Fueled By Love


Image of the Weekપ્રેમ નું ઇંધણ


-ટીમ્બર હોકેય


જયારે માવતર એવું જોવે કે બાળક ઉપર કોઈ નો પ્રહાર થવાનો છે, ત્યારે, ભલે સાધારણ રીતે તેઓ શાંત અને સ્થિર હોય, મોટાભાગના માતા-પિતા પોતાના વ્હાલાં ને બચાવવા (કપરા સંજોગોમાં) હિંસા તરફ વળે. આવે વખતે, તમે તેઓ તર્ક કરી શકો કે તેઓ ની હિંસા પ્રેમ ના ઇંધણ થી પ્રેરિત છે, ખરું ને?

અહીંયા આપણે શરતી પ્રેમ નું ઉદાહરણ લઇ ને વાત કરીએ છીએ, કોઈ પરમાર્થ થી પ્રેરિત બધાંજ ચૈતન્ય માટે ની કરુણા નથી (જેમાં આ ઉદાહરણ પ્રમાણે આક્રમણ કર્તા ને પણ સહભાગી બનાવવો જોઈએ). અહીંયા આપણે અતિ ત્રીવ અને રાગરંજીત પ્રેમ ની વાત કરી રહ્યા છીએ, જે આપણને અતિ પ્રિય છે તેના માટે.

આજ તર્ક અહીંયા લાવીએ, તો સરળતાથી સમજાય કે અમુક લોકો કેમ આટલા દ્વેષપૂર્ણ, જાતિવાદી, એકતરફા કે પુર્વગ્રહી: તેઓ માત્ર તેમને જે પ્રિય છે તેનો બચાવ કરી રહ્યા છે. જેવું તેમને લાગે કે કોઈ તેમના મુલ્યો, પ્રથાઓ કે આદર્શો પર આક્રમણ કરી રહ્યા છે, તેમનો પ્રતિકાર- રક્ષણ, બચાવ અને જે તેમને ડરાવે છે તેની સાથે લડવાનો છે.

શું આ શક્ય છે, કે, દાખલા તરીકે, જેને આપણે “દ્વેષપૂર્ણ ગુનો” માનીએ છીએ, તે હકીકતે પ્રેમ ના ઇંધણ થી ભરેલો હોય? પ્રેમ જે આંધળો કે અસ્થાને હોય, પણ પ્રેમ છે?

મને ખોટી રીતે નહીં સમજતા; હું હિંસા, ગુનો, કે યુદ્ધ ની તરફેણ કોઈ રીતે નથી કરતો. હું માત્ર આ સિદ્ધાંત નું આરોપણ કરું છું કે “ઘાયલ વ્યક્તિ અન્ય ને ઘાયલ કરે છે”, એટલે હું દુનિયા માં ચાલતી લડાઈ ને સારી રીતે સમજી શકું. આ એવું છે, કે, બધાં કંઇક ને કંઇક બચાવે છે, આ ઘણું સમજાય છે. જો આપણે ઉપર ના દાખલામાં માવતર ની હિંસા નું સમર્થન એવી રીતે કરીએ, કે, આ તેમને પ્રિય છે તેને બચાવવા ની કોશિશ છે, તો એ સમજવું આસાન છે, કે કેમ એક વ્યક્તિ આતંકવાદી છે અને બીજો આઝાદી ની લડત નો સૈનિક. એમ તો લાલચ પણ કોઈનો “વધારે” મેળવવા માટે નું પ્રેમ પ્રકરણ જ છે, અને અસહિષ્ણુતા એ એક બદલાવ ની સામે નો પરીતપ્ત પ્રતિકાર છે.

સત્ય તો એ છે કે બીજા શું કરે, કે તેઓ દુનિયા ને કઈ દ્રષ્ટી થી જુએ તેના પર આપણું કોઈ નિયંત્રણ નથી, પણ કદાચ આપણે આ બધું પ્રેમ ની દ્રષ્ટીથી (દ્વેષી સહીત) જોઈ શકીએ. શું આપણે એ સ્વિકારી શકીએ કે જે લોકો ઊંડાણથી પીડાઈ છે, તેની પીડા ત્યાં સુધી ઉભરાશે જ્યાં સુધી તેઓ તેમની આજુબાજુમાં રહેલા ને પીડા આપશે? થીક નાથ આં પ્રમાણે, આ તેમની મદદ માટે નું આક્રંદ છે અને તેમને આપણી સમજણ જોઈએ છે, ન્યાયીકરણ નહીં. કારણકે જયારે આપણે દ્વેષી નો દ્વેષ કરીએ...ત્યારે આપણે પણ દ્વેષી બની જઈએ છીએ.

તો અહીંયા હું તમને આ વિચાર નો ખોરાક અને આમંત્રણ આપું છું [...]. ચાલો આપણે આપણો પ્રેમ અને કરુણા પ્રસરાવીએ અને “બધાંને” તેમાં સમાવીયે. જયારે કોઈ ને ચિત્કાર કરતા કે ચીસો પાડતાં, અને કશાક સામે વિરોધ કરતા જોઈએ, ત્યારે શું તેમના ક્રોધ અને નફરત ની પરે જઈને, તેઓ તેમની પ્રિય બાબત નો બચાવ કરે છે, તે જોઈ શકીએ? શું આ સુક્ષ્મ બદલાવ, જે આપણને પ્રિય છે, તેટલાંજ નહીં, પણ બધાનો સમાવેશ કરવા, આપણા હ્રદય ને ખોલી શકીએ?
કોઈની નફરત વ્યાજબી નથી, પણ કદાચ તેને સમજી શકીએ.

ટીમ્બર હોકેય “Buddhist Boot Camp” ના લેખક છે. તેમના બહોળા અનુભવો માંથી તેઓ અંતર અને બહાર ની શાંતિ માટે દિશાસુચન કરે છે.

મનન ના પ્રશ્નો:
૧.) બીજાની નફરત અને ક્રોધ ની પરે તેવું જોવું કે તેઓ પોતાની પ્રિય બાબત નો બચાવ કરે છે, તે વિષે તમારું શું મંતવ્ય છે?
૨.) તમે ક્યારેય પ્રેમ ની દ્રષ્ટી થી અઘરી બાબત ને જોઈ શક્યા હો તો વર્ણવો.
૩.) શું તમને નફરત કર્તા ને નફરત કરવાની ઝાળ માંથી બચાવશે.
 

Timber Hawkeye is the author of Buddhist Boot Camp.  Drawing from his wide-ranging experiences, he offers approaches to peace, within and around us in the world.


Add Your Reflection

10 Past Reflections