From Me To We: True Love Is A Process Of Humility

Author
Thich Nhat Hanh
26 words, 6K views, 15 comments

Image of the Week" મારાથી આપણા સુધી : સાચો પ્રેમ વિનમ્ર હોવાની એક પ્રક્રિયા છે "
-થીચ નહત હાન દ્વારા.

આધ્યાત્મિક માર્ગ પર સાથે ચાલવા વાળા લોકોના સમુદાયમાં ખૂબ જ શક્તિ હોય છે, તેના સદસ્યો એકબીજાની રક્ષા કરવા, અભ્યાસના દરેક પાસાઓમાં એકબીજાને મદદ કરવા માટે અને સમુદાયની શક્તિનું નિર્માણ કરવામાં સક્ષમ હોય છે. એવી ઘણી વસ્તુઓ છે જે આપણે એકલા એ કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જ્યારે આપણે એક સમુદાય તરીકે સાથે રહીએ છીએ ત્યારે તે સરળ અને સ્વાભાવિક બની જાય છે. આપણે તેને થાક્યા વગર અથવા તો સખત મહેનત કર્યા વગર કરીએ છીએ. સમુદાયમાં એક અનોખી સામૂહિક ઉર્જા હોય છે. આ ઉર્જા વગર, વ્યક્તિગત પરિવર્તનની પ્રેક્ટિસ કરવી સરળ નથી.

આપણે સમુદાયમાં એક સાથે રહીએ છીએ તો તે એક શરીર બની જાય છે, અને આપણામાંના દરેક વ્યક્તિ તે શરીરના એક- એક કોષ છે. જો આપણે સામુદાયિક સંસ્થાનો ભાગ ન હોઈએ, તો આપણે એકલા, ભૂખ્યા અને જરૂરિયાતમંદ રહીશું. આપણી પાસે આધ્યાત્મિક અભ્યાસ માટે યોગ્ય વાતાવરણ નહીં હોય. આપણે સામુદાયિક શરીરને એક જંગલ તરીકે જોઈ શકીએ છીએ. સમુદાયના દરેક સભ્યો અન્ય સભ્યો સાથે ખૂબ જ સુંદર રીતે ઊભું રહેલું એક વૃક્ષ છે દરેક વૃક્ષનો પોતાનો આકાર, ઊંચાઈ અને વિશિષ્ટ (અદ્વિતીય) ગુણો છે,પરંતુ બધા જંગલના લયબદ્ધ વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. આવી રીતે એકબીજાની સાથે સ્થિર રૂપથી ઊભા રહેતા વૃક્ષોને જોઈને તમે એક પવિત્ર જંગલની સુંદરતા, એકતા (દ્રઢતા ) અને શક્તિનો અનુભવ કરી શકો છો.

આપણું સામુદાયિક શરીર સાધનાના માર્ગ પર અગ્રેસર હોય છે.તેની આંખો આપણને એક દિશા બતાવે છે, સમુદાય જે આંખો છે, તે સમુદાયના દરેક સદસ્યોના સદગુણો અને અવગુણો જોઈ શકે છે. સામુદાયિક દ્રષ્ટિ નો અભિપ્રાય છે, સામુદાયિક શરીરની અંતર્દ્રષ્ટિ અને દૂરદર્શિતા, જેમાં વૃદ્ધોથી લઈને યુવાનો સુધીના બધાની દૂરદર્શિતા અને અંતર્દ્રષ્ટિનો સમાવેશ થાય છે.જેમ કે બધા સદસ્યોની અંતર્દ્રષ્ટિનું યોગદાન, સમુદાયની અંતર્દ્રષ્ટિને સ્પષ્ટ કરવા માટે જરૂરી છે, પણ આ એક અંતર્દ્રષ્ટિઓનું સાધારણ જોડાણ નથી. સામુદાયિક અંતર્ષ્ટિમાં એક મજબૂતી છે, એક પ્રજ્ઞા છે, પોતાનામાં જ એક શક્તિ છે, જે બધાની વ્યક્તિગત અંતર દ્રષ્ટિથી ઘણી આગળ નીકળી જાય છે.

સામુદાયિક શરીરની ઉર્જા આપણી રક્ષા કરવાની અને આપણને સતત પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. સમુદાયના સદસ્યોના રૂપમાં, આપણે ફક્ત તે ઉર્જામાં આપણું પોતાનું યોગદાન આપવાનું છે. તેને સમુદાયનું નિર્માણ કહેવામાં આવે છે. આ સૌથી મૂલ્યવાન કાર્ય છે,જે એક ભિક્ષુ, ભિક્ષુણી અથવા સામાન્ય વ્યક્તિ પણ કરી શકે છે.

મનન માટે બીજ પ્રશ્નો:-
- સમુદાયનું નિર્માણ એ ભિક્ષુ, ભિક્ષુણી અથવા સામાન્ય વ્યક્તિ પણ કરી શકે છે તે સૌથી મૂલ્યવાન કાર્ય છે તે ખ્યાલ સાથે તમે કેવી રીતે સંબંધિત છો?
- શું તમે એ સમયની કોઈ વ્યક્તિગત વાર્તા કહી શકો છો જ્યારે તમે સમુદાયના સામુહિક સંસ્થાની આંતરદ્રષ્ટિ અને દ્રષ્ટિની પ્રશંસા કરી શકતા હતા?
- તમે સામુદાયિક સંસ્થાના શરીરમાં એક કોષ છો તેની જાગૃતતા વધારવામાં તમને શેનાથી મદદ મળે છે ?
 

In Joyfully Together: The Art of Building a Harmonious Community.


Add Your Reflection

15 Past Reflections