Wisdom Of Grieving


Image of the Weekશોક્મજ્ઞતા ની પ્રજ્ઞા


-ટેરી પેટન


શોકમગ્ન રહેવું એ માત્ર આધ્યાત્મિક સાધક ની યાત્રા નું ચરણ નથી, પરંતુ આ શોકમગ્ન રહેવાની પ્રક્રિયાજ અલગ ચરણ ના પડ ની જેમ ઉઘડે છે, જે એલીસાબેથ કુબ્લર રોસ ના વર્ણવેલા બહુ પ્રખ્યાત ૫ શોક ના ચરણ ની માફક સમજાવી શકીએ. આ પાંચ ચરણ –અસ્વીકાર, ક્રોધ, સોદાબાજી, વિષાદ અને સ્વીકાર –આ પાંચ, કોઈપણ અપેક્ષિત અથવા હકીકતમાં બનેલ વિનાશકારી નુકસાન ની સામે કેવી રીતે માનસિક પ્રતિકાર કરવો તેને વર્ણવે છે.

અસ્વીકાર એ બચાવ છે, દુઃખ અને શોક ની સામે. જો વાસ્તવિકતા ખુબ દુઃખદાયી છે, તો તેનો સામનો ન કરો. સ્થિરતા અને હળવાશ ને જાળવવા મન ની લાક્ષણિક આંખો ને બંધ કરી દેવી. નુતન નો નકાર અને તેની સચ્ચાઈ પ્રત્યે શંકા કરવી, દિશા બદલી કાઢવી.

આપણે જરૂર અમુક લોકો ના સમાજ થી નિવૃત્ત થવાની ની વૃત્તિ ને વખોડીએ, પરંતુ એ પણ સાચું છે કે મીડિયામાં દર્શાવતી માનસિકતા અતિ પ્રતિકારક અને શોષણકર હોય છે. એટલે, ૨૪*૭ સમાચાર ના ચક્કર માંથી ચયનાત્મક નિવૃત્તિ લેવાનાં અનેક વ્યાજબી કારણો છે. મીડિયા અને રાજકારણ ના શાસ્ત્રો ને બુદ્ધિમત્તા અને કરકસર થી ઉપયોગ માં લાવવા થી તે નિરર્થક વ્યસન અને પ્રતિકારક વર્જન આ બંને વૃત્તિઓ દર્શાવે છે.


ક્રોધ એ સહેલો અને આદત પ્રમાણે બનેલો નુકસાન, દુઃખ અને ડર સામે નો બચાવ છે. ક્રોધ કરવાનાં અનેક વ્યાજબી કારણો હોય છે. ક્રોધ ની શક્તિ ની જરૂર ક્યારેક બદલાવ લાવવામાં કામ આવે છે. પણ સકારાત્મક ક્રોધ આવે અને જાય છે, તે દીર્ઘ દશા માં રહેવાને બદલે, શોક સાથે સંલગ્ન રહે છે.

પછીનું ચરણ છે સોદાબાજી, ખોવાયેલી સ્થિરતા મેળવવા, વૈકલ્પીક કથાનક ની કલ્પના સેવવી, જે નુકસાન ની ભાવના ને ઓછી કરે છે. જયારે ખરી સ્થિરતા નો આધાર તમામ પ્રકાર ની વાસ્તવિકતા તરફ ખુલ્લા થવાનો છે, તેમાં અંધકાર ભરી બાબત પણ આવી જાય, સોદાબાજી દુઃખદાયી વાસ્તવિકતા ને પરે રાખવાનો પ્રયત્ન કરે છે. આ જરાક વ્યવહારદક્ષ અસ્વીકાર છે.

ચોથું ચરણ છે વિષાદ. જયારે એ સ્પષ્ટ થાય કે હ્રદયભંગ કરે તેવું નુકસાન ટાળી શકાઈ તેમ નથી, ત્યારે ક્ષણિક ભગ્નતા નો અનુભવ થાય છે. આપણ ને ડર લાગે છે કે જેના પર આપણો આધાર હતો કે જેને આપણે સહજતાથી સ્વીકાર તા હતા તેને ગુમાવીશું – કોઈ વ્હાલા સાથે નો યોગ, કે ધરતી માતા નો પુષ્ટિકર આશીર્વાદ, કે પછી સમૃધ્ધ અને રક્ષિત રીતે એવા ઉદાર સમાજ માં રહેવું, જ્યાં તેને કોઈ બચાવ કે રક્ષણ ની આવશ્યકતા નથી.

પરિપક્વ અને જિમ્મેદાર વ્યક્તિ, બુદ્ધીશાળી રીતે જીવન ની વાસ્તવિકતા સાથે સંલગ્ન રહેવા શક્તિશાળી છે. પણ, તેને માટે પણ શોક ના બધાંજ ત્રાસદાયક ચરણો ને પાર કરી ને સ્વીકાર તરફ જવાનું છે.

સાચો સ્વીકાર આપણી પરિસ્થિતિ ની વાસ્તવિકતા ને પિછાણી અને સ્થિરતા અને કર્મ કરવાની જવાબદારી નો સ્વીકાર કરે છે. આ ભયંકર નુકસાનો વાળા જગત માં આપણે જીવનને અપનાવવા નો રસ્તો શોધીએ છીએ. આપણે સચ્ચાઈ નો સ્વીકાર કરીએ છીએ, અને તેમાં અપ્રિય પણ, જે હંમેશ સુખદાયી ન હોય તેવા લોકો સાથે પણ સહભાગી બનીએ અને તેવી પરિસ્થિતિ જેને આપણે ટાળવી હોય તેનો પણ સ્વીકાર કરીએ.જયારે આપણે આપણી જાત ને ગતિશીલ અને સકારાત્મકતા લાવવા નાં બધાંજ પ્રયત્નો કરતા પામીએ ત્યારે સમજવાનું કે આપણે સ્વીકાર ના ચરણ માં છીએ. ત્યાં આપણે ઊંડી સ્થિરતા મેળવીશું.

ટેરી પેટન લેખક છે, જે અધ્યાત્મ અને ક્રિયાવાદ ની સંલગ્નતા ના સમર્થક છે. The New Republic of the Heart માંથી ઉદ્ધૃત

મનન ના પ્રશ્નો:
૧.) પરિપકવતા ના ચરણ માં પહોંચવા આપણે શોક ના પાંચ ચરણ માંથી પસાર થવું પડે એ વિષે તમે શું માનો છો ?
૨.) તમે ક્યારેય આ પાંચે ચરણ માંથી પસાર થયા હોવ તો વર્ણવો
૩.) ગતિશીલ રહીને સકારાત્મકતા લાવવા માં શું મદદ કરશે?
 

Terry Patten is an author, who supports the marriage of spirit and activism. Excerpt above is from The New Republic of the Heart.


Add Your Reflection

10 Past Reflections