Laziness As Our Personal Teacher

Author
Pema Chodron
50 words, 18K views, 5 comments

Image of the Weekઆળસ આપણો ગુરુ


–પેમાં કોદ્ર્ન


પ્રબુદ્ધિ નો માર્ગ એક પ્રક્રિયા છે. આ આપણા તથાકથિત બાધક તત્વો સાથે ઐકય સાધવા ની પ્રક્રિયા છે. તો આપણા માં રહેલી આળસ થી નિરાશ થવા ને બદલે, આપણે તે આળસ ની માંહે દ્રષ્ટી કેળવીએ, અને આ આળસ ને જાણવા ઉત્સુક બનીએ. તો આળસ ને ગૂઢતા થી જાણી શકીએ.


આપણે તેની સાથે ઐકય મેળવીએ, આપણે આળસ બનીએ, તેની ગંધ, સ્વાદ ને જાણીએ, અને આપણા શરીર માં તેનો સંપૂર્ણ અનુભવ કરીએ. અધ્યાત્મિક માર્ગ એ આ ક્ષણમાં વિશ્રામ નો માર્ગ છે. આ ક્ષણમાં રહેલ સુસ્તી કે હ્રદયભંગ, આ ક્ષણ નું દુઃખ, ત્યાગ કે સંભાળ નો અભાવ. આ બધાં ને સ્પર્શ કરી ને આગળ વધીએ. આ કેળવણી છે. ધ્યાન માં બેસી ને કે દિવસ અને રાત પસાર કરતાં, આપણે અનુભવ નું વિવેચન અને સંવેદના ની કક્ષા ની સાથે તાદાત્મ્ય થી મુક્તિ પ્રાપ્ત કરવાની તાલીમ લઇ શકીએ. આપણા અનુભવ નો માત્ર સ્પર્શ કરવો અને તેની પાછળ રહેલી ઉદ્ભવ કથા માં ન ફસાવું. આ ક્ષણ નો સ્પર્શ કરી અને આગળ વધી જવું.


આપણે ધ્યાન માં બેઠા હોઈએ કે નિત્યક્રમ પ્રમાણે ચાલતાં હોઈએ, અને અચાનક આપણે અંદર શું વાર્તાલાપ ચાલે છે તેના તરફ ધ્યાન ખેચાઇ અને આપણે તેને સાંભળીયે. તો તેવું સંભળાઈ, કે એય, એય! હું દુઃખી છું. હું નાસીપાસ છું. કોઈ આશા નથી. અને આપણે જોઈ શકીએ કે આપણે આપણી જાત ને શું કરીએ છીએ, શું કહીએ છીએ, કેવી રીતે આપણે હ્રદયભંગ બનીએ કે મૂઢ બનીએ છીએ. પછી આપણે તે શબ્દો ને જતાં કરીએ અને આ ક્ષણમાં હૃદય નો સ્પર્શ કરીએ. આ ક્ષણના અંતરમન ની માંહે સ્પર્શ કરી ને મુક્ત થવું. આ રીતે તાલીમબદ્ધ રહેવું. વારંવાર આજ આપણી સાધના છે.
હૃદયભંગ ને આપણે નેકી અને ભલમનસાઈ સાથે જોડીએ. આળસ ના દુઃખ માંથી ભાગવાને બદલે તેની નજીક જઈએ. તેના વહેણ માં ટેકો દઈએ. તેના વહેણ માં તરીએ.


આ રીતે આ ક્ષણમાં રહેવાની પ્રક્રિયાથી, આપણને ખ્યાલ આવશે કે આપણા કેટલાય ભાઈ, બહેનો કેટલાં દુઃખી છે, જેમ આપણે દુઃખી તેમ તે પણ દુઃખી. આપણા આ દુઃખ ની, આળસ ની સાથે ઐક્ય મેળવતા, આપણે આ બધાં નો સ્પર્શ કરીએ છીએ, તેમને સમજીએ છીએ, અને તેમની સાથે રહેલ સગપણ ને જાણીએ છીએ.



ભાગવા, છુપાવા કે પોતાની જાત ને બંધ કરી દેવાને બદલે આપણે તે ક્ષણ માં ટેકો લઇ ને વિશ્રામ કરીએ. આ રીતે આપણે સાધના કરીએ.



તો કદાચ આપણે બારી ઉઘાડીએ, બહાર ચાલવા જઈએ, કે મૌન માં બેસીએ, જે પણ કરીએ, આપણી સાથે રહીએ, આપણા શબ્દો ની પાછળ જવું કે ધ્યાન ન આપવું, તેના કરતાં આ ક્ષણ નો અનુભવ કરીએ, આપણા હૃદય માં, ઉદરમાં, આ અનુભવ આપણા માટે અને આપણા જેવા અનેક લોકો માટે જે આ ક્ષણે આજ નૌકા માં છે. આપણે આ ઘડીએ કરુણા અને ખુલ્લાપણા ની તાલીમ શરુ કરીએ. તો આ ઘડી ની આળસ આપણો ગુરુ બને છે. આ અનમોલ ઘડી આપણી સ્વસ્થ થવાની ઉત્તમ સાધના બને છે.


- પેમાં કોદ્ર્ન બુદ્ધધર્મ ના ગુરુ છે. આ તેમના લેખ માંથી ઉદ્ધૃત છે.


મનન ના પ્રશ્નો:

૧.) “આળસ સાથે ઐક્ય મેળવવું” તેનો અર્થ તમારે માટે શું છે?
૨.) આળસ તમારો ગુરુ બની હોય તેવો પ્રસંગ હોઈ તો વર્ણવો.
૩.) આળસ માં ટેકો લેવા શું મદદ માં આવશે?

 

Pema Chodron is a renowned Buddhist teacher. Excerpt above is from an online article.


Add Your Reflection

5 Past Reflections