I-It and I-Thou

Author
David Brooks
87 words, 43K views, 7 comments

Image of the Week“હું – તું” અને “હું – તે”
(હું – તે પરના પ્રતિભાવો – માર્ટીન બુબર દ્વારા)

ડેવીડ બ્રૂક્સ


હું – તે સંબંધ બે જાતનો છે.

કેટલાક ઉપયુક્તવાદી છે તમારા કરવેરા ને લગતું કામ પતાવવા જેવા રોજબરોજ ના કાર્યો માટે તમે માહિતીની આપલે કરો છો.

પણ બીજા હું-તે ના સંબંધો જે ને ગાઢ સંબંધો શા કારણે કહેવાય તેનું બૂઠું વર્ણન છે. ભલે તમે એક્મીત્ર, સાથી, જીવનસાથી કે પડોશીની સાથે હો પણ તમે સમગ્ર પણે તમારી જાતને જો ખરેખર ન સાંકળી શકો. તમે તેને ઉપરછલ્લો ભાવ આપો છો અને તેણી ને પણ ઉપરછલ્લી રીતે નીરખો છો, તેનો વિરોધ કરો છો, તેની સાથેની વાતમાં તમે ચિંતા ગ્રસ્ત, તમારી જાતે સંકેલી લઇ અને વણખીલ્યાં રહો છો.

હું – તું ને બીજી રીતે જોઈએ તો હું – તું નો સંબંધ વ્યક્તિગત સીધો અને સંવાદી છે જેમાં કઈ સંતાડવાનું હોતું નથી. ‘તું’ પ્રકારનો સંબંધ જયારે બે કે વધુ વ્યક્તિઓ એક બીજાની સાથે ગાઢ રીતે સંકળાયેલ હોય, જયારે એક બીજા ને ઊંડો સંબંધ હોય, જયારે તે એકબીજા ને ગળે લગાડી ને વાત કરવા તૈયાર હોય જેમાં કોઈ ઔપચારિકતા નો અભાવ હોય, જયારે એક બીજા સાથે જીવંત વર્ણનમાં પરોવાયેલા હોય ત્યારે વધુ રહેલો દેખાય છે.

એક તબીબ ને હું-તું નો સંબંધ એક મશીન જે ને રીપેર ની જરૂર છે, તેનો સારવાર કરતી વખતે હોય છે. પણ ‘ધ ટાઈમ્સ’ માં પ્રગટ થયેલા એક અહેવાલ માં પીટર ડી. માર્કો એ તેની મરણોન્મુખ પત્ની ની સારવાર કરતાં તબીબો અને પરિચારિકા ઓ નો હું-તું નો સંબંધ પોતાના પત્રમાં વર્ણવ્યો છે. લૌરાની જિંદગી અને વ્યક્તિગત વિષે સમય લઇ ને તેનાં ફોટા કે તેના વિષે મેં જે લખ્યું છે તે તમે પૂછ્યું અથવા હું જયારે ભાંગી ને ભુક્કો થઇ ગઈ ત્યારે તમે કેટલીવાર બાથમાં લઇ ને આશ્વાસન આપ્યું છે? કેટલીવાર તમે સજળ આંખો સાથે અને લાગણી સભર શબ્દો વડે ખરાબ સમાચાર આપ્યાં છે?

બીજા પ્રત્યેના પ્રેમને લઇ ને આપણી સભ્યતામાં આત્મ ખોજ તમારી સહનશક્તિ, તમારી જાતને ચાહો એવા વાક્યો વાપરવા નો રીવાજ છે. પરંતુ બ્યુબર ની દલીલ મુજબ એકલા પડી ગયેલા માટે પોતાને વિષે વિચારવું લાગણી વિરુદ્ધનું લાગે છે. “હું” ત્યાં કોઈ બીજા ને સંબંધે અસ્તિત્વમાં હોય છે.

”બાળકમાં આભાનું ઘડતર ‘તે’ ના લગાવ ની સાથે અવિચ્છિન્ન પણે જોડાયેલું રહે છે,” એમ તે લખે છે. સારા જીવન દરમ્યાન સખત ઠંડા કે ઉષ્માભર્યા સંવાદ દરમ્યાન ‘હું’ ઉભરતો રહે છે. તમામ જીવંત વસ્તુઓ સાહચર્ય વાળી હોય છે. તમે કોઈનામાં પણ ‘હું – તું’ નું વલણ ઠોકી બેસાડી શકો નહિ. માત્ર તમે તેમના પ્રત્યે ખૂલા રહી શકો અને તેમને વિકસિત પૃષ્ઠભૂમિ આપી શકો. બ્યુબર સામાજિક વહેણો માટે આધારભૂત સંવાદ રજુ કરે છે. શિક્ષકો અને વિધાર્થીઓ બંને સાથે ભણે છે. પ્રેક્ષકો અને કલાકારો કલાની અભિવ્યક્તિમાં ખોવાય જાય છે.
આ વલણ કાયમ નું નથી “તે આપણી” – અતિ ઉદાસીનતા નું પરિણામ છે.” કે ‘તું’ નું વલણ ‘તે’ ના વલણમાં વિલીન થઈ જાય છે. પરંતુ જગત નો ઉદભવ આવી આત્યંતિક વલણ થી થયો છે, બાંધતી કડી વધુ મજબુત થઇ જે વ્યક્તિએ ‘તું’ ને પીછાણ્યો તે વધુ પુષ્ટ થયા અને સમષ્ટિ ની વધુ નજદીક આવેલાં છે.

મનન ના પ્રશ્નો:
૧. તમે ‘હું-તે’ અને ‘હું-તું’ વચ્ચેના તફાવત ને કઈ રીતે મૂલવશો?
૨. તમે કોઈ તમારી વ્યક્તિગત વાતને ‘હું’ ‘તું’ ના વલણ સાથે સાંકળી શકો?
૩. તમે ‘હું – તું’ અને ‘હું -તે’ માં માનો છો તેની પ્રતિતી કરાવવા તમને કઈ વાત મદદરૂપ થઇ શકે?
 

Excerpted from the NY Times article: http://nyti.ms/2e8y2x1


Add Your Reflection

7 Past Reflections