The Oppressor and the Oppressed Must Both be Liberated

Author
Nelson Mandela
15 words, 94K views, 28 comments

Image of the Weekપીડિત અને પીડક બન્ને ને સ્વતંત્રતા મળવી જોઈએ

મનુષ્યના દિલમાં (અંતરતમમાં) કરુણા અને ઔદાર્ય રહેલાં છે તે હું પીછાનું છું. કોઈ બીજી વ્યક્તિ પ્રત્યે તેની ચામડીનો રંગ કે તેના ધર્મ કે તેનાં ભૂતકાળને કારણે દ્વેષ જન્મતો નથી. લોકોએ તિરસ્કાર કરતાં શીખવું જોઈએ અને જો તે તિરસ્કાર કરતા શીખી શકતા હોય તો તેમને પ્રેમ કરતા પણ શીખવી શકાય, કારણ કે દ્વેષ કરતાં પ્રેમ મનુષ્યના અંતર મનથી પ્રગટે છે. જયારે અમારાં જેલવાસના કપરા દિવસોમાં મને અને મારા સાથીઓને સહનશક્તિની હદ સુધી પણેચાડી દીધાં હોય ત્યારે પણ અમારા એકાદ હવાલદારની માનવતાનું કિરણ પ્રગટેલું મેં જોયું છે. ભલે તે ક્ષણભર રહયું હોય પરંતુ મને મારી લડત ચાલુ રાખવા અને આશ્વાસન આપવા માટે પુરતું બળ પૂરું પડ્યું હતું. મનુષ્યની સારપની જ્યોત ભલે પ્રછન્ન હોય પરન્તુ કદિ બુઝાતી નથી.


મારી જિંદગીના એ લાંબા એકાંતવાસના વર્ષોમાં ફક્ત મારા પોતાના ભાંડુઓના સ્વતંત્ર માટેની જ તૃષા નહીં રહેતા બધાંજ લોકો પછી તે ગોરા હોય કે કાળા બધાં માટે આઝાદીની ઝંખનામાં પરિવર્તન પામી. હું એનાથી પણ જ્ઞાત છું કે સંકુચિતતા, પૂર્વગ્રહ અને ઈર્ષ્યાની જેલનાં સળીયા પાછળ બંધક છે. જો હું કોઈની એ સ્વતંત્રતા છીનવી લઉં તો હું પણ આઝાદ નથી. તેજ રીતે મારું સ્વાતંત્ર્ય મારી પાસેથી છીનવાઈ જાય તો પણ હું આઝાદ નથી. જ્યાં માનવતા પરવારે છે ત્યાં કચડાયેલા અને કચ્દાનાર બન્ને સરખા પાત્ર કરે છે.


કચડાયેલા અને કચડાનાર બન્નેની મુક્તિ એ મારું જેલમાંથી છૂટ્યા પછીનું લક્ષ્ય હતું. કેટલાંક કહે છે કે તે હવે સિધ્ધ થયું છે. પણ હું જાણું છું કે તે સાચું નહિ. આ આપણું છેલ્લું પગલું નથી પરંતુ લાંબા અને કંટાળા માર્ગ પર મુકેલું પ્રથમ પગલું છે. કારણકે મુક્તિ એટલે જંજીરો તોડી નાખવી તેટલું પુરતું નથી પરંતુ બીજાની આજાદી અને સન્માન જળવાય તે રીતે જીવવું એ છે. આઝાદી માટેની ભક્તિની પરીક્ષા તો હવે શરૂ થાય છે.


મનનનાં પ્રશ્નો –
૧. કચડાયેલા અને કચડાનાર બન્નેની મુક્તિને તમે કઈ રીતે મૂલવશો?
૨. ક્યારેક તમે જુલ્મી અને જુલ્મકરનાર બન્ને સાથે અંતરથી જોડાયેલા હો એવો કોઈ તમારા જીવનનો અંગત પ્રસંગ વર્ણવી શકશો?
૩. અન્યની સ્વતંત્રતા અને સન્માન જળવાય તે રીતે જીવવામાં તમને શું મદદરૂપ થઇ શકશે?
 

From Nelson Mandela's autobiography: Long Walk to Freedom.


Add Your Reflection

28 Past Reflections