The Value of Solitude

Author
William Deresiewicz
37 words, 71K views, 10 comments

Image of the Weekનિઃસંગતા( એકાંતવાસ)નુ મૂલ્ય
વીલીયમ ડેરસેવીકર

એકલવાયાપણું એટલે કોઈનાં સાથનો અભાવ નહીં પણ તે અભાવને લઈને મનમાં થતી પીડા છે. ખોવાયેલું ઘેટું એકલું અટુલું છે, જયારે ભરવાડ એકલો નથી. જે રીતે દૂરદર્શન માણસ માટે કંટાળાનો ભાવ ઉત્પન્ન કરે છે તેજ રીતે ઈંટરનેટ એ પણ એકલવાયાપણાના કારણરૂપ શક્તિશાળી મશીન છે . દિવસના છ કલાક ટીવી જોયા પછી થાક લાગે છે, સ્થિર બેસી શકાતું નથી. થોડું એકલવાયાપણું અને થોડો કંટાળો જરૂરી પણ છે. ખાસ કરીને યુવાનો માટે- આપણું માણસ માણસ વચ્ચેનું વાતાવરણ નબળું પડતું જાય છે, અને ટેક્નોલોજી આ વલણને વિસ્તૃત બનાવે છે. તમે નાના હોવ ત્યારે તમારા શાળાના મિત્રને ફોન કરી શકો છો પરંતુ તેને તમે દિવસમાં ૧૦૦ વાર ફોન નહિ કરો. તમે કોલેજમાં હો ત્યારે તમે તમારા મિત્રો સાથે રહી શકો, પરંતુ તે પણ તમે જયારે ઈચ્છો ત્યારે નહીં, કારણકે દરેક વખતે આપણે જોઈતી વ્યક્તિ હાજર જ હોય તે શક્ય નથી. એવું બનતું નથી. ટીવી વાળી પેઢી માટે જેમ કંટાળાની ભાવના જન્મે છે તેમ વેબ વાળી પેઢીને એકલવાયાપણાનો એહસાસ પજવે છે. સ્થિર રેહવાની શક્તિ તેઓએ ઘુમાવી દીધી છે. આળસુ બનીને પડી રેહવાની શક્તિ પણ તેઓએ ઘુમાવી છે. તેઓએ એકલા રહી એકાંતની પળોને માણવાની ક્ષમતા ઘુમાવી દીધી છે.

એકાંત ઘુમાવવાથી તેઓએ શું ઘુમાવ્યું છે? સૌપ્રથમ આત્મનિરીક્ષણ કરવાનું વલણ. યુરીટાન્સ- રોમાન્ટિકસ, મોર્ડનિસ્ટ, સોક્રેટીસ વગેરે એ તેને (આત્મનિરીક્ષણને) આધ્યાત્મિક જીવનના કેન્દ્રમાં સ્થાન આપ્યું છે- જે ચારિત્ર્ય માટે મુખ્ય છે. થોરોના મત પ્રમાણે આ અંધારામાં તીર મારતા હોઈએ કે ડોહ્ળાયેલા પાણીમાં માછલી પકડવાનો વ્યર્થ પ્રયત્ન કરતાં હોય તેવું છે.. એકાંત ઘુમાવવાના કારણે જે તે વ્યક્તિ તેની એકધારુ વાંચવાની એકાગ્રતા ઘુમાવી બેસે છે. ઓનલાઈનવાંચવું એટલે ઉપરછલ્લી નજરે જોઈ જવું- પાંચ મિનીટ કોઈએ કોઈ એક વેબપેજ પર ગાળી એટલે જાણે તેણે ખૂબ વાંચી લીધું એમ નથી હોતું. આ બધાને કારણે આપણા ચિત્તની ચંચળતા ખુબ વધી જાય છે. મારલીન રોવીન્સના મતે આ વાંચન છે જ નહીં. ચિત્ત શાંત હોય અને અચાનક તમારો તમારી જાત સાથે ભેટો થાય તેજ ખરું વાંચન છે. પરંતુ હવે આપણને આવા પ્રકારનાં એકાંત પર વિશ્વાસજ નથી. રોમેન્ટિકોના સમયમાં લોકો હયુમને અનુસરતા હતા- મોર્ડનીસ્ટ ફ્રોઇડની થીયરીને માન આપતા હતા. તેવી જ રીતે આજના સમયમાં એ નવાઈ જ નથી કે મન નેટવર્ક- સામાજિક રીતે જોડાય છે. આપણું મન પણ સામાજિક નેટવર્ક બનાવવાનું છે. માનસશાસ્ત્રીઓના કેહવા પ્રમાણે આપણું મગજ સામાજિક ગુચવણ ભરેલા તરંગોને પકડવા ઘડાય છે. ડેવીડ બ્રુકના કેહવા પ્રમાણે વિચારો દ્વારા સમજવાની નિર્ણયશક્તિને સામાજિકક્ષેત્રોમાં વિક્ષિત કરી છે.

મનોચીકીત્સકોના મત મુજબ આપણા મનનું ઘડતર આપણી આસક્તિ પ્રમાણે ઘડાય છે અને આપણું વર્તન સામાજિક પ્રવૃતિઓ દ્વારા દોરાય છે. હકીકતમાં મનનું એકાંત છે જ નહીં. જે બે થીયરી છે એ અહીં આવીને અટકે છે. આશ્ચર્યની વાત એ છે કે આજનો યુવા વર્ગ એકાંતના અભાવને થોરોની જેમ અંધકાર નથી માનતો. તેઓ માને છે કે નેટવર્ક દ્વારા તેઓ પોતાનો સંપર્ક બધા સાથે કરી શકે છે. આ કારણને લઈને તેઓ અંદરનાં ઊંડાણને પામી તેને ગુપ્ત રાખવાનું મહત્વ સમજી શકતા નથી. જેઓ આવું કરી શકે છે તેઓ સમજી શકે છે કે એકાંત પોતાની જાતને જાણવા માટે અને એને સંપૂર્ણ અખંડિત રાખવામાટે મદદ કરે છે. આજે તો આપણી પાસે આપણી જાતને શોધવાનો પણ સમય નથી.

મનન માટેનાં પ્રશ્નનો:
૧. તમારા જીવનમાં એકાંતનું શું મહત્વ છે?
૨. એકાંતનું મહત્વ તમે જયારે જાણ્યું હોય તેવો કોઈ અનુભવ વર્ણવી શકશો?
૩. તમારા જીવનમાં સમાજ અને એકાંત બન્નેને કેવી રીતે સમન્વિત કરશો?
 

Excerpted from William Deresiewicz's article in The Chronicle of Higher Education: The End of Solitude.


Add Your Reflection

10 Past Reflections