Turning Ourselves Toward Stability And Hospitality


Image of the Weekસ્થિરતા અને આતિથ્ય તરફ વળવું – ડેવિડ મેકી


બ્રુનો બાર્નહાર્ટ, એક બેનેડીક્ત્સ-કામાંલ્ડોલી સંત, બહુ ખુબ કહે છે : આપણે મનુષ્યો નિયંત્રિત જટિલતા ને અનિયંત્રિત સરળતા કરતાં વધુ પસંદ કરીએ છીએ.”


આ જટિલ અસ્થિરતા આપણો નિયત સ્વભાવ બની ગયી છે. અશાંતપણે, ક્યાં અને કેવી રીતે, અને આપણે કોણ છીએ, આપણે ક્યાંક બીજે હોવાની જરૂર છે, અથવા કોઈ અલગ રીતે જીવવાનું છે, કે કોઈક બીજું બનવાનું છે. આપણે આવી રીતે અનેક સ્વપ્ન આપણા અને આપણું જીવન અલગ હોવા વિષે જોઈએ છીએ, અને તેને સાકાર કરવાના પ્રયત્નો કરીએ, જરાપણ એવું ધ્યાન આપ્યા વગર કે આપણે ક્યાં, કેવી રીતે અને હકીકતે કોણ છીએ. આપણે અથાગ પ્રયત્નો “ત્યાં” પહોંચવા કરીએ, જયારે ખરેખર તો આપણે “અહીં” આપણા હ્રદય ના ઊંડાણમાં, આબાદ અને સુરક્ષિત, અનિયંત્રિત સરળતા માં આવવા માટે કાર્યરત થવું અતિ મહત્વનું છે.


અને પછી છે જટિલ અસત્કાર, જેમાં આપણે સતત રહીએ છીએ. આપણા અનુભવ ને કાબુમાં રાખવા, આપણે અનેક જટિલ દીવાલો, દ્રશ્ય અને અદ્રશ્ય ઢાલ, સુક્ષ્મ અવરોધો અને બચાવ, આપણી જાત ને અંદર અને બહાર બંને બાજુ એથી, અજાણ, હંમેશ પલટાતા જીવન પ્રવાહ થી સુરક્ષિત રાખવા માટે આ બધો પ્રયત્ન કરીએ છીએ. આપણી આસપાસ વહેતી આ અસીમ તક ની ધારા ને આવકારી અને તેમાં વિસામો લેવા ને બદલે, આપણી જાતને, આ ધારા ને કાબુ માં લેવા, જીવન ને પૂર્વનિર્ધારિત બનાવવા, તેને કાબુમાં રાખવા, સતત દરેક ઘડીએ થાકીએ છીએ. એક ઝેન ગુરુ આ વાત ને ઠોસપૂર્વક સમજાવતા કહે છે: આપણે ફુવારા નીચે છત્રી લઈને ઉભા છીએ!અને આશ્ચર્ય ની બાબત એ છે કે આપણે આ જાણીએ છીએ. આપણને એ ખબર છે, કે, જે જેવું છે તેવું જ છે; આપણે ભલે, તે, બીજું કંઇક બને તેવી ઈચ્છા કરીએ. આપણે પણ જે છીએ, તે છીએ, અને કયારેય તેનાંથી અલગ નહીં બનીએ. અને આપણને એ પણ જ્ઞાત છે, કે, જીવન, આપણા અનુભવો, બધું આપણા કાબુ ની બહાર; અને આપણે જે રીતે કામ કરીએ છીએ તેમાં તો આપણે ક્યારેય મુસીબતો ને આવતી રોકી નથી શક્યા. આ છત્રી ટપકે છે, આપણે કઈપણ કરીને તેને નહીં રોકી શકીએ. આ બધું આપણે જાણીને પણ ભૂલી જઈએ છીએ. આપણી આકાંક્ષાઓ, ભય, અવિદ્યા માં તણાય ને આપણે આ સરળ સત્યો ભૂલી જઈએ છીએ, અને આપણા સુધાર અને કાબુ ના કાર્યક્રમો માં રત રહીએ છીએ. તો આપણને આ કેવી રીતે યાદ રહે? આનો શાશ્વત જવાબ છે, પ્રાર્થના અને સત્કાર્ય. આ મને ઘણું સરળ અને તર્કસંગત લાગે છે. મને, આ સદીઓ જુના, ખ્રિસ્તી પૂર્વજો અને પૃથ્વી પર રહેલ અનેક મહાન સંપ્રદાય ના પૂર્વજો દ્વારા અપાયેલ, જવાબ માંથી ખસવું ઉચિત નથી લાગતું .બીજા શબ્દો માં કહીએ તો આ જવાબ છે, સાધના. જેમ એક બાસ્કેટબોલ ખેલાડી દરરોજ દડો ઉછાળવા ની સાધના કરે, જેમ એક ગાયક પ્રતિદિન સુર સાધના કરે, વારંવાર, જો આપણે સચેત અને સજગ બની ને કાર્ય કરીએ, કદાચિત આપણા ભય અને આકાંક્ષા ની વિરુદ્ધ જઈને. આ સંકલ્પ તરફ વારંવાર જવાથી, આપણે ક્રમશઃ, ધીરે ધીરે, આપણી જાત ને સ્થિરતા અને આતિથ્ય તરફ વાળી શકીએ. હા, આપણે ક્યારેક ભૂલી જવામાં સુષુપ્ત બની જઈએ, પણ ત્યારે આપણે પ્રેમાળ રીતે આપણી અને બીજાની સજગતા તરફ ઉજાગર થવાનું છે. આપણી નમ્રતા (એક મહત્વ નો બેનેડીક્ત્સ ગુણ) એમાં છે, કે, આપણે આ સત્ય નો સ્વીકાર કરી અને આગળ ધપીએ, ભલે ભૂલ થાય. જયારે તેમને પૂછવામાં આવ્યું, કે, રણમાં આખો દિવસ શું કર્યુઁ, ત્યારે રણ પિતા અને માતા એવું કહેતાં: અમે પડી ગયાં અને ફરી ઉભા થયા ફરી પડ્યા અને ઉભા થયા. અંત માં આનાથી વિશેષ કંઇજ નથીમનન ના પ્રશ્નો:
૧.) આપણી અંદર સહજ રીતે સ્થિરતા અને આતિથ્ય તરફ વળવા વિષે તમારો શો અભિપ્રાય છે?
૨.) તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે, કે, તમે તમારી આસપાસ રહેલી અસીમ તક ની ધારા ને આવકારી અને તેમાં વિસામો લીધો હોય? તો વર્ણવો
૩.) સજગ અને સચેત રીતે કાર્ય કરવાની સાધના કેવી રીતે વિકસાવી શકીએ?
 

Excerpt from benedictinewomen.org.


Add Your Reflection

4 Past Reflections