Creative Living

Author
Elizabeth Gilbert
53 words, 22K views, 13 comments

Image of the Week
સર્જનાત્મક જીવન

એલીઝાબેથ ગીલબર્ટ


બધા સર્જનાત્મક જીવનનો આધાર જેના પર છે એ મુખ્ય પ્રશ્ન આ છે તેમ હું માનુ છું. તમારી અંદર છુપાયેલા ખજાનાને પ્રકાશિત કરવાની હિંમત તમારામાં છે?

જુઓ, હું જાણતો નથી કે તમારી અંદર શું છુપાયેલું છે... તમે પણ તે ભાગ્યે જ જાણતા હશો, અને હું ધારું છું કે ક્યારેક તમને તેની ઝાંખી પણ થઇ હશે. તમારી ક્ષમતા હું જાણતો નથી, તમારી આકાંશાઓ, ઇચ્છાઓ અને છૂપી પ્રતિભા વિશે હું કાંઇ જાણતો નથી પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઇ અદભૂત વસ્તુ તમારામાં છુપાયેલી છે. હું પૂર્ણ વિશ્વાસ સાથે આ કહી શકુ છું. કારણ કે હું માનુ છું કે આપણે બધાં દબાયેલા ખજાનાનાં ભંડાર પર જ ચાલીએ છીએ.

હું માનું છુ કે, આપણી માનવજાત પ્રત્યે યુનિવર્સ(બ્રહ્માંડ) આ જૂની અને બહુ જ ઉદાર રમત આપણી સાથે રમી રહ્યું છે, જે પોતાના અને આપણા બન્નેનાં આનંદ માટે છે. આપણાં બધાની અંદર(વિશ્વેશ્વરે) યુનિવર્સે અદભૂત ઝવેરાત સંગ્રહી રાખ્યા છે, અને પાછળ ઉભો રહીને તે જુવે છે કે આપણે તે ખજાનો શોધી શકીએ છીએ કે નહીં.
છુપાયેલા તે રત્નોની શોધ- એટલે જ સર્જનાત્મક જીવન. આ શોધ માટેની હિંમત એટલે રોજની ઘટમાળ ભરેલી જીંદગી કરતાં વધુ સુંદર-મનમોહક જીવન.

આ શોધના આશ્ચર્ય જનક પરિણામો-જેને હું Big Magic(મહાન જાદુ) કહું છું.

અહીં હું જે સર્જનાત્મક જીવનની વાત કરી રહ્યો છું તે કોઇ ધંધાકીય રીતે કે કોઇ કલાને સમર્પિત થવાની વાત નથી. હું સર્જનાત્મક જીવનને વિશાળ પરિભાષામાં સમાવું છું. હું એવા જીવન વિશે કહી રહ્યો છું કે ભય કરતા વધુ જીજ્ઞાષાથી દોરવાતી હોય.

હમણાંના વર્ષોમાં સર્જનાત્મક જીવન-મારા એક મિત્ર સુસાનના જીવનનું ઉદાહરણ છે. તે ચાલીશીમાં પ્રવેશી ત્યારે(Figure Skating) તેને સ્કેટીંગ શીખવાનું શરૂ કર્યુ. તે સ્કેટીંગ જાણતી જ હતી. પરંતુ યુવા થતાં તેને લાગ્યુ કે તેનામાં ચેમ્પીયન થવાની ક્ષમતા નથી એટલે તેને તે છોડી દીધું. ૨૫ વર્ષ સુધી સુસાને સ્કેટીંગ કર્યુ નહીં. જ્યારે તે ૪૦ વર્ષની થઇ ત્યારે અસ્વસ્થ(અકળાયેલી) હતી. તેને પોતાનું જીવન વ્યઇ અને બોજારૂપ લાગ્યું, ત્યારે તેણે પોતાની જાતને સવાલ પૂછ્યો કે છેલ્લે ક્યારે તે ખરેખરા અર્થમાં આનંદ અને હળવાશ અનુભવતી હતી-

