The Sun Is The Perfect Example

Author
Vinoba Bhave
39 words, 32K views, 14 comments

Image of the Weekસૂર્ય એ સર્વોત્તમ દાખલો


–વિનોબા ભાવે


નિસ્પૃહી બની ને કર્મ કરતાં રહેવાનો સર્વોતમ દાખલો સૂર્ય છે. જયારે તે ઊગે છે ત્યારે શું તેના મનમાં એવો વિચાર પ્રગટે છે, કે “હું અંધકાર ને હટાવીશ, પક્ષીઓ ને ઉડવા માટે વિનંતી કરીશ અને લોકો ને કામે લગાડીશ?” ના, સૂર્ય તો હંમેશ સ્થિર હોય છે, તેની આ સ્થિરતા જ પૃથ્વી ને ગોળ ફેરવે છે.


જો આપણે સૂર્ય નો આભાર માનીયે એમ કહીને કે, “તારી મદદ અપાર છે, તે કેટલો અંધકાર દુર કર્યો છે “ તો આ મૂર્ખતા છે. સૂર્ય કદાચ કહેશે, “શું વાત કરે છે તું? અંધકાર હોય પણ છે? થોડો મને બતાવવા લાવ, તો મને ખબર પડે કે મેં તેને દુર કર્યો છે. ત્યારે હું માનું કે હું કર્તા છું; પ્રકાશ નો બનાવનાર.”


સૂર્ય તો તદન તટસ્થ અને પરિત્યાગી છે. તે કયારેય અંકુશ કે હુકમ નથી કરતો. તે માત્ર છે. આ સૂર્ય ના પ્રકાશ માં, એક વ્યક્તિ સારું પુસ્તક વાંચી શકે અને કોઈ એક નકામું. કોઈ પોતાના પાડોશી ને મદદ કરે, તો કોઈ ખૂન કરી નાખે. સૂર્ય આ બધાં સારા નરસા કાર્યો માટે જવાબદાર નથી; તેથીજ, તે કોઈ પરિણામ ને સંઘરતો નથી. સૂર્ય કહેશે, “પ્રકાશ મારો સ્વભાવ છે. મારે માટે, મારું અસ્તિત્વ જ ઝળહળવું છે.


આપણે જયારે રાત હોય ત્યારેય, સૂર્ય તો પૃથ્વી ની બીજી બાજુ કાર્યરત રહીને ઝળહળે છે. તે હરવક્ત પ્રકાશમાન છે, છતાંયે કોઈને ખ્યાલ નથી આવતો કે તે કાર્યરત છે. તે બધાંને કાર્યરત કરે છે. તે ગાય ને ચરતી કરે છે, પક્ષીઓ ને ગાતાં કરે છે, દુકાનદાર ને દુકાન ઉઘાડવા , ખેડૂત ને ખેતર માં હળ ચલાવવા, અને તો પણ કોઈ ઊંઘ માંથી ન જાગે તો પડદા હટાવવા, તે આ બધાં માટે કોઈ બળજબરી નથી કરતો. તેનું હોવું એજ બસ છે.


સૂર્ય એ કાર્યરતતા કરતાં ઉત્તમ હોવા માં છે. તેની અંદર પ્રકાશ નથી; તે પોતેજ પ્રકાશ છે. તે કોઈનું સારું કરતો નથી; તે પોતેજ સારો છે.


--વિનોબાજી ગાંધીજી ના અધ્યાત્મિક અનુગામી હતાં. તેમનાં વિશે વધું King of Kindness માં.


મનન ના પ્રશ્નો:
૧.) સૂર્ય એ કાર્યરતતા કરતાં ઉત્તમ હોવામાં માં છે એ વિશે તમારું શું મંતવ્ય છે.
૨.) કોઈ એવો પ્રસંગ જ્યાં તમે કર્તા કરતાં માત્ર હતાં.
૩.) તટસ્થ રહેવું અને પ્રેમથી પ્રેરાવું આ બંને માં કેવી રીતે સંધી મેળવી શકીએ
 

Vinoba Bhave was Gandhi's spiritual successor in India. More about him in King of Kindness.


Add Your Reflection

14 Past Reflections