Knowledge can be Conveyed, but not Wisdom

Author
Herman Hesse
53 words, 23K views, 12 comments

Image of the Weekવિદ્યા આપી શકાય પણ પ્રજ્ઞા નહીં

- હરમન હેસ


મારા પ્રિય ગોવિંદા, જો, આ મારો એક વિચાર છે, જેમાં મેં એવું જાણ્યું કે: પ્રજ્ઞા બીજાને આપવી શક્ય નથી. જો કોઈ પ્રબુદ્ધ વ્યક્તિ બીજાને પ્રજ્ઞા પ્રદાન કરવાની કોશિશ કરે તો તે ઘણું મૂર્ખતા ભર્યું છે.


ગોવિંદા એ પ્રતિપ્રશ્ન કર્યો “તું મજાક કરે છે?”, “હું મજાક નથી કરતો, પણ મેં જે જાણ્યું તે તને કહું છું. વિદ્યા આપી શકાય પણ પ્રજ્ઞા નહીં. તે જાણી શકાય, જીવી શકાય અને તેના દ્વારા આગળ વધી શકાય, ચમત્કારો પણ થઇ શકે, પણ શબ્દો માં તેને વર્ણવી કે શીખવાડવી શક્ય નથી. યુવાન વયે આ બાબત નો મને હંમેશ સંશય રહેતો અને તેથી હું શિક્ષકો થી દુર ભાગતો.


મને આ વિચાર મળ્યો છે, ગોવિંદા, જે ફરી તને મજાક કે મૂર્ખતા જેવો લાગે, પણ આ મારો ઉત્તમ વિચાર છે. આ કહે છે: “દરેક સત્ય ની બીજી બાજુ પણ એટલીજ સત્ય હોય છે! આ એવું છે: દરેક સત્ય ત્યારે જ શબ્દો માં વર્ણવી શકાય જ્યારે તેની એકજ બાજુ સામે આવે.


આ રીતે બધું જ એકતરફી છે જે વિચારો થી વિચારી શકાય કે, શબ્દો થી કહી શકાય, બધું જ એકતરફી, એક અડધો ભાગ, જે અસંપૂર્ણ, અર્ધગોળ અને વિભાજિત છે. જ્યારે બુધ્ધ દુનિયા વિશે જ્ઞાન બોધ કહે છે, ત્યારે, તેઓએ તેને બે ભાગ માં વિભાજીત કર્યું સંસાર અને નિર્વાણ, માયા અને સત્ય, દુઃખ અને મુક્તિ. આ બીજી કોઈ રીતે કરવું શક્ય નથી, જેને આ બોધ શીખવવો છે. પણ આ સૃષ્ટી પોતે, જે આપણી આસપાસ અને ભીતર અસ્તિત્વ માં છે, તે ક્યારેય એકતરફી નથી. એક વ્યક્તિ કે કર્મ ક્યારેય સંપૂર્ણ સંસાર કે સંપૂર્ણ નિર્વાણ ન હોય શકે, કે એક વ્યક્તિ ક્યારેય પૂર્ણ પવિત્ર કે પૂર્ણ પાપી ન હોય શકે. આ તેવું લાગે કારણ કે આપણે માયા માં જકડાયેલા છીએ, જાણે સમય એ કાંઇક સત્ય હોય. પણ સમય સત્ય નથી, ગોવિંદા, આ મેં અનેક વાર, વારંવાર અનુભવ્યું છે. અને જો સમય સત્ય ન હોય તો સૃષ્ટિ અને અનંત વચ્ચે જે અંતર ભાસે છે, કે જે દુઃખ અને પરમ સુખ વચ્ચે, જે શુભ અને અશુભ વચ્ચે ભાસે છે, તે પણ માયા જ છે.”


“દાખલા તરીકે, અહીંયાં આ નાવ પર, આ માણસ જે મારો પૂર્વગામી અને શિક્ષક રહયો છે, આ પવિત્ર માણસ, જેને વર્ષો સુધી આ નદી પ્રત્યે સંપૂર્ણ શ્રધ્ધા છે, બીજા કોઈના પર નહી. તેને જોયું કે આ નદી તેની સાથે સંવાદ કરે છે, તેમાંથી તે શીખ્યો, નદીએ તેને ભણાવ્યો, ગણાવ્યો, આ નદી જ તેની ઈશ્વર બની રહી, અને વર્ષો સુધી તેને આ હવા ના કણ, આ દરેક વાદળ, પક્ષી, કે દરેક જીવડું કે જે નદી જેટલું જ પવિત્ર છે તેને વિશે કઈ ખબર ન હતી, કે તે પણ એટલુંજ જાણે છે અને આ પૂજ્ય નદી જેટલું જ્ઞાન આપી શકે તેમ છે. જ્યારે આ પૂર્વજ જંગલ માં ગયો ત્યારે તેને બધું જ જાણ્યું, મારા અને તમારા કરતાંયે વધુ, શિક્ષક વગર, પુસ્તક વગર, માત્ર એટલે જ કે તેને નદી માં શ્રધ્ધા હતી.”


-હરમન હેસ ની “Siddhartha, Ch 12: Govinda” માંથી ઉદધૃત


મનન ના પ્રશ્નો:
૧.) જે વિચારો થી વિચારી શકાય કે, શબ્દો થી કહી શકાય તે બધુંજ એકતરફી છે- આ વિશે તમારો શો મત છે?
૨.) દરેક સત્ય ની બીજી બાજુ પણ એટલીજ સત્ય હોય છે -આવો ક્યારેય તમને અનુભવ થયો હોય તો વર્ણવો.
૩.)વિદ્યા આપવા કરતાં જીવંત પ્રજ્ઞા મુલ્યવાન છે એ ધ્યાન માં રાખવામાં શું મદદ કરી શકે?
 

Excerpted from Herman Hesse's Siddhartha, Ch 12: Govinda.


Add Your Reflection

12 Past Reflections