​Perspective


Image of the Weekઅભિગમ

-એરન ઝીયા

એક ગરીબ માણસ પોતાની પત્ની અને ૬ બાળકો સાથે એક ખુબ નાના એક ઓરડા ના મકાન માં રહેતો હતો. તેઓ હંમેશ એકબીજા સાથે ભટકાય અને એટલી નાની જગ્યા હતી કે શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો! આખરે તે માણસ થાકી ગયો. તેને પોતાની પત્ની ની સલાહ લીધી કે શું કરવું જોઈએ. “જાઓ સંત ને જઈને મળો,” તેને કહ્યું, અને થોડીવાર રકઝક કરી તે ગયો.

સંતે તેનું સ્વાગત કર્યું અને કહ્યું, “હું જોવ છું કે તને કંઇક પરેશાની છે. જે પણ હોય તું મને કહી શકે છે.“
એટલે તે ગરીબ માણસે સંત ને પોતાની આપવીતી કહી કે તેના નાના ઘરમાં કેવી રીતે તે, તેની પત્ની અને ૬ બાળકો એકજ ઓરડા માં ખાય છે, પીએ છે અને સુએ છે. તેને કહ્યું, “હવે અમે એકબીજા પર ગુસ્સો કરી અને ખુબ ઝગડવા લાગ્યા છીએ. જીવન અતિશય ખરાબ થઇ ગયું છે. “

સંતે થોડીવાર તે માણસ ની પરેશાની પર ગહન વિચાર કર્યો. પછી તેને કહ્યું, “તું વચન આપ કે હું જેમ કહું તેમ કરીશ તો જરૂર બધું સારું થઈ જશે. બોલ આપીશ વચન?” “હું વચન આપું છું,” માણસે કહ્યું.

ત્યારબાદ સંતે તેને એક વિચિત્ર પ્રશ્ન કર્યો. “તું પશુપાલન કરે છે?” “હા”, તેને કહ્યું. “મારી પાસે એક ગાય, એક બકરી અને થોડા મરઘાં છે.”
“સરસ”, સંતે કહ્યું. “હવે જયારે તું ઘેર જાય ત્યારે, બધાંજ પશુઓને તારી સાથે ઘરમાં રહેવા લઈજા.”
માણસ સંતની આવી સલાહ સાંભળી અચંબિત હતો પણ તેને વચન આપ્યું હતું સંત ના કહેવા પ્રમાણે કરવાનું. એટલે તે ઘેર આવ્યો અને બધા પશુઓ ને પોતાના આ નાના ઘરમાં લઇ ગયો.

બીજા દિવસે તે ગરીબ માણસ ફરી દોડી ને સંત પાસે ગયો અને કહ્યું, “મહારાજ, આ તમે શું કર્યું છે?” તે રડી પડ્યો. “આ ત્રાસદાયક છે. તમારા કહેવા પ્રમાણે મેં કર્યું અને બધા પશુઓ ઘરમાં ફેલાઈ ગયા છે ! મહારાજ, મને મદદ કરો!” સંતે શાંતિથી સાંભળ્યું અને કહ્યું, “હવે ઘરે જા અને મરઘાં ને ફરી ઘરની બહાર મુક.”
સંત ના કેહવા પ્રમાણે તેને કર્યું પણ બીજા દિવસે તે ફરી તેમની પાસે દોડી આવ્યો. “મરઘાં તો ગયા, મહારાજ, પણ આ બકરી !” તે રડ્યો. “આ બકરી તો બધી ઘરવખરી તોડે છે અને જે જુએ તેને ચાવે છે!” સંતે કહ્યું, “જા ઘેર અને બકરી ને બહાર કાઢ, ભગવાન તારું ભલું કરે.”
તે માણસ ઘેર આવ્યો અને બકરી ને બહાર મૂકી. પણ તે ફરી સંત પાસે રોતો કકળતો ગયો. “મહારાજ, તમે આ કેવું દુસ્વપ્ન મારા ઘરમાં શરૂ કર્યું છે! આ ગાય સાથે રહેવું તે તો ગમાણમાં રહેવા બરાબર છે. “ શું માણસો આવા પ્રાણી સાથે એક ઘરમાં રહી શકે?”

સંતે પ્રેમથી કહ્યું, “દોસ્ત, તું સાચું કહે છે. ઈશ્વર તારું કલ્યાણ કરે. જા ઘેર અને ગાય ને પણ ઘરની બહાર મુક.” તે માણસ ઝડપથી ઘેર ગયો અને તરત ગાય ને ઘરની બહાર મૂકી.

બીજા દિવસે તે દોડતો સંત પાસે આવ્યો અને ફરી કહ્યું. “ઓ, મહારાજ, ચેહરા પર મોટા સ્મિત સહીત તે બોલ્યો, “હવે અમારી જિંદગી ખુબ સારી છે. પ્રાણીઓ બધાંજ ઘરની બહાર છે. ઘર હવે શાંત છે અને અમારી પાસે ખુબ જગા છે! કેટલો આનંદ છે !”

મનન ના પ્રશ્નો:
૧.) આપણા અનુભવ નો આધાર આપણા અભિગમ પર છે, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે તમે તમારા અભિગમ વિષે સભાન થયા હો અને પછી તમારા અભિગમ માં બદલાવ લાવીને તમે અનુભવ પણ બદલ્યો હોય?
૩.) તમે મુક્ત રીતે તમારો અભિગમ સર્જી શકો તે વિષે કેવી રીતે સભાન બનશો?
 

Ari's Awakin Mar 6th Awakin Marin Reading (sent via email)


Add Your Reflection

7 Past Reflections