્વભાવને હંમેશા યુદ્ધ અને યોદ્ધાઓનું આકર્ષણ સદી ઓ થી થતું રહ્યું છે. યોદ્ધા એટલે હિંમત, તાકાત, ફરજ, ખુમારી, માણસાઈ અને માનવતાનું પ્રતીક. આ ઓળખાણ યોદ્ધાની આપણા મનમાં છવાયેલી છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે જો હૂં આ યુદ્ધ ના કરું અને પાછો વાળું તો આ બધા ગુણો કોની પાસે માંગુ? મારે ક્યાં જવું જોઈએ? લાઓત્સે કહે છે: પાણી ને રસ્તે વહેવું જોઈએ.


પાણીનો એક સ્વભાવ છે અને તે બધાને ખબર છે કે પાણી પોતાનો રસ્તો હંમેશા બનાવી જ લે છે. અને તે હંમેશા નીચે તરફ વહેવાનું જ પસંદ કરે છે. ઉપર તરફ નહિ. ગમે તેવો પાવરણ રસ્તો હોય, ઊંચા નીચા ખડકો હોય, રસ્તામાં અનેક મુશ્કેલીઓ કે અવરોધો આવે એ બધાને સાથે લઈને, એ બધાને સ્વીકારીને પાણી પોતાના રસ્તે વહેતું જ રહે છે. મુશ્કેલીઓથી કોઈ જગાએ એ અટકતું નથી.


સાગરમાં આવતી ભરતી કે ઓટ એ ચંદ્રની વધઘટ પર આધાર રાખે છે. સાગરની ભરતી ઓટ ચંદ્રની કળાથી પ્રેરાય છે. જ્યારે મોટા મહાસાગરના મોજા ખુલ્લા વિશાળ દરિયામાં પોતાની મરજી મુજબ ઉછળે છે, દરિયાની ઊંડે શાંત પાણી પણ સતત વહેતું જ રહે છે. તળાવનું પાણી સ્થિર હોય છે છતાં પણ એ અદૃશ્ય રીતે વરાળમાં રૂપાંતર થઈને ઊંચે ઉડી જાય છે. નદી પર બંધ બાંધો કે નદીના પાણીને બીજી તરફ વાળો છતાં પણ તે પાણીને રોકી શકતું નથી. એ તો વહેતું જ રહે છે. નદી જ્યાં જ્યાંથી વહેતી હોય છે તે દરેક ગામ કે શહેર, ત્યાંના લોકો નદીના પાણીનો એટલો બધો ઉપયોગ કરે છે કે એ દરિયા સુધી પહોંચી જ નથી શકતી, નદી તો પણ પોતાની મસ્તીમાં મસ્ત વહેતી જ રહે છે, કારણ કે વહેતા રેહવું એ નદીનો સ્વભાવ છે. નદીનું પાણી ઝાકળ, ધુમ્મસ કે વરાળ સ્વરૂપે ઉપર ઉડે છે ને અને વાદળું બનતી ફરી પાછી પૃથ્વી પર વર્ષા બનીને વરસતી અને સમુદ્ર ને ભરતી હોય છે.


પાણીનો પોતાનો કોઈ નિશ્ચિત રસ્તો હોતો નથી. એ તો અનિશ્ચિત રીતે પોતાને જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાંથી પોતાનો રસ્તો બનાવી લે છે. આમ એક રીતે પાણી તકવાદી છે. જ્યાં તક મળે ત્યાં એ પોતાનો રસ્તો બનાવીને જ રહે છે. અને સમગ્ર પૃથ્વી ના સમસ્ત જીવ આ શાંત, શરણાગત, અનિશ્ચિત, અનુકૂળ પણ સતત બદલાતા તત્ત્વ પર નિર્ભર છે.


નદી નો પ્રવાહ નું આ પ્રતીક મને ચાલતા રહેવાની હિંમત આપે છે. મને પ્રેરિત કરે છે, જે મને નરસા સમય કે જગ્યા ની પાર લઇ જાય છે. એવી હિમ્મત જે પસંદગી ને આધીન છે, અનિવાર્ય પણે જે ક્યારેક દમન નો ઉપયોગ પણ કરે છે. છતાંય હમેશાં ઉત્તમ, સરળ માર્ગ શોધે છે અને ક્યારેક સરળ માર્ગ નો પણ મળે, છતાંય વહેતી રહે છે.


“The election Lao tsu and a Cup of water” માંથી ઉદધૃત


મનન ના પ્રશ્નો:
૧. પાણી નું વહેણ તમારા માટે શું માન્યતા ધરાવે છે?
૨. શું તમારી સાથે એવો કોઈ પ્રસંગ બન્યો છે જ્યાં તમે પાણી ના દરેક રંગો ને મેહસૂસ કર્યો હોય?
૩. તમને પાણીના વહેણ માં વહેવા શું મદદરૂપ બને છે?
 

excerpted from the post The Election Lao Tzu and A Cup of Water. [Illustration offered as an anonymous gift :-)]


Add Your Reflection

19 Past Reflections