True Humility: Selfless Respect for Reality

Author
Costica Bradatan
79 words, 18K views, 9 comments

Image of the Weekખરી નમ્રતા: વાસ્તવિકતા પ્રત્યે નિસ્વાર્થ આદર


–કોસ્તીકા બ્રદ્તાન

અસાધારણ સંભવિત સ્થાન માંથી- નાશવંત સ્થાન આપણે બની શકીએ છીએ – ત્યારે આપણે સમજીએ કે આપણે વિશ્વ કરતા વધારે ભવ્ય નથી. હકીકતે, આપણે બધી વસ્તુ કરતા નિમ્ન છીએ. નદી ના પટ માંથી ઉઠાવેલો નાનો શો કાંકરો પણ આપણા કરતા પહેલાં થી ત્યાં અસ્તિત્વ માં છે અને આપણા પછી પણ હશે. માનવો ક્ષણજીવી હોય છે: તો આપણે કેવી રીતે આપણો હક્ક જતાવી શકીએ? મૂળભૂત રીતે આપણે કોમળ, નાજુક પ્રાણીઓ છીએ. અને બીજાથી વિશેષ આપણને બુદ્ધિમતા ની ભેટ મળી છે, તો આ ભેટ આપણને તે સમજણ તરફ દોરે કે બ્રહ્માંડ માં આપણું સ્થાન કેટલું મધ્યમ કક્ષા નું છે.

તો પછી નિષ્ફળતા નો અનુભવ આપનામાં નમ્રતા નું સિંચન કરતો હોવો જોઈએ. નમ્રતા ને એક ગુણ ની માફક સંકુચિત રીતે જોવાને બદલે, વધારે વિશાળતા થી, જીવવા ની રીત તરીકે અપનાવવું જોઈએ. The Sovereignty of Good (1970), માં ઈરીસ મુર્ડોક, ટૂંક માં સરળ અને સાદી વ્યાખ્યા આપતા કહ્યું છે કે “નમ્રતા એટલે વાસ્તવિકતા માટે નો નિસ્વાર્થ આદર”. તેઓ વિચારે છે કે લોકો સામાન્ય રીતે વાસ્તવિકતા સાથે કદમ મિલાવી શકતા નથી (‘આપણી નજર માં આપણી છાપ ખુબ ભવ્ય છે’ આપણે આપણી જાત ને અળગી કરી ને સત્ય નું દર્શન ગુમાવી ચુક્યા છીએ “), અને આજ આપણા માટે સૌથી નુકસાન કારક બન્યું છે.

આને પલટાવવા અને રૂઝાવવા નમ્રતા શીખવી જરૂરી છે, “ સૌથી મુશ્કેલ અને અત્યંત અગત્ય નો ગુણ”

અહીંયા હું ત્રણ મહત્વ ના પડાવ જોઉં છું. પહેલાં ચરણ માં, નમ્રતા ની પુર્વભાવના એ બ્રહ્માંડ માં આપણી તુચ્છતા નો સ્વીકાર. આ એક પુરાણી ફિલસુફી જેવું છે; આ એવું છે જેવું યાહવાહ ને જોબ માં સ્થાપવું હતું: તેને પૂછ્યું “ તુ ક્યાં હતો જયારે મેં સુષ્ટિ ની રચના નો પાયો નાંખ્યો ?” અને સ્તોઈક્સ જે સમજાવવા માંગતા હતા જ્યારે તેઓએ પોતાનો અભિપ્રાય “આકાશી દ્રષ્ટિ” માટે આપ્યો; કે જે લેડી ફિલસુફી મૃત્યુ થી ભયભીત બોએથીયસ ને તેની જેલ ની કોટડી માં શીખવે છે; કે પછી, કાર્લ સગાન ને હાલમાં જે બાબત ને પ્રસિદ્ધ કરી છે. બ્રહ્માંડ માં આપણી તુચ્છતા ને માન્ય રાખવું એ માનવ અસ્તિત્વ ની શૂન્યતા છે –આનાથી નીચે આપણે જઈ શકીએ તેમ નથી. આવે વખતે, નિષ્ફળતા થી તૂટી ચુકેલા અને આપણી મુળભૂત અનિશ્ચિત તા ના ખ્યાલ થી દબાઈને, આપણે ખરી રીતે “કચડાયેલા”, “જમીનદોસ્ત” , “ધૂળ માં મળી” જવાનો અનુભવ કરીએ છીએ. નમ્રતા, આ રીતે, આપણને આપણા સ્થાન પર લાવે છે, આપણે આપણી નગ્ન સ્થિતિ માં પાછા વળીએ છીએ. પણ આ કોઈ નાનોસૂનો વિજય નથી: આપણી મહત્તા ની સાથોસાથ આપણે ઘણી છેતરામણી આદતો અને આત્મ પ્રશંસા માંથી છુટકારો મેળવીએ છીએ જે મોટેભાગે ક્યાંક આપણને આપણી જાત થી અળગી રાખે છે.
બીજા ચરણ માં, આપણે કૃતજ્ઞતા અનુભવીએ આ “ધરતી” પર આવવા માટે, આપણે સારી પરિસ્થિતિ માં હોવાનું કારણ કે આપણા પગ જમીન પર સ્થિર છીએ. આપણા પગ પર ઊભા રહેવું –એક પ્રકાર નો નવો જન્મ છે. મહત્વનું એ છે કે આ ચરણે આપણને એહસાસ થાય કે હવે આપણે વધુ અધોગતિ નહી પામીએ, કારણકે બ્રહ્માંડ માં આપણી તુચ્છતા ને માન્ય રાખી ને આપણે આપણી જાત પ્રત્યે સચ્ચાઈ નો અનુભવ કરતા થયા. આપણે ગરીબ હોય- પણ તોપણ ઉગ્ર રીતે નેક-ખાસ કરીને આપણી પોતાની જાત સાથે. અને આ શરૂઆત માટે નું ઉત્તમ ઉદ્ગમ સ્થાન છે; અહીંથી જ્યાંપણ પ્રસ્થાન કરીએ ત્યાં પ્રગતિ જ છે અને મુલ્યવાન સફર.

