The Delight in Exploring Inner Territory

Author
Vimala Thakar
32 words, 13K views, 8 comments

Image of the Weekઅંતરની યાત્રા સાહસનો રોમાંચ

- વિમલા ઠાકર

જ્યાં સુધી આપણે એ માન્યતાને પકડી રાખીએ છીએ કે “મારું મન, મારું પોતાનું મન, ફક્ત મારું મન” ત્યાં સુધી આપણી બહુજ દ્રઢ માન્યતા હોય છે “તેજ સહુથી સુંદર, તેના સિવાયનું બધું જ ગૌણ.” પણ મનને તટસ્થ રીતે, માલિકી ભાવના વિના જુઓ કે તે જ મન કેવી રીતે કાર્ય કરે છે. આ જોવું એટલે દ્રષ્ટાભાવથી જોવું. જો આમ કરી શકીએ તો આપણને લાગે છે કે આ વખતે આપણું મન સારી રીતે કાર્ય કરે છે અને તે કોઈ પણ પરિસ્થિતિમાં તરત જ ન્યાયાધીશ બનીને કોઈ પણ વિષયમાં ફટાફટ ન્યાય તોળવા નથી બેસી જતું.

મનોવિજ્ઞાન મુજબ સાવધાન રહેવું એનો મતલબ એ નથી કે કશેક ખોવાઈ જવું અને બધા સંબંધો અને બધી જવાબદારીઓ છોડી દેવી. કળા એ છે કે સંબંધોના માળખામાં રહીને કાર્ય કરતા રહેવું, જવાબદાર નાગરિક બની રહેવું અને મનની રમતને સાવધતા થી (ધ્યાનથી) જોવી. પણ આ માટે આપણે બહુ સજાગ રહેવું પડે કારણકે આપણું મન કપટી અને ગુઢ ખેલાડી છે અને કાયમ કોઈ ને કોઈ રમતમાં પ્રવૃત રહેતું હોય છે.

આપણે લાગણીઓના પ્રવાહમાં વહી જઈને અજાણપણે ગુસ્સા, ઈર્ષા અને અહમના શિકાર નથી બની જવાનું. આપણી અંદરના આ શત્રુઓની શરૂઆતની સ્થિતિને (એક કણ સ્વરૂપે જન્મ) જોવાનો અનુભવ ખુબજ રોમાંચીત કરતો હોય છે આપણે દુષણના ઉદભવસ્થાનમાં ચાલતી બારીક ગતિવિધિઓને જોવાની છે. આ બધા દુષણો ક્યાં વિકસી રહ્યા છે અને તેઓ આપણા વર્તન પર શું અસર કરે છે તે જોતા રેહવાનું છે. જે આનંદ અજાણ જંગલો ખુંદવાનો છે તેવોજ આનંદ આપણી અંદરની યાત્રાનો હોય છે. મનની અંદરના ક્ષેત્રો ખુંદવા, અંદર ભરેલા ગુસ્સારૂપી જ્વાલામુખીને ફાટતો તટસ્થ રીતે, કોઈપણ પ્રતિક્રિયા આપ્યા વગર, માલિકીની ભાવના વગર જોવો વિગેરે પ્રવૃત્તિ અતિ રોમાંચક હોય છે.

જો આપણે આપણી અંદરના ગુસ્સાના જન્મથી માંડીને તે રાક્ષસીસ્વરૂપ ધારણ કરે ત્યાં સુધીની પ્રક્રિયાને નથી જોતા તો આપણેજ તે ગુસ્સાના સકંજામાં આવી જતા હોઈએ છે. આપણે ક્રોધની આ પ્રક્રિયાને દબાવવાના પ્રયત્નો કરતા હોઈએ તો પણ તે વિનાશ નોતરતો જ હોય છે. આપણે તેનાથી બચી શકતા નથી.

કોઈ પણ રીતના બચાવની યોજના વગર ફક્ત સાવધ અવલોકનની પોતાની એક આત્મિક શક્તિ હોય છે. પણ આપણો જન્મજાત સ્વભાવ તરત જ ફક્ત જોવાની જગ્યાએ પરિસ્થિતિના મૂલ્યાંકન, તેના બચાવ અને જે છે તેના વ્યાજબીપણાની શોધમાં લાગી જાય છે. આપણે આપેલ સમજુતી, આપણે કરેલ મૂલ્યાંકન કદાચ સાચી/સાચું હશે પણ ગુસ્સો આપણા શરીરને, આપણા કામને અને આપણા સંબંધોને કેવી રીતે નુકસાન કરે છે તે જાણવાની પ્રક્રિયા રોકી દે છે.

ગુસ્સો, ઈર્ષા, ડર કે એવીજ બીજી કોઈ લાગણીઓનો જેવો આપણે બચાવ કરવા માંડીએ છીએ કે તરત જ તે આપણી બની જાય છે. આપણે તેના માલિક બની જઈએ છીએ. અને આપણે ભાવાત્મક અસ્થિરતાને લીધે તેઓ થકી સર્જાતા નુકસાનને સ્વીકૃતિ આપી દઈએ છીએ.

“સ્પિરિચુઅલ એન્ડ સોસીયલ એકશન :એ હોલીસ્ટીક એપ્રોચ” માંથી

મનન માટેના પ્રશ્નો:
૧. આપણી અંદર સુક્ષ્મ રૂપે જન્મતો ગુસ્સો તેનો વિકાસ અને છેલ્લે તેનું જ્વાળામુખી સ્વરૂપનું ફક્ત અવલોકન એટલે શું?
૨. તમારો કોઈ અંગત પ્રસંગ કે જેમાં તમે તમારી લાગણીઓ ને ફક્ત દ્રષ્ટાભાવથી કોઈ પણ પ્રતિભાવ આપ્યા વિના અવલોક્યો હોય?
૩. આ સાવધતાને સ્વભાવ બનાવવા શું અભ્યાસ હોવો જોઈએ?
 

From "Spirituality and Social Action: A Holistic Approach"


Add Your Reflection

8 Past Reflections