પોતાનાં ક્ષેત્રમાં કયા સર્જનથી ? તેના દુઃખદ આશ્ચર્ય વચ્ચે તેણે તે જાણ્યુ કે કૌમાર્ય અવસ્થામાં જ્યારે તે સ્કેટીંગ કરતી હતી ત્યારે આવો આનંદ અને હળવાશ અનુભવતી હતી. તેણે જોયું કે જીવનનો આ હકારાત્મક અભિગમ ફરીથી શોધવાનું નક્કી કર્યું જેનાથી તે લાંબા સમયથી વંચીત હતી, અને તેને જીજ્ઞાશા જાગી કે હજી તે (સ્કેટીંગ) ને એટલું જ ચાહે છે.

આ જીજ્ઞાષાને સંતોષવા તેણે પ્રયત્નો શરૂ કર્યા. તેને સ્કેટ્સની જોડી લીધી-શિક્ષક શોધ્યો, અંદરથી અવાજ આવતો હતો કે આ ઉંમરે આ સાહસ યોગ્ય નથી પણ તે અવાજને તેણે ગણકાર્યો નહીં. અને આધેડ વયની ઉંમરે, નવ વર્ષની નાની બાલીકાના આત્મવિશ્વાસ સાથે ઝંપલાવ્યું. અને તેણે તે કર્યું પણ ખરૂ.

અઠવાડીયામાં ત્રણ દિવસ મળસ્કે ઉઠી સ્કેટીંગ માટે જતી- અને તે સ્કેટીંગ કર્યા જ કરતી, અને ક્યારે પણ ન અનુભવેલી ખુશી –તેને ગમવા લાગી કારણ કે મોટી ઉંમરે તેની ખુશી શેમાં સમાયેલી છે તે વસ્તુનું મૂલ્ય તેને સમજાયુ. સ્કેટીંગે તેને ચેતનવંતી અને ઉમરના બંધનોથી મુકત કરી દીધી. તેને હવે લાગવા માંડ્યું કે તે કેવળ લેણદાર નથી કે રોજની ફરજો અને કાર્ય બજાવવા માટે જ નથી તેનાથી કંઇ વધુ છે. તે પોતાની જાતમાંથી, પોતાની જાતને કંઇક બનાવી રહી છે. ફરી વખત Ice(બરફ) ઉપરની જીંદગીની શરૂઆત એ વાસ્તવિક રીતે તેનાં જીવનમાં આમૂલ પરિવર્તન જ હતું.

એ જાણવું જરૂરી છે કે મારાં એ મીત્રએ પોતાનું કાર્ય છોડ્યુ નથી, તે હવે ટોરેન્ટોનાં ઓલીમ્પીક લેવલનાં સ્કેટીંગ કોચ પાસે અઠવાડીયાનાં ૭૦ કંલાકની ટ્રેઇનીંગ લે છે. તે કોઇ ઇનામો જીતી કે નહીં તેની સાથે આ વાત અહીં પૂરી થતી નથી, હકીકતમાં આ વાર્તાનો અંત નથી કેમકે સુસાન હજું ફીગર સ્કેટીંગ કરે છે. કારણ કે સ્કેટીંગ તેના જીવનનો સૌદર્યને ઉન્નત બનાવવામાં આંતરિક વિકાસનો એક ઉત્તમ માર્ગ છે. આને જ હું સર્જનાત્મક જીવન કહું છું.

મનન નાં પ્રશ્નો: “સર્જનાત્મક જીવન” તમારે મ શું છે ? તમારાં પોતાના કૌશલ્ય દ્વારા તમે પોતાની જાતનેં હળવીફૂક-આનંદિત અનુભવી હોય એવો કોઇ સ્વાનુભવ વર્ણવી શકશો? સર્જનાત્મક જીવન સર્જવા કઇ વસ્તુ તમને ઉપયોગી થઇ શકશે?

એલીઝાબેથ ગીલબર્ટની પુસ્તક “Big Magic” માંથી ઉધ્ધૃત.
 

Excerpted from Elizebeth Gilbert's book "Big Magic."


Add Your Reflection

13 Past Reflections