કહેવાની જરૂર નથી કે જે મન કાયમ કલ્પનાઓ ની ઉંચી ઉડાન ભરી અને ધરતી પર એકાદવાર આવે તેને માટે આ ઘણું સ્વાસ્થ્યપ્રદ છે. કટ્ટર સ્વપનવાદી ક્યારેક ભુ –ચીકીત્સા માં ઉતરે તે એક ઉત્સવ છે.

ત્રીજું ચરણ ઘણું બહોળું છે: તેનો આભાર આ દુનિયા માં આવી ને લંગર નાખી ને અસ્તિત્વ ની સ્થિરતા મેળવવાને, આપણે આગળ વધી શકીએ વધુ મોટી બાબતો તરફ. સ્વપ્ન માં હવે જરૂરી દારૂગોળો છે વ્યવસ્થિત રીતે સ્વપ્ન બનવાં માટે. આવે વખતે નમ્રતા બાધક નથી પરંતુ કાર્યબળ છે; ક્યારેક સૌથી વધું હિંમત ભર્યુ કાર્ય નમ્ર બનવાનું હોય છે. મહત્વ ની સમજ એ છે કે નમ્રતા એ હિણપદ નું વિરોધી છે: આમાં કશું નીચાજોણું કે હીણું નથી, ઉલટું, નમ્રતા પુષ્ટીપ્રદ, ધૈર્યવર્ધક અને યૌવનદાયક છે. હીણપદ જો આપણને નિર્બળ અને શક્તિહીન બનાવે તો નમ્રતા આપણને ખુબજ સશક્ત કરી શકે છે. સંત જોનાથન સેક કહે છે કે “નમ્રતા એ અતિ બહોળો અને જીવનવર્ધક ગુણ છે “. તેની પુર્વભાવના પોતાની “કિંમત ઓછી આંકવી” એવી નથી પરંતુ “જીવન ની વિશાળતા તરફ ખુલવું” એવી છે.

નિષ્ફળતા ના સમયે નમ્ર બનવું, તે એક ચિકિત્સા નો મહત્વ નો ભાગ છે જ્યાંથી રૂઝ આવવાનું શરુ થાય છે. વ્યવસ્થિત રીતે પચાવી જાણેલી નિષ્ફળતા, દંભ, મિથ્યાભિમાન અને દૃષ્ટ્તા સામે ઔષધ ની જેમ છે. તે આપણને સાજા કરી શકે જો આપણે તેનો પ્રયોગ કરી જાણીએ.


- કોસ્તીકા બ્રદ્તાન ટેક્સાસ ટેક યુનિવર્સીટી માં પ્રોફેસર છે.


મનન ના પ્રશ્નો:
૧.) ખરી નમ્રતા તમારે માટે શું છે?
૨.) તમે ક્યારેય નમ્રતા નો ચિકિત્સા હેતુ પ્રયોગ અથવા અનુભવ કર્યો હોય તો તેવો પ્રસંગ વર્ણવો?
૩.) ખરી નમ્રતા કેવી રીતે દાખવી શકીએ?
 

by Costica Bradatan, a Professor of Humanities at Texas Tech University. Excerpted from here.


Add Your Reflection

9 Past Reflections